Book Title: Sansar ane Dharmnu Anushilan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249270/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ “સંસાર અને ધર્મનું અનુશીલન ખંડ પહેલે ૧. તત્વજ્ઞાનના મૂળ પ્રશ્નો આ લેખ એક ભાઈને પ્રશ્નનો ઉત્તર આપવાની દૃષ્ટિથી લખાયેલ છે, પણ વસ્તુતઃ તે સ્વતંત્ર લેખ જ છે. તત્વજ્ઞાન કેણ શેધી, ચલાવી કે વધારી શકે ? તત્વજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન વચ્ચે શું શું સરખાપણું છે અને કયાંથી કે ભેદ દેખાય છે ? તત્ત્વજ્ઞાનની શોધમાં વાદે ક્યાં સુધી સાધક થાય છે અને ક્યારે બાધક થાય છે? સત્યને શોધક વાસનાનું નિયમન કરે કે તેનો ઉછેર કરે છે તેને વિશદ્ધ કરે? ઇત્યાદિ પ્રશ્નોની સચોટ સમજણ અને છણાવટ આપી છે અને કરી છે. જગતદુઃખવાદીઓએ જગતને દુઃખરૂપ કહ્યું છે, જેમ કે સાંખ્ય, બુદ્ધ આદિએ. પણ એ દુઃખરૂપતા એકાન્તિક નથી અને છે તે અપેક્ષાઓ છે એ બહુ સ્પષ્ટતાથી આ લેખમાં સમજાવ્યું છે. ખરી રીતે જેણે જેણે જગતને દુઃખમય કહ્યું છે તે બધાએ એક શરત મૂકી છે અને તે શરત તૃષ્ણની. જે તૃષ્ણા હોય તો સર્વત્ર દુઃખ જ ભાસવાનું. જ્યાં સુખ હોય ત્યાં પણ તૃષ્ણ આવી કે તે પ્રતિકૂદનીય બની જવાનું. વળિાતાવI –એ ચોગસૂત્રમાં દુઃખનું કારણ તૃષ્ણાને જ કહેલું છે. જેણે વાસનાજ કે તૃષ્ણાજય કર્યો તે બુદ્ધ કે બીજે ગમે તે હેય અને છતાં તેને પિતાને દુઃખ ભાસે કે અનુભવાય તે તત્વજ્ઞ, સાધક કે યોગી થવામાં શો લાભ? આથી સિદ્ધ છે કે એવા લેકે દુઃખી ન હતા; સદા સુખી અને સંતુષ્ટ હતા. જગતમાં આપણું પેઠે જીવેલા પણ ખરા. એ જગતે એમને દુઃખ કેમ ન આપ્યું ? ઉત્તર એક જ કે તૃષ્ણા ન હતી. અને તૃષ્ણા ન છતાં તેમનું જીવન પણ દુખસંતપ્ત હોત તો તેઓ તૃષ્ણાત્યાગને ઉપદેશ કરવાને બદલે જીવનનો અંત જ આણવા કહેત. એટલે શ્રી. મશરૂવાળાએ જગતની સુખદુઃખરૂપતા વિશે લેખમાં જે કર્યું છે તે યથાર્થ છે. વિવેકીને બધું દુઃખરૂપ છે એનો અર્થ એટલો જ કે જે તૃષ્ણ-અતૃષ્ણ વચ્ચેનું અંતર જુએ છે અને ઉભયજન્ય પરિણામો નિહાળે છે તે તૃષ્ણટિમાં આવતી સમગ્ર વસ્તુઓ, પછી ભલે તે ગમે તેવી સુખરૂપ ભાસતી હોય, તેને દુઃખરૂપ લેખે છે, અર્થાત તે વિવેકી તૃષ્ણા ન હોય ત્યારે પ્રકૃતિથી પર બનવાને લીધે પ્રાકૃત આધાતને Page #2 -------------------------------------------------------------------------- ________________ અનુશીલન [ ૧૦૯૧ દુખરૂપ નથી લેખ. આવો વિવેકી પણ આગમાં શૈત્યને કે બરફમાં આગ અનુભવ નથી કરતો. તેની ઈનિ અન્યની પેઠે છે તે રૂપે જ વસ્તુને અનુભવે છે. પણું એમ બને કે એક અવિવેકી આગ. ઝેર કે શાળીથી પ્રતિકૂલ વેદના થતાં જ જીવનમેહને લીધે હાયહાય પિકારી ઊઠે. જ્યારે વિવેકી એ પ્રતિકૂળ વેદના અનુભવવા છતાં મન ઉપર એટલે કાબૂ રાખે કે તેથી તેની પ્રસન્નતામાં ફેર ન પડે. સિક્રેટિસને ઝેર તે કડવું જ લાગેલું, એનો કેફ પણ ચડે, પણ કોઈ ઉચ્ચ સિદ્ધાન્ત અને આદર્શના પાલનની ખુમારીમાં તેને એ દુઃખ સહ્ય બનેલું. એ જ વાત ક્રાઈસ્ટ અને બીજાને લાગુ પડે છે. સુખદુઃખ એ માનસિક સંવેદન છે. મનને જેવું ઘડવું હોય તે પ્રમાણે છેવટની અસર થાય. એટલે જગતની સુખ કે દુઃખરૂપતા માનસિક ઘડતર પર અવલંબિત છે. જગત પોતે નથી સુખરૂપ કે દુઃખરૂપ. એ તે અવ્યક્ત અને અવક્તવ્ય જેવું છે. જીવનની ધારામાં અનેક સ્થૂળ-સૂક્ષ્મ તત્તને સમાવેશ છે. તેમાંથી કોઈ એક અંશને પૂર્ણ જીવન માની પૂરા જીવનની વ્યાખ્યા કરી ન શકાય. વળી, વ્યાખ્યા પણ અધિકારી પ્રમાણે જ થાય છે. આ લેખ જેટલે સુસ્પષ્ટ છે તેટલે જ સુપઠ અને ભ્રમનિવારક હોઈ પ્રથમથી અંત સુધીના તસ્વજિજ્ઞાસુને માટે ઉપયોગી છે. તે સ્કૂતિ આપે છે ને નિરાશા નિવારી પુરુષાર્થ પ્રેરે છે. ૨. જીવનને અર્થ જીવનને અંતિમ ઉદ્દેશ શું છે? તેનો ઉત્તર કલ્પનાઓથી અનેક રીતે અપાવે છે. એને અનુભવ હેત તે મતભેદ ન હોત. તેથી જીવનને અર્થ શ છે એ જાણવા કરતાં જીવન શું છે અને તે કઈ રીતે જીવી શકાય –બીજાની સુખ-સગવડને ખલેલ ન પહોંચે એમ કેવી રીતે જીવી શકાય એ જ જાણવું હિતાવહ છે; તે શક્ય પણ છે. જે વસ્તુને લેખક સંયમ અને વિવેક કહે છે તેને એક શબ્દમાં વર્ણવવી હોય તે જીવનકલા શબ્દથી વર્ણવી શકાય. જીવનકલાને અર્થ સ્થળ નથી, પણ બહુ સૂક્ષ્મ અને વ્યાપક છે. જેમ જીવનકલામાં પિતાના જીવનની સલામતી તેમ અન્યના જીવનની પણ સલામતી સમાય છે. એમાં નથી ભયને કે કાર્પષ્યને સ્થાન; એમાં