Book Title: Sansar ane Dharmnu Anushilan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ “સંસાર અને ધર્મનું અનુશીલન ખંડ પહેલે ૧. તત્વજ્ઞાનના મૂળ પ્રશ્નો આ લેખ એક ભાઈને પ્રશ્નનો ઉત્તર આપવાની દૃષ્ટિથી લખાયેલ છે, પણ વસ્તુતઃ તે સ્વતંત્ર લેખ જ છે. તત્વજ્ઞાન કેણ શેધી, ચલાવી કે વધારી શકે ? તત્વજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન વચ્ચે શું શું સરખાપણું છે અને કયાંથી કે ભેદ દેખાય છે ? તત્ત્વજ્ઞાનની શોધમાં વાદે ક્યાં સુધી સાધક થાય છે અને ક્યારે બાધક થાય છે? સત્યને શોધક વાસનાનું નિયમન કરે કે તેનો ઉછેર કરે છે તેને વિશદ્ધ કરે? ઇત્યાદિ પ્રશ્નોની સચોટ સમજણ અને છણાવટ આપી છે અને કરી છે. જગતદુઃખવાદીઓએ જગતને દુઃખરૂપ કહ્યું છે, જેમ કે સાંખ્ય, બુદ્ધ આદિએ. પણ એ દુઃખરૂપતા એકાન્તિક નથી અને છે તે અપેક્ષાઓ છે એ બહુ સ્પષ્ટતાથી આ લેખમાં સમજાવ્યું છે. ખરી રીતે જેણે જેણે જગતને દુઃખમય કહ્યું છે તે બધાએ એક શરત મૂકી છે અને તે શરત તૃષ્ણની. જે તૃષ્ણા હોય તો સર્વત્ર દુઃખ જ ભાસવાનું. જ્યાં સુખ હોય ત્યાં પણ તૃષ્ણ આવી કે તે પ્રતિકૂદનીય બની જવાનું. વળિાતાવI –એ ચોગસૂત્રમાં દુઃખનું કારણ તૃષ્ણાને જ કહેલું છે. જેણે વાસનાજ કે તૃષ્ણાજય કર્યો તે બુદ્ધ કે બીજે ગમે તે હેય અને છતાં તેને પિતાને દુઃખ ભાસે કે અનુભવાય તે તત્વજ્ઞ, સાધક કે યોગી થવામાં શો લાભ? આથી સિદ્ધ છે કે એવા લેકે દુઃખી ન હતા; સદા સુખી અને સંતુષ્ટ હતા. જગતમાં આપણું પેઠે જીવેલા પણ ખરા. એ જગતે એમને દુઃખ કેમ ન આપ્યું ? ઉત્તર એક જ કે તૃષ્ણા ન હતી. અને તૃષ્ણા ન છતાં તેમનું જીવન પણ દુખસંતપ્ત હોત તો તેઓ તૃષ્ણાત્યાગને ઉપદેશ કરવાને બદલે જીવનનો અંત જ આણવા કહેત. એટલે શ્રી. મશરૂવાળાએ જગતની સુખદુઃખરૂપતા વિશે લેખમાં જે કર્યું છે તે યથાર્થ છે. વિવેકીને બધું દુઃખરૂપ છે એનો અર્થ એટલો જ કે જે તૃષ્ણ-અતૃષ્ણ વચ્ચેનું અંતર જુએ છે અને ઉભયજન્ય પરિણામો નિહાળે છે તે તૃષ્ણટિમાં આવતી સમગ્ર વસ્તુઓ, પછી ભલે તે ગમે તેવી સુખરૂપ ભાસતી હોય, તેને દુઃખરૂપ લેખે છે, અર્થાત તે વિવેકી તૃષ્ણા ન હોય ત્યારે પ્રકૃતિથી પર બનવાને લીધે પ્રાકૃત આધાતને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 16