Book Title: Shabdaratnamahodadhi Part 2 Author(s): Muktivijay, Ambalal P Shah Publisher: Vijaynitisurishwarji Jain Pustakalaya Trust Ahmedabad View full book textPage 4
________________ સંકલ્પ અને સિદ્ધિ [બીજી આવૃત્તિનું] કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે વ્યવહા૨માં (૧) તીવ્ર તમન્ના, (૨) દૃઢ આત્મવિશ્વાસ તેમજ (૩) ભગીરથ પુરુષાર્થ એમ ત્રણ વાનાં અત્યંત જરૂરી ગણવામાં આવ્યાં છે. આ ત્રણે જો હોય અને એમાં દેવ-ગુરુની કૃપા મળી એટલે સમજો કે સોનામાં સુગંધ ભળી. સિવાય મહાન કાર્યોમાં સાચી સફળતા પામી શકાતી નથી. મહાન કિવ ભતૃહિરએ કહ્યું છે કે ઃप्रारभ्यते न खलु विघ्नभयेन नीचैः प्रारभ्य विघ्ननिहता विरमन्ति मध्याः I विघ्नैः पुनः पुनरपि प्रतिहन्यमानाः प्रारभ्य तूतमजना न परित्यजन्ति । અર્થાત્ કેટલાક નીચ માણસો હોય છે, જેઓ વિઘ્ન આવવાના ભયથી કાર્યનો પ્રારંભ જ કરતા નથી. બીજા મધ્યમ કક્ષાના માણસો હોય છે, જેઓ કાર્યનો પ્રારંભ તો કરે છે પરંતુ એમાં જરાક વિઘ્ન આવ્યું એટલે આદરેલું કાર્ય અધૂરું જ છોડી દે છે. પરંતુ ઉત્તમ કક્ષાના માણસો જે હોય છે તેઓ તો વિઘ્નોની વણથંભી વણઝાર કેમ ન આવે છતાં જે કામ હાથમાં લીધું – શરૂ કર્યું તેને પૂરું કરીને જ જંપે છે, અધવચ્ચે કદી ત્યાગ કરતા નથી. પ્રસ્તુત ગ્રંથરત્ન માટે પણ આ જ વાત લાગુ પડે છે. અનેક પ્રકારની સ્પષ્ટ મુશીબતોનો સામનો કરીને પણ આ મહાકાર્યને પરિપૂર્ણ કરવાનો અમારે દઢ સંકલ્પ દેવ ગુરુની પુણ્ય-કૃપાથી સિદ્ધિનું દ્વિતીય શિખર સર કરી રહ્યો છે. તે ખરેખર અમારે મન મહાન આનંદનો વિષય છે. ૫. પૂ. આ. દેવ શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ. સા.ની પાવન પ્રેરણા જો ન થઈ હોત તો તો આ કાર્યનો પ્રારંભ પણ ક્યાંથી થયો હોત ? અન્ય પણ આ મહાન કાર્યમાં એક યા બીજી રીતે પ્રેરણાદાતા, આશીર્વાદદાતા તેમજ હાર્દિક સહયોગદાતા એવા પૂજ્ય ગુરુ ભગવંતો, મુનિ ભગવંતો તેમજ ચતુર્વિધ શ્રીસંઘ એમ સૌ કોઈ અત્યંત અત્યંત ધન્યવાદને પાત્ર છે. હમેશાં ગતિમાંથી જ પ્રગતિ થતી હોય છે. જો ગતિ જ ન થાય તો પ્રગતિ ક્યાંથી થાય ? જો પહેલું પગથિયું જ ન ચઢાય તો બીજું પગથિયું ક્યાંથી ચઢાવાનું હતું ? પ્રથમ સોપાનનું આરોહણ એ મનુષ્યે તે કાર્ય પ્રત્યે દર્શાવેલી અખૂટ શ્રદ્ધા, ઊંડી હિંમત તથા અદમ્ય ઉત્સાહ વગેરેના જીવંત પ્રતીકરૂપે છે. જ્યારે દ્વિતીય સોપાનનું આરોહણ એ તેના જ ફળરૂપે છે. Jain Education International આમ ખાસ કરીને કોઈપણ કાર્યની કસોટી મધ્યભાગમાં જ મોટે ભાગે થતી હોય છે. જીવનની સફળતા મેળવવા માટે જુવાનીમાં જ વધુ સાવધાન રહેવાનું હોય છે. કોઈ પણ સાધના શરૂ કર્યા પછી અમુક પ્રમાણમાં જપ વગેરે થયા પછી વચ્ચે વિઘ્ન આવ્યા વગર ન રહે એવું બહુ જ ઓછું બનતું હોય છે. મુસાફર માણસ પોતાની સફર ચાલુ કરે છે તે પછી તેને વચગાળાની વાટ પસાર કરતાં તો ઘણી ઘણી હિંમતની જરૂર પડે છે. આવું લગભગ દરેક કાર્યોમાં બનતું હોય છે. તેમાંયે મહાસાગરની મુસાફરી તો સ્પષ્ટ રીતે મધ્યભાગમાં For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 838