તેજસ્વી પુરષાર્થ અને કરુણાત આવે છે. એટલે સંક્ષેપમાં કઈ રીતે જીવન જીવવું એ ઠીકઠીક જાણ્યું હોય તે વનને અંતિમ હેતુ (જે તે હશે તે) આપ આપ જણાઈ જશે. જીવન સાથે જ જિજ્ઞાસા, કલ્પના, સર્જકતા, સંકલ્પશકિત અને શ્રદ્ધાળુ આશા–એ પચે સિદ્ધિઓ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯૨] દશન અને ચિંતઃ મનુષ્યને પ્રાપ્ત છે. જેમાં શારીરિક તેમજ માનસિક જીવન પણ ન વેડફાય, એ કલા સિદ્ધ કરવાની રહે છે. માનસિક જીવન વેડફાતાં શારીરિક જીવન વેડફાય જ છે અને માનસિક જીવનને વેડફડ્યા વિના–એને સુરક્ષિત રાખીને–શારીરિક જીવન વેડફી પણ ન શકે. તેથી બંને જીવનને સુસંવાદ સાધવાની કલા એ જ જીવનકલા છે. દરેક સંત કે સાધકે એ જ કલા ખીલવી હોય છે. પછી એ પ્રશ્ન બહુ મહત્વ નથી ધરાવતે કે જીવનના મૂળમાં શું છે અને તે ક્યાં જઈ થંભે છે અથવા તેને અતિ શું છે? આ પ્રશ્ન અનાદિવ અને અનંતત્વનો હેઈ જ્ઞાનમર્યાદાની બહાર પણ હોઈ શકે, પણ જીવનકલાને પ્રશ્ન મધ્યકાલનો છે, તેથી તે એક રીતે સાદિ-સાન્ત છે. પણ એના સાદિ સાતપણાને ઠીકઠીક સમાધાનકારી ઉકેલ મળે તે પેલા અનાદિ-અનંત પ્રશ્નને પણ ઉકેલ ક્યારેક આવી જ જાય. આ લેખનું ઉત્થાન વિનોદી રીતે થયું છે, પણ તે ઉત્તરોત્તર અનુભવમૂલક હોવાથી લેખ અંતે ગંભીરતામાં જ સરતો જાય છે અને છેવટે બુદ્ધિ અને હૃદયને સ્પર્શે છે. ૩. સંસારમાં રસ * “સંસારમાં રસ છે તે અનિવાર્ય છે. એને વિશુદ્ધ અને વિકસિત કરવો એટલું જ આપણાથી શક્ય છે. એનો ઉચ્છેદ શક્ય નથી. જો આ સાચું હોય છે જે સામાન્ય રીતે સંસાર ગણાય છે. તે ઉપરાંત વ્યાપક સંસાર વિશેની દૃષ્ટિ જીવનકલા દરમ્યાન જ કેળવવી જોઈએ. એ કેળવણથી અનેક જીવનવ્યાપી અને દેશકાલની વિસ્તૃત મર્યાદાવાળી જીવનદષ્ટિ ઘડાવાની. એમ થતાં માત્ર વર્તમાન અંગત જીવનમાં જે રાગ કે રસ છે તે ફેલાઈ વધારે સૂક્ષ્મ અને વ્યાપક થવાનો. એની સઘનતા ઘટતાં જ એનું બંધક તત્વ ઓસરવાનું. એ રીતે એનો રસ સહજ રીતે જ પોષાવાને અને વધવાની અને છતાં એ સંકીર્ણ અર્થમાં રસ ઉપરથી વૈરાગ્ય પણ સધાવાને. સારાંશ કે “સ્વમાં વધારે “પર” સમાતાં તે “સ્વ” વિસ્તૃત બનવાને અને સ્વ-પરનું અંતર નહિ રહેવાનું. એ જ સંસારમાં રસની વૃદ્ધિ અને શુદ્ધિ છે. ૪જીવનમાં મૃત્યુનું સ્થાન * જેમ “સંસારમાં રસ”એ લેખમાં વૈયક્તિક જીવનમાં પૂરી થતી સંકીર્ણ દૃષ્ટિને વિસ્તારવાની અને વિશાળ તેમ જ વિશાળતર જીવનને સ્પર્શવાની સૂચના છે, કે જે સૂચના એક તરફથી વૈરાગ્યનો ખુલાસો કરે છે અને બીજી તરફથી સંસારના રસને પુષ્ટિ આપે છે, તે જ રીતે જીવનમાં ભૂત્યને Page #4 -------------------------------------------------------------------------- ________________ અનીલન [ ૧૦૯૩ સ્થાન” આ લેખ પણ વિશાળ છવનની દષ્ટિએ મૃત્યુની ઉપકારકતા, આવશ્યકતા અને અનિવાર્યતા વર્ણવે છે. એ દેખીતું નિરાશા અને શાકજનક મરણ પણ વસ્તુતઃ તેવું નથી; ઊલટું, તે વિશાળ જીવનને વિકસવાને તેમ જ વ્યવસ્થિત ચાલવાને રસ્તો મોકળે કરે છે. આ વસ્તુ બિલકુલ સુમ દૃષ્ટિથી વિચારતાં અનુભવસિદ્ધ જ લાગે છે. ખરી રીતે “સંસારમાં રસ” અને “જીવનમાં મૃત્યુનું સ્થાન” એ બન્ને મુદ્દાઓ પાછળ એક જ દષ્ટિ રહેલી છે, અને તે એ કે વૈયક્તિક તેમ જ સંકુચિત જીવન પૂરતી પિષિાયેલી અને પિછાતી દષ્ટિને વિસ્તારવી અને અન્ય જીવન સાથે તેને અભેદ અથવા સુમેળ સાધવો. ધર્મદષ્ટિક તત્વદૃષ્ટિ આવા વિશાળ જીવનના અર્થમાંથી જ ફુરે છે. વિશાળ જીવનને અર્થ અને તેને વૈયક્તિક જીવન સાથે મેળ અથવા તે સમષ્ટિજીવનથી વ્યષ્ટિજીવનની અભિન્નતા અને અભેદમૂલક પરિણામે ન સમજાય ત્યાં લગી સંસારમાં સદા વૈરાગ્યપૂત રસ અને મૃત્યુ નિર્ભયતા આવે નહિ. વૈરાગ્ય એટલે વૈયક્તિક તૃષ્ણાને વિલય કરી સર્વ સુખ માટે તેમ જ વિશાળ જીવનના વિકાસ માટે રસ કેળવો અર્થાત્ તૃષ્ણાનું વ્યાપક અને શુદ્ધ ઉષ્યકરણ કરવું. એ જ રીતે મૃત્યુ નિર્ભયતા એટલે વિશાળ જીવનને ઉપકારક થવાની અગર તેની સાથે સુમેળ સાધવાની હોંશ અને તમન્ના. જેમ એકલે બ્રહ્મચારી સ્વપ્રવૃત્તિમાં સંતુષ્ટ હોય અને પછી તે બુદ્ધિપૂર્વક ગાઉંધ્ય સ્વીકારે ત્યારે બ્રહ્મચર્યાશ્રમ પૂરતું તેનું મરણ પણ વસ્તુતઃ શાહ-જીવનનું ઉપકારક હેઈ અનેકનાં જીવન સાથે સુમેળ સાધે છે અને તેથી તે બ્રહ્મચર્યાશ્રમને પરિત્યાગ દુઃખદ નથી લેખાતે, ઊલટું વધાવી લેવાય છે, તેમ જ મૃત્યુનું છે. બીજી રીતે કહીએ તે ઘરે બેસી કમાતે માણસ વધારે કમાવા પ્રવાસ કરે ત્યારે