Book Title: Sansar ane Dharmnu Anushilan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૧૦૯૪ ] દર્શન અને ચિંતન શકાય છે, જીવન અને મરણ સમ થઈ જાય છે, કારણ કે તે સમજે છે કે જીવીને સાધતા હતા તે ભરીને પણ સાધીશ અને મરણ એ બીજાઓમાં વધારે પ્રેરણા મૂકશે. સાર્વજનિક કલ્યાણની સિદ્ધિ તે અનેકને હાથે જ થવાની, એટલે બીજાઓમાં તે માટેની પ્રેરણું જન્મે એ પણ છવીને કરવા બરાબર જ છે. વળી વયક્તિક પુનર્જન્મ હોય તે પણ તે ભરીને ફરી ફરી એ જ કરવાનો છે. આ લેખમાં જલકણ, નાળા અને ગંગાનો જે સંબંધ વર્ણવ્યું છે, ગંગાના પ્રવાહની અખંડતા અને શાશ્વતતા માટે જે જલકણ અને નદીનાળાનો ભોગ અપાતે વર્ણવ્યું છે તે દૃષ્ટાન્ત અતિ મરમ અને મૂળ, મુદ્દાનું સમર્થક છે. અલબત્ત, લેખક વૈયક્તિક મેક્ષ અને પુનર્જન્મ પર ભાર ન આપતાં સામૂહિક મેક્ષ અને પુનર્જન્મ ઉપર જ ભાર આપે છે, પણ વૈયક્તિક મોક્ષ અને પુનર્જન્મ માની લઈએ તો પણ તે માન્યતાવાળો સાચે સાધક જીવનમરણમાં સમતલ રહી શકે છે. બુદ્ધ અને મહાવીર એ તેવા મલ અને પુનર્જન્મમાં માનતા અને છતાં તેમને ભરણમાં જીવન જેટલી જ શાંતિ હતી. મરણ અનિવાર્ય છે એમ સમજી જેણે જીવનની સફલ ઉપગ કર્યો હોય અને વાસનાજય કર્યો હોય તે વ્યક્તિ સામૂહિક કલ્યાણની દષ્ટિએ કે વૈયક્તિક કલ્યાણની દષ્ટિએ પ્રયત્ન કરનાર હોય તે પણ સર્વત્ર જીવનમરણમાં સમ રહી શકે અને મૃત્યુજય સાધી શકે. “આઘુનિમતિષ્ઠ' એને ભાવ લેખકે પોતાની તત્ત્વદૃષ્ટિ પ્રમાણે અતિ અદ્ભુત રીતે બતાવ્યું છે. પણ તેને ભાવ વૈયક્તિક મેક્ષની દષ્ટિએ પણ ઘટાવી શકાય. વસ્તુતઃ લેખકની દષ્ટિ મહાયાની જ છે. એ દષ્ટિએ જ બધા પ્રશ્નોનું નિરાકરણ તે કરે છે. ૧. જીવન સુખમય કે દુઃખમય આ લેખમાં “જીવન સુખમય કે દુઃખમય એ પ્રશ્ન પર વિચાર દર્શાવતાં છેવટે વિવેક અને પુરુષાર્થની હિમાયત કરી છે. જેણે જગતને માત્ર દુઃખરૂપ માન્યું છે તેણે પણ એ જ વાત પ્રતિપાદી છે કે વિવેક અને પુરુષાર્થ સેવવા -વધારવા. જેણે સુખરૂપ બ્રહ્મ હેવાથી જગતને પણ સુખરૂપ જ માન્યું છે અને દુઃખને માત્ર આભાસ માન્યું છે તેણે પણ એ જ વાત કહી છે. સુખ અને દુખ બન્નેને જગતમાં માનનાર પણ એ જ વાત કહે છે. એટલે આ લેખમાં તત્ત્વતઃ બહુ નવીનતા નથી; હેય તો દષ્ટાન્ત પૂરતી અવશ્ય છે. લપસણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16