________________
અનુશીલન
[ ૧૧૦૧
રીતે બતાવી છે. જાણે કે ગાંધીજી એકધર્મનિષ્ઠ રહીને અનેક ધર્મો પ્રત્યે સમભાવ પછી દરેકમાં જે મહત્વને સુધારો કરવા જીવન જીવ્યા છે, તેનું જ નિરૂપણ આમાં ન હોય? ખરી રીતે ગૂઢ અને વિવિધ સમસ્યાઓને ખાસ કરી સર્વધર્મસમભાવને લગતી સમસ્યાઓને ઉકેલ કર હોય તે તે માત્ર કલ્પનાથી નથી થઈ શકત, પણ એ પ્રકારનું કોઈ જીવન જીવ્યો હોય અને એવા જીવનનો આખો પટ નિહાળ્યું હોય અને પોતે પણ પછી એમાં હૃદયથી રસ લેતો થયો હોય તો જ આ ઉકેલ સ્પષ્ટપણે સૂચવી શકાય છે; કેમકે એક બાજુથી તેણે બીજાનું એવું જીવન નિહાળ્યું હોય છે અને બીજી બજાથી તેણે પણ એ માર્ગમાં રસ લઈ અનુભવ સાઓ હોય છે. આ જ કારણથી વર્તમાનની પેઠે અતીત ઘટનાઓ પણ સામે હોય તેમ લાગે છે. આ લેખમાં લેખક તેવું જ નિરૂપણ કૌશલ દર્શાવે છે.
૬. સંક૯પસિદ્ધિ
સંકલ્પ સિદ્ધિને નિરૂપણ દ્વારા તો કર્મના કાયદાનું જ નિરૂપણ કર્યું છે, તે અનુભવસિદ્ધ હોવાથી તાદશ છે. એ વિચાર એમણે સાધના દરમિયાન કર્યો હશે. ૭. જપ
જપ વિષે જે લખ્યું છે તે તેમણે અનુભવ્યું જ છે. પ્રાચીન સાધકોને અનભવ તો હતો જ. બાપુના જપે સૌને બતાવી આપ્યું કે તે કે ચિત્તની સ્થિરતા, બેયની સ્મૃતિ અને સંકલ્પની સિદ્ધિમાં ઉપયોગી છે. છેવટે પણ, “રામ” એ જ નામે તેમને સમાહિત ચિત્તે મરણને આવકારવા પ્રેર્યા. '
પણ આ લેખમાં જે જંગલ અને સ્ટોરહાઉસને દાખલે છે તે ચિત્તગત નાના-મોટા અસ્તવ્યસ્ત અને ચંચલ-અચંચલ, સારા-નરસા સંસ્કાર કે સંકલ્પને દૂબહૂ ચિતાર આપે છે અને દરેકને પિતાનું મન સાક્ષાત જેવું કરવામાં મદદ આપે છે. ખરી રીતે આધ્યાત્મિક સાધનામાં ઉપયોગી મનાતી જપ જેવી વસ્તુઓને લેખક દરેક ક્ષેત્રમાં ઉપયેગી થઈ પડે એવી જાતને ખુલાસો કરે છે. આવું વિશ્લેષણ, વિશદીકરણ, અને વ્યાપકીરણ ભાગ્યે જ અન્યત્ર હશે. ८. यज्ञात्वा मोक्ष्यसे शुभात् ।
કર્મ અને ધર્મ વચ્ચે ભેદ નથી મા એ બરાબર છે. કેમ કે ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org