તેને પ્રવાસ મૂળ હેતુને સાધક હાઈ આવકારદાયક બને છે તેમ મૃત્યુ વિશે છે. આવી વિશાળ દષ્ટિ કેળવવી એ જ લેખને આશય છે. જે આવી દૃષ્ટિ કેળવવી હોય તે વાસનાઓને વધારે શુભ અને શુદ્ધ કરવી જ જોઈએ. એમ થયું એટલે આંતરજગત બદલાયું. એને જ સ્વર્ગ માની જૂના અર્થો નવેસર ધટાવવા. ૧. મૃત્યુ પર જીત સાર્વજનિક કલ્યાણ, જે મહાયાનની ભાવનારૂપ છે અને જે દીર્ધકાળે જ સિદ્ધ થઈ શકે અને જે એકલે હાથે કે એક જ જન્મમાં સિદ્ધ થઈ ને શકે, તેને જ શ્રેય માનવાની વ્યાપક દષ્ટિ પ્રકટી હોય ત્યારે મરણને જીતી Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯૪ ] દર્શન અને ચિંતન શકાય છે, જીવન અને મરણ સમ થઈ જાય છે, કારણ કે તે સમજે છે કે જીવીને સાધતા હતા તે ભરીને પણ સાધીશ અને મરણ એ બીજાઓમાં વધારે પ્રેરણા મૂકશે. સાર્વજનિક કલ્યાણની સિદ્ધિ તે અનેકને હાથે જ થવાની, એટલે બીજાઓમાં તે માટેની પ્રેરણું જન્મે એ પણ છવીને કરવા બરાબર જ છે. વળી વયક્તિક પુનર્જન્મ હોય તે પણ તે ભરીને ફરી ફરી એ જ કરવાનો છે. આ લેખમાં જલકણ, નાળા અને ગંગાનો જે સંબંધ વર્ણવ્યું છે, ગંગાના પ્રવાહની અખંડતા અને શાશ્વતતા માટે જે જલકણ અને નદીનાળાનો ભોગ અપાતે વર્ણવ્યું છે તે દૃષ્ટાન્ત અતિ મરમ અને મૂળ, મુદ્દાનું સમર્થક છે. અલબત્ત, લેખક વૈયક્તિક મેક્ષ અને પુનર્જન્મ પર ભાર ન આપતાં સામૂહિક મેક્ષ અને પુનર્જન્મ ઉપર જ ભાર આપે છે, પણ વૈયક્તિક મોક્ષ અને પુનર્જન્મ માની લઈએ તો પણ તે માન્યતાવાળો સાચે સાધક જીવનમરણમાં સમતલ રહી શકે છે. બુદ્ધ અને મહાવીર એ તેવા મલ અને પુનર્જન્મમાં માનતા અને છતાં તેમને ભરણમાં જીવન જેટલી જ શાંતિ હતી. મરણ અનિવાર્ય છે એમ સમજી જેણે જીવનની સફલ ઉપગ કર્યો હોય અને વાસનાજય કર્યો હોય તે વ્યક્તિ સામૂહિક કલ્યાણની દષ્ટિએ કે વૈયક્તિક કલ્યાણની દષ્ટિએ પ્રયત્ન કરનાર હોય તે પણ સર્વત્ર જીવનમરણમાં સમ રહી શકે અને મૃત્યુજય સાધી શકે. “આઘુનિમતિષ્ઠ' એને ભાવ લેખકે પોતાની તત્ત્વદૃષ્ટિ પ્રમાણે અતિ અદ્ભુત રીતે બતાવ્યું છે. પણ તેને ભાવ વૈયક્તિક મેક્ષની દષ્ટિએ પણ ઘટાવી શકાય. વસ્તુતઃ લેખકની દષ્ટિ મહાયાની જ છે. એ દષ્ટિએ જ બધા પ્રશ્નોનું નિરાકરણ તે કરે છે. ૧. જીવન સુખમય કે દુઃખમય આ લેખમાં “જીવન સુખમય કે દુઃખમય એ પ્રશ્ન પર વિચાર દર્શાવતાં છેવટે વિવેક અને પુરુષાર્થની હિમાયત કરી છે. જેણે જગતને માત્ર દુઃખરૂપ માન્યું છે તેણે પણ એ જ વાત પ્રતિપાદી છે કે વિવેક અને પુરુષાર્થ સેવવા -વધારવા. જેણે સુખરૂપ બ્રહ્મ હેવાથી જગતને પણ સુખરૂપ જ માન્યું છે અને દુઃખને માત્ર આભાસ માન્યું છે તેણે પણ એ જ વાત કહી છે. સુખ અને દુખ બન્નેને જગતમાં માનનાર પણ એ જ વાત કહે છે. એટલે આ લેખમાં તત્ત્વતઃ બહુ નવીનતા નથી; હેય તો દષ્ટાન્ત પૂરતી અવશ્ય છે. લપસણું Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુપાલન [ ૧૦૯ ઢાળને અને હિમાલયને દાખલે સમર્થક છે. તેથીયે વધારે સમર્થક તે ગરમ પાણીથી આગ ગરમ ન થાય ત્યારે ગરમ પાણીને ભાંડવાને દાખલ છે. - દુઃખને નિવારવા મથવું અને સુખની સમૃદ્ધિ વધારવા યત્ન કરે એને અર્થ છેવટે તે એટલે જ છે કે આત્મા સુખસ્થિતિ જ પસંદ કરે છે–ભલે તે ઉત્તરોત્તર પ્રગતિશીલ હોય. અને દુઃખ નિવારવા મથે છે તેને અર્થ સ્વગત વૈયક્તિક સ્થિતિને નિવારવા મથે છે એટલે જ થશે. અને તે જ સ્થિતિ સંસાર છે. એટલે જે દાર્શનિકોએ સંસારને દુઃખરૂપ કહ્યો હોય તે તે ખોટું નથી. એમણે સંસારમાં સુખનું અસ્તિત્વ કબૂલ્યું છે પણ તે સુખને દુઃખ કેટિનું માન્યું છે, કારણ કે તે સ્થાયી સંતોષ નથી આપતું. એટલે સ્થાયી સતિષ કે વિકસતા સતિષને જ દાર્શનિકે એ સુખ કહ્યું છે. કોઈએ એ જ વસ્તુને દુખાભાવરૂપે વિશેષ દૃષ્ટિએ વર્ણવી છે તે કઈ એ ભાવાત્મક સુખરૂપે. પણ આ વર્ણન તે મુક્તિદશાનું છે. સંસારદશામાં તે બધાએ સુખ અને દુઃખ મિશ્રિત જ માન્યાં છે. એમાં દુ:ખભાવના કરવાને ઉપદેશ વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે છે. એટલે તે ઉપદેશ કે ભૌતિક સુખમાં પૂર્ણતા ભાની તેમાં રાચી રહેવાનો નિષેધમાત્ર કરે છે. વ્યવહારદશામાં સાપેક્ષ સુખ અને દુઃખનું અસ્તિત્વ બધા જ સ્વીકારે છે અને બધા જ વિવેક અને પુરુષાર્થ ઉપર ભાર આપે છે. અલબત્ત, આ ભાર આપવાની દૃષ્ટિ અત્યારે કમલેગમાં પણ ઘટાવી શકાય. પહેલાં તે ભક્તિ અને જ્ઞાનયોગમાં પણ ઘટાવાતી. સાર્વજનિક કલ્યાણને પરમ ધ્યેય અને શ્રેય માની તે