Book Title: Satya Dipak ki Jwalant Jyot
Author(s): Kiranyashashreeji
Publisher: Atmanand Jain Sabha

Previous | Next

Page 12
________________ || નમોનમ: શ્રી ગુરુનેમિસૂરયે //. જ્ઞાન વ્યાસંગી પ.પૂ. શ્રીમદ્વિજય શીલચંદ્ર સૂરીશ્વરજી મ.સા. તરફથી તા. ૨-૧૨-૯૮ વિનયવંત વિદુષી સાધ્વીજીશ્રી કિરણયશાશ્રીજી યોગ અનુવંદના સુખશાતા. | પૂજ્યપાદ આત્મારામજી મહારાજ આપણા મહાન પ્રવચનપ્રભાવક યુગ પુરુષ હતા. તેઓશ્રીની શતાબ્દીના ઉપલક્ષ્યમાં તમોએ દીર્ધ અને દૃષ્ટિ સંપન્ન પ્રયત્ન કરી તેઓના જીવન-કથન ઉપર ઊંડો અભ્યાસ કર્યો અને શોધ નિબંધ પૂર્ણ કર્યો, તે એક તરફ ગુરુભકિતનું પુણ્યકાર્ય કર્યું છે, તો બીજી તરફ વિદ્યાભ્યાસનું મહતું કાર્ય પણ તે ગણાય. તમારા આ અધ્યયનની ખૂબ ખૂબ અનુમોદના છે, હવે પછી તમે આ પ્રકારે વિવિધ વિષયો પરત્વે શોધક દષ્ટિ રાખીને સંશોધન લેખો લખતાં રહેશો, તેવી અપેક્ષા રાખું તો તે અસ્થાને નહિ લાગે. Ph.D. નું કાર્ય એ તો પ્રારંભ જ છે. આમાં બુદ્ધિ તથા દષ્ટિનું માર્જન જ માત્ર થાય. તેનાથી થતું વાસ્તવિક જ્ઞાનાર્જન. તો હવે પછીના તમારા કાર્યોમાં પ્રગટ થવાનું. તો તેમાં કચાશ કે આળસ ન કરશો. આવતીકાલે પાલીતાણા. ૨-૩ દિન બાદ નીકળીને હું ડેમ થઈ કદંબગીરી તીર્થે ૧ માસ માટે સ્થિરતા કરીશ. સૌને શાતા પૂછશો. કામકાજ જણાવશો. પરમ વાત્સલ્યમયી પ.પૂ. પ્રવર્તિની શ્રી વિનીતાશ્રીજી મ.સા. તરફથી જ્ઞાન પિપાસુ કિરણયશાશ્રીજી, તા. ૨૪-૯-૯૭. અનુવંદના સુખશાતાપૂર્વક, મારી નિશ્રામાં રહીને લગાતાર ચાર વર્ષ સુધી રાત-દિવસ તનતોડ મહેનત કરીને તેમજ ક્ષુધા, ઊંધ-આરામ ગૌણ કરીને; સાથે સાથે અનેક નાની મોટી તપશ્ચર્યા નિરંતર કરતા રહીને જ્ઞાન મેળવ્યું અને પી.એચ.ડી.ની ડીગ્રી મેળવી તેનો મને આનંદ છે. આ જ્ઞાનની, ઉપાસનાની હું ખૂબ ખૂબ અનુમોદના કરું છું શાસનના કામ કરીને ગુરૂ મહારાજના નામને રોશન બનાવજો.. એ જ મારી એકની એક હાર્દિક - અંત:કરણની આશિષ. -પ્રવર્તિની વિનિતાશ્રીજી મ.સા. TESTISTS TO G51 Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 248