માટે જ વિવેક અને પુરુષાર્થ સેવવો હોય તે પણ એ દષ્ટ અને શક્ય છે. ગમે તે સત્કાર્ય—પછી તે વૈયક્તિક હોય કે સામૂહિક હોય–તેમાં વિવેક અને પુરુષાર્થ આવશ્યક છે જ. લેખકે આ મુદ્દાનું વિશદીકરણ પિતની ઢબે કર્યું છે એટલું જ. એ વિશદીકરણ તાજગી તે આપે જ છે. પરિશિષ્ટ ૫, ૪૬, ના મેં ઘા રો વિના' આના ઉત્તરમાં લેખકે જે હિંદી ભજન રચ્યું છે તે ભારે આકર્ષક અને ગેય છે. ખરી રીતે બે દિવસનું જીવન એને શબ્દાર્થ લેવાને નથી, માત્ર અલ્પ જીવનને જ પૂર્ણ માની તેને સુખનું સાધન લેખનાર રાગી અને નાસ્તિકને તે ભજન ચીમકી આપે છે અને સૂચવે તે એ છે કે શરીરજીવન એ શાશ્વત જીવનની સિદ્ધિઓ મેળવવાનું એક સાધન છે. એને ઉપયોગ એ રીતે જ કરે. માત્ર વર્તમાન સુખમાં મહાછવનની સિદ્ધિઓ ન વિસરવી. બ્રહ્માનંદને એ જ Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] દર્શન અને ચિંતન ભાવ છે. એને બહુ ગ્ય રીતે લેખકે નવા ભજનમાં સ્ફટ કર્યો છે. બે દિવસનું જીવન એ કથનને તાત્પર્યાર્થી જ્યારે નવા ભજનમાં બહુ ખૂબીથી વ્યક્ત થાય છે ત્યારે જૂના અને નવા ભજન વચ્ચે વિરોધ નથી રહેતું. પહેલેને બંગાથે બીજાને વાચ્યાર્થ બને છે. એટલું ખરું કે સ્થૂલદષ્ટિ લેકો બે દિવસનું જીવન” એટલા કથન ઉપરથી વર્તમાન જીવન પ્રત્યે વૈરાગ્ય કે ઉદાસીનતા કેળવે તો તેમાં સામષ્ટિક જીવનનું કલ્યાણ સાધવાની છૂર્તિ નથી પ્રગટતી. જ્યારે નવું ભજન એ સંસ્કાર ઊભું કરે છે કે તે એવી સ્મૃતિ પ્રગટાવે. ખરી રીતે પ્રાચીન ઉદ્ગારેના ગૂઢ અર્થે ન સમજાયાથી જે દે ઉત્પન્ન થાય છે તે આવા સ્પષ્ટીકરણથી જ દૂર થાય. “હંસલે નાને ને દેવળ જૂનું રે થયું' એ ઉદ્દગાર કેટલે અર્થવાહી છે! પણ તેનું લેખકે કરેલ ભાષ્ય ન હોય તો બહુ ન સમજાય; રૂપકથી આગળ ન વધી શકાય. ખંડ બીજો ૧. અવતારભકિત આમાં જે વિચાર મૂક્યો છે તે બહુ કામને છે. અવતાર અને ગુરુભક્તિને નામે જે વિકૃતિઓ જામી છે તેનું નિવારણ થવું જ જોઈએ. અને આ લેખ તે માટે બહુ ઉપયોગી છે. જ્યાં દેખે ત્યાં અવતાર અને ગુરુભક્તિને નામે સંપ્રદાય ચાલે જ છે. ખૂબી તે એ છે કે એક સંપ્રદાય બીજાના અવતાર અને ગુરુને ભક્તિપાત્ર નથી લેખતે; જ્યારે બધા અત્યંત વિરોધી રૂપે પ્રવર્તે છે. આ લેખમાં બ્રાહ્મણમાનસની જે કલ્પના ચાતુરી, જે વિદક શૈલી અને જે રૂપકવર્ણનની હથોટીને ઉલ્લેખ છે તે સાચે છે. આ લેખ સ્ત્રીપુરુષ દરેકને–ખાસ કરી ભેળા શ્રદ્ધાળુને—માટે બહુ કામને છે. ૨. બે દૃષ્ટિએ * બે દૃષ્ટિમાં એક નૈગમ યા વ્યવહાર યા મિશ્રિત કે આપિત દષ્ટિ છે, જ્યારે બીજી શુદ્ધ અને નિશ્ચયષ્ટિ છે. આરોપિત દષ્ટિ પ્રમાણે અવતાર અને ગુરુને પરમેશ્વર માનવામાં આવે છે. એનો મૂળ ઉદ્દેશ તે અવતાર અને ગુરુનું બહુમાન વધારવા અને ભક્તિ પોષવાને છે, પણ અવિવેક ભળતાં જ તેનું પરિણામ અનિષ્ટ આવે છે. બહુમાન પામનાર અને બહુમાનનું ફળ Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુશીલન [ ૧૦૯૭ ભગવનાર માન અને ભોગની લાલસામાં ભક્તોનું પતન નિહાળી નથી શકતા. ભક્તો પણ ગાડરિયા પ્રવાહથી વધારે ને વધારે પડતા જાય છે. તેથી જાગ્રત કરવા માટેની બીજી શુદ્ધ દૃષ્ટિ છે, જે એવા પતનથી બચાવે ખરી. ઈશ્વર કે ખુદા એ સાવ જુદી વસ્તુ છે એવું દૃષ્ટિબિંદુ ક્રિશ્ચિયન, મુસલમાન અને યાદીનું છે. જેઓ ઈશ્વરને સ્વતંત્ર વ્યક્તિ ન માનતા માનવમાત્રમાં પ્રયત્નસાધ્ય ઈશ્વરત્વ માને છે તેઓ કોઈને અવતાર માને છે ત્યારે એનો અર્થ એટલે જ છે કે તેણે પ્રયત્નથી ઈશ્વરત્વ સિદ્ધ કર્યું. બીજા પણ તેમ કરી શકે. એટલે તેના પ્રત્યે બહુમાન વધે છે, પણ તે સીમિત નથી રહેતું. ગુરુને તો તેઓ ત્યાં લગી જ માને છે, જ્યાં લગી તેનામાં ગુખ્ય સદ્ગણો હોય. એટલે ગુમાં ઈશ્વરને વારસે માનવાની ભૂલથી બચી જાય છે. ગુરુને ઈશ્વર જેવા માનવાને પરિણામે સવપણની ભાવનામાંથી અનાચાર પિોષાય છે, એટલે એ દષ્ટિનું સંશોધન ઈષ્ટ છે. અવતાર કે ગુસમાં ઈશ્વરની માન્યતાને જે લાક્ષણિક કે આલંકારિક અર્થ છે તે લેખકે બહુ સરસ રીતે સ્કુટ કર્યો છે. કનક-સુવર્ણ અને જલ– સમુદ્રનાં દષ્ટા સમર્થક છે. આ લેખમાં માન્યતા પાછળની દૃષ્ટિનું સંશોધન છે. તત્ત્વજ્ઞાન કે દૃષ્ટિસંશોધન આચાર ઘડે છે. આચારનું પીઠબળ જ એ છે. પણ એક વાર આચાર સ્થપાયા પછી તેની પ્રેરક દૃષ્ટિમાં ફરી કોઈ સંશોધન કરે ત્યારે નવા સંશોધન પ્રમાણે પુનઃ આચાર જલદી જલદી બદલાતું નથી. એટલે દષ્ટિમાં સંશોધ થતાં રહે છે અને જૂની આચારપ્રણાલિઓ પણ ચાલુ રહે છે. તત્ત્વજ્ઞાન આગળ વધે છે અને આચાર પાછળ જ પડ્યો રહે છે. અદ્વૈતનું તત્વજ્ઞાન ખરું, પણ જીવનમાં સ્પર્શાસ્પર્શ આચાર માત્ર દેતપ્રધાન જ છે. અત વ્યવહાર વર્ણધર્મમાં નથી. એ સૂચવે છે કે આચારનું ખોખું જૂનું અને અત ભાવના પાછળની. અત ઉપર જ પ્રથમથી આચાર ઘડાય હેય તે આ સ્પર્શાસ્પર્શ આવી ન શકે. ભ્રાતૃભાવનો સિદ્ધાંત દલીલમાં છે. તભૂલક તેને આચાર પણ પ્રથમથી જ છે. એ સિદ્ધાંત અને આચાર સાથે સાથે ચાલે છે, જ્યારે હિંદુ ધર્મમાં તેમ નથી. મૂર્તિમાં ઈશ્વરત્વ માનવાની વિરુદ્ધ દષ્ટિ નવા સંપ્રદાય દ્વારા આવી, પણ સાધારણ સમાજ મૂર્તિ માનતે ન અટકો. યત્ર નાર્યસ્તુ પૂરાસે એ વિચાર ક્યારેક સ્થિર થયે, પણ વ્યવહારમાં નારીની અવગણના જ ચાલુ રહી. અવગણના નહિ તે તેનું ઊતરતું સ્થાન તે ખરું જ, Page #9 -------------------------------------------------------------------------- ________________ ૮ ] દર્શન અને ચિંતન સમાનતાને વ્યવહાર સ્થપાયા નહિ. આ બધું સૂચવે છે કે વિચારા વિદ્યુતવેગે તિ કરે છે અને આચાર રશિયા ગાડાને વેગે. ૩. ઉપાસનાશુદ્ધિ આ લેખમાં સત્ય અને અવ્યભિયારિણી ભક્તિ ઉપર ભાર આપ્યા છે. ધાર્મિકતા માટે એ આવશ્યક છે. માત્ર ધ ગ્રન્થાનું અધ્યયન કે પાંડિત્યપૂર્ણ અધ્યયન કે વિશાળ વાચન ધાર્મિકતા આણી શકતાં નથી. ઊલટું, એવી બહુશ્રુતત્વવૃત્તિ ધાર્મિકતાને શકે પણ છે. ધાર્મિ કતા એટલે ધનિષ્ઠા; ધર્મ નિષ્ઠા એટલે સદ્ગુણોની ખીલવણી અને કાઇ એક આદર્શ પ્રત્યે અનન્ય નિષ્ઠા. આ એક નિરાળી જ ભૂખ છે, જે અધ્યયનના ખારાકથી સંતોષી ન શકાય. આવા અંગત અનુભવ છે જ. લેખકે જોકે હિંદુધર્મની ઉપાસનાને ખીચડી રૂપ કહી છે અને ઇસ્લામની ઉપાસનાને સચ્ચારિણી અનન્ય નિષ્ઠા કહી છે. એ વાત સાચી પણ છે. પરંતુ એમાં જ્ઞાન ન હેાવાથી અને દ્વેષાવહ અને છે. ખીચડી ઉપાસના એટલે ફાવે ત્યાંથી લાભ ઉઠાવવા ફાવે તેને વળગવાની વૃત્તિ. અને એકનષ્ફ ઉપાસના એટલે એકને જ વળગવાની વૃત્તિ. આ તેમાં જો ચિત્તાગતું હાય ને વિવેક ટાય તે અને ગુણાવહ નીપજે. અનેક દેશના સમન્વય નાનશુદ્ધ હોય તો મુસલમાનની પેઠે અન્ય પ્રત્યે અદેખાઈ કે દ્વેષ ન આવે. મુસલમાનએ જ અન્ય દેવેશન ધ્વંસ કર્યો છે, તે અજ્ઞાનયુક્ત એકનિષ્ઠાને કારણે, જો ખરેખર તલસ્પર્શી જ્ઞાન હાય તો એકનિષ્ઠ ઉપાસના હોય કે બહુનિષ્ઠ ઉપાસના હાય તોય તે ઉદાત્ત બને. એટલે મારી દૃષ્ટિએ તે જરૂર હોય તો સમત્વ, ઉદારતા, ચિત્તશુદ્ધિ અને વિવેકની છે. માત્ર ખુદાનો ઉપાસક પણ્ જો તે સુચિત્ત હોય તે ઇતર દેવા પ્રત્યે સહિષ્ણુતા થવાના જ. અને અનેક દેવાતા ઉપાસક પણ તે શુધ્ધિ હાય તો તે પણ આડે રસ્તે ન દ્વારાય કે કાઇને દારૂં નહિ. ગાંધીજીનાં પ્રાથના શત્રુમેળા હતી તેટલામાત્રથી તે વ્યભિચારિણી હતી અને ઊલટુ' ઔર ગજેબની નમાજ અવ્યભિચારિણી હાવાથી અનુકરણીય હતી એમ પણ નહિ કહી શકાય. ગાંધીજીમાં સાચી ધનિષ્ઠા અને વિવેકી સમચિત્તતા હતી તેથી તે પ્રાના ખીચડી હાવા છતાં શાભતી. પણ એક મદિરમાં બેસાડેલ અનેક દેવેને શત્રુમેળા એ કુતૂહલવ ક અને પણ ચિત્તશોધક કે ધ પોષક ન બને. કાઈ કીર માત્ર ખુદાને માનવા છતાં બિલકુલ વિવેકી, સચિત્ત હાય તે તેનું સ્થાન અનુકરણીય ખરું. એટલે લેખક અભિચર્ચારણી ભક્તિ વિષે કહે છે ત્યારે તેમાં વિવેકી, Page #10 -------------------------------------------------------------------------- ________________ અશોધન [૧૦૯૯ જ્ઞાન અને સમચિત્તતાની હિમાયત છે જ. અને દેવ–સમન્વયમાં પણ જો એ તત્ત્વ હોય તે લેખકે સ્પષ્ટ કહ્યાં ન છતાં તે ગ્રાહ્ય ગણાવું જોઈએ. લેખકને ધર્મવિકાસ થયે તે અમુક રીતે ખરું. પણ બધાને વિકાસ કાંઈ એક જ રીતે નથી થતું. રામકૃષ્ણ ધાર્મિક હતા એમાં શંકા નથી. તેમની ઉપાસનામાં અનેકહેવનિષ્ઠા હતી અને છતાં વિકાસ થયો. ૪. ઈશ્વરનિષ્ઠાનું બળ સત્યને વળગી રહીને જ જીવનક્રમ ચલાવવાની અને પિતાનું ધ્યેય સિદ્ધ કરવાની જે શક્તિ તે જ સત્યાગ્રહ. આમાં સાધ્ય અને સાધન વચ્ચે સંબંધ સત્યને જ હોય છે. આ જ ઈશ્વરનિષ્ઠાનું બળ અગર અધ્યાત્મબળ છે. ૫. પરોક્ષપૂજા માત્ર પક્ષને જ મહિમા ગા-સ્વીકાર એ જીવનને પાંગળું અને આંધળું બનાવે છે. ભૂતકાળના પ્રથ, આદશી કે સસ્પષે પ્રત્યેની શ્રદ્ધાએ વર્તમાન કાળના એગ્ય પુરૂષ પાસેથી તત્વદષ્ટિ શીખવતાં અને વર્તમાન કર્તવ્યનું ભાન કરતાં આડે આવવું ન જોઈએ. એ પ્રાચીન શ્રદ્ધા વર્તમાન પ્રકટ પુરુષ પ્રત્યે નવે રૂપે જન્મવી જોઈએ. તે જ તેનું સંસ્કરણ થયું ગણાય, નહિ તે ભરણ. ૬. બેટી ભાવિકતા ચાલુ જીવન વ્યવહારમાંથી કોઈ નાની જેવી બાબત પકડી લઈ તેનું રે લેખક વિશ્લેષણ કરે છે અને અંધશ્રદ્ધા તેમ જ માણસની નબળાઈ ઉપર પ્રહાર કરે છે ત્યારે તે સાચું હોવા ઉપરાંત બહુ મરમ પણ બને છે. એમની એ હથેટી છે. બે દષ્ટિવાળા લેખમાં પણ એક પ્રવાસ વખતે બનેલ ઘટનાના તાત્વિક વિશ્લેષણનું મનરમ ચિત્ર છે. ૭. ઈશ્વર વિષે કેટલાક પ્રશ્નો આ લેખમાં ઈશ્વર અને કર્મનું જીવનમાં શું સ્થાન છે એનું વર્ણન છે. અને ઈશ્વર વિષે નાસ્તિકતા પેદા કરનાર નવલેખકની ચિમકી લીધી છે. સંસાર અને ધર્મ ધર્મ ૧. ધર્મનું નવનિર્માણ; ૨. નવી દૃષ્ટિ નવીદષ્ટિમાં એમણે જુદે જુદે સમયે જે કાંઈ વિચાર્યું અને છહ્યું છે તેમ જ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૦ ]. દર્શન અને ચિંતન આચર્યું છે તેને ટૂંકમાં પડે છે. એમણે તત્વજ્ઞાન વિષે, સમાજ-સુધારા વિષે, જીવનના અર્થ વિષે, ઈશ્વરનિષ્ઠા વિષે કે સપ્રદા વિષે જે કાંઈ વિસ્તારથી લખ્યું છે, તેને સાર જ આમાં આવ્યો હોય એમ લાગે છે. એટલે નવી દષ્ટિવાળા લેખ સૂત્રાત્મક છે. બીજા ઘણું લેખે એનાં ભાળે છે. અભ્યાસી પ્રથમ નવી દષ્ટિ વાંચે અને પછી તે મુદ્દા કે નિયમ પર જે અન્ય લેખે હોય તેને વાંચે તે અભ્યાસમાં, સમજણમાં સરળતા પડે. દા. ત. “નવી દષ્ટિમાં જીવનને અર્થ નવેસર સમજવાનું કહ્યું છે. આ માટે વાચકે “જીવનને અર્થ” એ લેખ વાંચ ઘટે. કર્મ વ્યક્તિગત કે સમાજગત એને ઉત્તર “ઈશ્વર વિષે કેટલાક શ્રમ” એ લેખમાંથી મળે. એમ કહી શકાય કે આ લેખ નાની જીવનપોથી છે. ૩. શાસૂદષ્ટિની મર્યાદા આ લેખમાં સંતદષ્ટિની અગર તો અનુભવની કે વિવેકશક્તિની શ્રેષ્ઠતા સ્થાપી છે, જે સામર્થગની કોટિમાં આવે. કેમકે એ પ્રત્યક્ષ પ્રમાણ છે. શાસ્ત્રાવલંબી દષ્ટિ ગમે તેવી વિદ્વત્તાવાળી હોય તેય તે પરોક્ષ છે અને આસપાસના દબાણથી કે અનુસરણથી મુકતપણે વિચારી શકતી નથી. ગમે તે વિદ્વાન પણ પરંપરાને ઓળંગી નથી શકત; જ્યારે સંતમાં એ સામર્થ હોય છે. શાસ્ત્રાવલંબન લેકભક્તિમાં પરિણમે છે. તે અનુસ્રોત પ્રવૃત્તિ છે; જ્યારે સંતદષ્ટિ તેથી ઊલટી છે. તેમાંથી જ શાસ્ત્રો અને વિદ્વાનોને ખોરાક મળી રહે છે. લેકે સંતની દૃષ્ટિને આવકારે છે ત્યારે એમ નથી જોતા કે એણે કેટલાં શાસ્ત્રો વાંચ્યાં છે કે વિદ્વાન જ્યારે તેઓ વિદ્વાન પાસે તેની અપેક્ષા રાખે છે. શાસ્ત્રદષ્ટિવાળા માણસનું આત્યંતિક સમર્થન કરીને પણ છેવટે સંતના પગમાં જ પડે છે, કેમકે તે બંધનમુક્ત છે. આ લેખ દરેક સામ્પ્રદાયિક મનેત્તિવાળા માટે ભારે મનનીય છે. ૪. શાસ્ત્ર વિવેક . આમાં અનુભવ અને શાસ્ત્ર, આપ્તવાક્ય તેમ જ અનુમાન વચ્ચેનું તારતમ્ય બતાવ્યું છે, જેને નહિ જાણવાથી મૂઢતા આવે છે. આ અને શાસ્ત્રદષ્ટિવાળે લેખ બંને એકબીજાના પૂરક છે. બંને દ્વારા સામર્થ્ય યોગનું જ મહત્વ બતાવાય છે અને તે માટે યોગની અનિવાર્યતા પણ સૂચવાય છે. ૫. ધર્મસંમેલનની મર્યાદા - આ લેખમાં ધર્મસંમેલનની મર્યાદા એક સાચા સત્યાગ્રહીને શેભે એ Page #12 -------------------------------------------------------------------------- ________________ અનુશીલન [ ૧૧૦૧ રીતે બતાવી છે. જાણે કે ગાંધીજી એકધર્મનિષ્ઠ રહીને અનેક ધર્મો પ્રત્યે સમભાવ પછી દરેકમાં જે મહત્વને સુધારો કરવા જીવન જીવ્યા છે, તેનું જ નિરૂપણ આમાં ન હોય? ખરી રીતે ગૂઢ અને વિવિધ સમસ્યાઓને ખાસ કરી સર્વધર્મસમભાવને લગતી સમસ્યાઓને ઉકેલ કર હોય તે તે માત્ર કલ્પનાથી નથી થઈ શકત, પણ એ પ્રકારનું કોઈ જીવન જીવ્યો હોય અને એવા જીવનનો આખો પટ નિહાળ્યું હોય અને પોતે પણ પછી એમાં હૃદયથી રસ લેતો થયો હોય તો જ આ ઉકેલ સ્પષ્ટપણે સૂચવી શકાય છે; કેમકે એક બાજુથી તેણે બીજાનું એવું જીવન નિહાળ્યું હોય છે અને બીજી બજાથી તેણે પણ એ માર્ગમાં રસ લઈ અનુભવ સાઓ હોય છે. આ જ કારણથી વર્તમાનની પેઠે અતીત ઘટનાઓ પણ સામે હોય તેમ લાગે છે. આ લેખમાં લેખક તેવું જ નિરૂપણ કૌશલ દર્શાવે છે. ૬. સંક૯પસિદ્ધિ સંકલ્પ સિદ્ધિને નિરૂપણ દ્વારા તો કર્મના કાયદાનું જ નિરૂપણ કર્યું છે, તે અનુભવસિદ્ધ હોવાથી તાદશ છે. એ વિચાર એમણે સાધના દરમિયાન કર્યો હશે. ૭. જપ જપ વિષે જે લખ્યું છે તે તેમણે અનુભવ્યું જ છે. પ્રાચીન સાધકોને અનભવ તો હતો જ. બાપુના જપે સૌને બતાવી આપ્યું કે તે કે ચિત્તની સ્થિરતા, બેયની સ્મૃતિ અને સંકલ્પની સિદ્ધિમાં ઉપયોગી છે. છેવટે પણ, “રામ” એ જ નામે તેમને સમાહિત ચિત્તે મરણને આવકારવા પ્રેર્યા. ' પણ આ લેખમાં જે જંગલ અને સ્ટોરહાઉસને દાખલે છે તે ચિત્તગત નાના-મોટા અસ્તવ્યસ્ત અને ચંચલ-અચંચલ, સારા-નરસા સંસ્કાર કે સંકલ્પને દૂબહૂ ચિતાર આપે છે અને દરેકને પિતાનું મન સાક્ષાત જેવું કરવામાં મદદ આપે છે. ખરી રીતે આધ્યાત્મિક સાધનામાં ઉપયોગી મનાતી જપ જેવી વસ્તુઓને લેખક દરેક ક્ષેત્રમાં ઉપયેગી થઈ પડે એવી જાતને ખુલાસો કરે છે. આવું વિશ્લેષણ, વિશદીકરણ, અને વ્યાપકીરણ ભાગ્યે જ અન્યત્ર હશે. ८. यज्ञात्वा मोक्ष्यसे शुभात् । કર્મ અને ધર્મ વચ્ચે ભેદ નથી મા એ બરાબર છે. કેમ કે ધર્મ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ] દન અને ચિંતન અદ્ધિથી જ કરાય તે કર્યું એ વ્યાખ્યા સારરૂપ છે. વળી ચિત્તશુદ્ધિ અને તે માટેના યમ-નિયમ, ભાવના આદિ દ્વારા જીવન એ લક્ષ્ય હોય તે આત્મસાક્ષાત્કાર વગેરે હશે તે આપેઆપ સિદ્ધ થઈ જશે; અન્યથા સ્વરૂપનિષ્ઠા તા થશે જ. ૯. બ્રહ્મચર્ય અને અપરિગ્રહ બ્રહ્મચર્ય પાળતા પણ પરિગ્રહી દેખાય છે. મર્યાદિત બ્રહ્મચય હાય છતાં અપરિગ્રહી હોઈ શકે; બ્રહ્મચય અને અપરિગ્રહ વચ્ચે કારણ-કાર્ય ભાવ નથી. પણુ અપરિગ્રહની દષ્ટિએ ભ્રહ્મચર્ય સ્વીકાર્યું હોય તો તે પોષક જરૂર ખતે, મર્યાદિત બ્રહ્મચર્ય થી સંતતિ થાય તોય તે અમુક પ્રમાણમાં અપરિ ગ્રહનું પોષક બને છે. કેટલીક વાર અપરિગ્રહની શુદ્ધ ભાવનામાંથી બ્રહ્મચર્ય સાચી રીતે આવે છે. કેટલીક વાર શુદ્ધ બ્રહ્મચર્યની દૃષ્ટિ હોય તે અપરિગ્રહ આપોઆપ પાષાય છે. મૂળ વાત સાચી સમજણુ અને વિવેકની છે. ૧૫. કમજોર સાત્ત્વિકતા ધન અને સાધનયાગ વિષે અનેક ભ્રમો પ્રવર્તે છે. તે ભ્રમા મનમાં પડચા હોવા છતાં જ્ઞાનથી મેાક્ષ છે કે ચારિત્રથી મેાક્ષ છે-એ સૂત્રને અવલખી જ્ઞાન કે ચારિત્રસિદ્ધિને પ્રયત્ન થાય છે. તેથી સાચું જ્ઞાન તેા મળતું નથી અને માત્ર ચાલુ વતામાં જ ચારિત્રની ઇતિશ્રી સમજાય છે. તેથી જ્ઞાન, મોક્ષ, ચારિત્ર ઇત્યાદિ વિષે સાચા જ્ઞાનની જરૂર છે, અને ભ્રમ નિવારવાની પણ જરૂર છે. નાન જેટલી જ બલ્કે તેથીયે વધારે સિદ્ધાંતને વળગી રહેવાની વૃત્તિ આવશ્યક છે. જન્મ-મરણના કાલ્પનિક ભયા એ ભ્રમ છે. જપ-તપ કે વ્રતનાં સ્થૂળ રૂપે, જો એમાં સૂક્ષ્મ વિવેક, ધૈય અને સત્પુશ્ત્રાર્થ ન હોય તો, દ્રવ્યરૂપ ખની જાય છે. આવા દ્રવ્યધથી બચવાનું દરેક સાચા ધર્માત્માએ કહ્યુ છે. જેનામાં ભાવધમ જાગતા હોય તેના બધા વ્યવહાર ધર્મરૂપ જ બની જાય છે. ભાવધમ એટલે સૂક્ષ્મ વિવેક, તેને વધારવા અને શોધવાની ખંત, સતત જાગૃતિ અને પૌર્વોપનું ભાન. વિશાળ આદશ પ્રમાણે જીવન જીવ્યા વિના અસતાષના સમાવેશ થાય છે. ૧૬. કક્ષય અને પ્રવૃત્તિ આ લેખમાં દરેક મુક્તિવાચ્છુ સમ્પ્રદાયને સતષે એવા નિવ્રુત્તિ-પ્રવ્રુત્તિ, વૃત્તિ અને પરાત્તિને ખુલાસા છે. જે કમ જ્ઞાન અને ચારિત્રને ઉતરાત્તર વિકસાવે, તેના ઉપર માઠી અસર ન કરે, તે કર્માં નિવૃત્તિ કેાટિમાં આવે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અનુશીલન [૧૧૦૩ એમ કરતાં જ્ઞાન અને ચારિત્રની એવી સ્થિતિ આવે છે કે પછી કર્મ તેના ઉપર કોઈ પણ જાતની અસર કરી શક્તાં જ નથી. આ જ સ્થિતિ મોક્ષ છે. આ લેખમાં સભાન દાન આપનાર અને સભાનપણે પામનાર વચ્ચે જે વૃત્તિભેદને કારણે ફેર બતાવ્યો છે તે જૈન પરંપરાના ગ્રન્થ સમજવામાં ઉપયોગી છે. વળી ક ખ ગ ઘ એ ચારે દાનકમદિ છોડી દે અને ૫ ફ બ ભ ચારે અન્ન ન પામે, ભૂખ્યા રહે તે ત્યાં પણ જુદી જુદી અસર દેખાય છે. એટલે પ્રવૃત્તિ કે પરાવૃત્તિમાં ફેર નથી પડતે; પણ જે કોઈ શુદ્ધ આશયથી સભાનપણે એ ચારે દાન આપે અને ચારે લે તે તેમાં કાંઈ ભેદ નહિ જાય. ચારે લેનાર કે દેનારનાં જ્ઞાન કે ચારિત્ર ઉપર કુસંસ્કારની રજ નહિ પડે, ઊલટાં તે વધારે જળહળશે. કારણ કે એની પાછળ વિવેક, સમભાવ, કર્તવ્યબુદ્ધિ અને અહંકાર છે. આ લેખ બહુ જ ગેરસમજ દૂર કરનાર હવાથી સર્વોપયોગી છે, અને એ ભ્રમણાનિસાસ કરાવનારે છે. કમજોર સાત્ત્વિકતાની પેઠે આ લેખ ધર્મવર્ગમાં ચલાવવા જેવું છે, અથવા અધિકારીને વાંચવાની ભલામણ કરવા જેવા છે. તત્વજ્ઞાનના કેટલાક ગહન લેખે અમુકને માટે જ ઉપયોગી છે, જ્યારે કમજોર સાત્વિકતા અને કર્મક્ષયવાળા લેખ સર્વગમ્ય જેવા છે. તેથી એ ઉચ્ચ વર્ગમાં સમજાવવા લાયક છે. આ બે અને બીજા એવા કેટલાય લેખે અમુક કક્ષાના જિજ્ઞાસુની દૃષ્ટિએ જુદા તારવી છપાવવા અને ધર્મવર્ગમાં ચલાવવા જેવા છે. એમાં સંકલ્પસિદ્ધિ અને જપ જેવા લેખને પણ સ્થાન છે. ૧૭. ધર્મ અને તત્ત્વજ્ઞાન આધ્યાત્મિક શેધ કરતી વખતે અંતરવલોકન, પૃથકકરણ અને વાસનાશોધન તે સ્વપૂરતું જ-વ્યક્તિ પૂરતું જ, પ્રત્યગતિમાન પૂરતું જ કરવાનું હોય છે. એ જેમ જેમ થાય તેમ તેમ વ્યક્તિત્વ કે જીવત ઓસરતું જાય છે અને તેમાંથી પરિણમત આચાર તેટલા પ્રમાણમાં વ્યાપક અને મહાયાની બને છે. અને છેવટે સર્વના કલ્યાણથી અતિરિક્ત સ્વકલ્યાણ કે સ્વમુક્તિ ભાસતી જ નથી. જે જગતના મૂળમાં એક જ ચૈતન્ય છે એમ માન્યું હોય તે કઈ પણ મુમુક્ષુ વ્યક્તિગત મક્ષ કલ્પી શકે નહિ. તેમાં જ સંતુષ્ટ રહી શકે. અને જે જગતના મૂળમાં અનેક ચેતન છતાં તે સમાન છે એમ માન્યું તે પણ કઈ મુમુક્ષુ વૈયક્તિક મેક્ષ આદર્શ સાથી સંતુષ્ટ થઈ શકે નહિ; કેમકે તે તે તેનો સમાનતાને સિદ્ધાન્ત જ હણાય. એકચૈતન્યવાદી હોય કે Page #15 -------------------------------------------------------------------------- ________________ **] દૂન અને ચિંતન અનેક-સમાન--ચૈતન્યવાદી હાય અને સાચા મુમુક્ષુ હાય તો તેણે મહાયાની થવું જ રહ્યું. એમ લાગે છે કે આ જ કારણથી મહાયાનની ભાવના ઉધ્યમાં આપમેળે આવી હશે. વૈયક્તિક મેાક્ષને વિચાર કર્યાં તેા ચેતનવૈષમ્યના વિચારમાંથી, કાં તો પુણ્ય-પાપકૃત સહેજ અને અનિવાય વૈષમ્યના વિચારમાંથી જે જાતિવાદી કમકાંડ ચાલેલો તેના જ અવશેષરૂપે સભવે છે. જ્યારે મેાક્ષની કલ્પના ન હતી કે નહિ હૈાય ત્યારે પણ લોકાપુણ્ય દ્વારા ઉચ્ચ પદ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા, પણ તે પ્રયત્ન પાતા . પૂરતા જ હતેા. આ સસ્કાર વારસાગત થઇ ગયા. જ્યારે મેાક્ષની ભાવના દાખલ થઈ ત્યારે પણ એ જ વૈયક્તિક ઉચ્ચતાપ્રાપ્તિના સરકારને લીધે વૈયક્તિક માક્ષનુ જ વલણ રહ્યું. તે હજી લગી ચાલુ છે. પણ આત્મસમાનતાવાદ અગર આત્મકચવાદની સાથે એને મેળ નથી. સમાનતા અને એકતાની અનુભૂતિ તો સમુક્તિ દ્વારા જ થઈ શકે. એટલે સમુક્તિની દૃષ્ટિએ જ મુમુક્ષુના આચાર-વ્યવહાર હોવા ટે; એ જ આદશ હેાઈ શકે. “ આપણે રીઢા વ્યક્તિવાદી અન્યા. જેતે પેાતાના જ હિતની વધારે ચિંતા લાગે અને જગતની બિલકુલ ન લાગે તે વધારે સાચા મુમુક્ષુ કહેવાય.” (પૃ. ૧૮૮૨) એ ઉપરથી મુદ્દો એ ફલિત થાય છે કે આધ્યાત્મિક સાધના વખતે અને સિદ્ધિ પછી પ્રથમ હિનયાની માનસ નિવારવું ઘટ. વૈષમ્યની અવસ્થા વખતે તેની આપત્તિ માટે જે કર્મવાદ વૈયક્તિક દૃષ્ટિએ વિચારાયેલો તે જ સમાનતા અને અદ્વૈતની અવસ્થા વખતે પણ તે જ રીતે વિચારવામાં આવ્યા. અને એ સામાજિક કર્મફળ ભોગવાય છે. એકનું કમ બીજામાં ફળ આપે છે. એ સામાજિક કળવાદ. કાઈ એકનું કમ માત્ર તેનામાં જ સમાપ્ત થાય છે અને બીજાને તેને અનુભવ થતા જ નથી, આવા વિચાર તે વૈયક્તિક કમવાદ છે. આથી ઊલટું તે સામાજિક કવાદ, પૂ. ન. ૨૦૬, ન. ૩૬. અહીં' જે વ્યક્તિમાત્રને પરસ્પર અનિવાર્ય સબંધ કહ્યો છે, કાઈ ખીજાથી સાવ છૂટું ન હોવાની વાત કહી છે તે વસ્તુતઃ સાવજનિક કલ્યાણુંમય આચાર સ્થાપવાની વૃત્તિમાંથી ઉદ્ભવેલ છે અથવા એ જ તત્ત્વજ્ઞાનને આધારે સાનિક આચાર ધડાવા જોઈએ એવું વિધાન ઈષ્ટ છે. આ તત્ત્વજ્ઞાનના વાદ દ્રવ્ય-પર્યાયમાં, બ્રહ્મજીવમાં, ષ્ટિ-સમષ્ટિમાં, અશાંશીમાં છે. તો ખરી, પણ તે આચારપ`વસાયી નથી ખન્યો. વૈચિત્ર્ય અવસ્થાના વ્યક્તિવાદ વિષયક Page #16 -------------------------------------------------------------------------- ________________ અતુલન [ 105 આચાર સામે ઉદ્ભવી શક્યો નથી. તત્વજ્ઞાન આગળ વધતું ગયું, પણ વૈયક્તિક કર્મવાદ અને આચારવાદ એની સાથે મારી મચડીને બેસાડવામાં આબે અથવા તેને તે જ કાયમ રહેશે. અત્યારે એ આગળ વધેલ તત્ત્વજ્ઞાન પ્રમાણે જ ધર્મ ઘડા જોઈએ. આમાં તત્વજ્ઞાન અને ધર્મ બંનેને તદ્દન મુક્તદ્વારા કરવામાં આવ્યા છે જેથી તે જે જે સમ્પ્રદાયને આશ્રયે ઉદ્દભવ્યા હોય અગર પાછળથી વિકાસ પામ્યા હોય અને તેમાં જ રૂધાઈ ગયા હોય તે બધા સમ્પ્રદાયથી મુક્તિ મેળવી એકબીજાને આલિગે, ભેટે અને સમૂહવત્ વ્યાપક બને. વળી એમાં એ પણ ઉદિષ્ટ છે કે તત્ત્વજ્ઞાનનું પર્યવસાને ધમચારમાં જ થવું જોઈએ. જે તત્ત્વજ્ઞાન ધર્માચારમાં ન પરિણમે તેને તત્ત્વજ્ઞાન કહેવાને શો અર્થ? અને ધર્માચાર પણ તે જ મુખ્ય હેઈ શકે જેમાં પ્રથમ માનવતાની શુદ્ધિવૃદ્ધિ અભિપ્રેત હોય ત્યાર બાદ જ તેનાથી સંબદ્ધ જ સર્વભૂતાહિતને વિચારય ગણાય. માનવતાનું પૂરેપૂરું પિષણ ન થતું હોય ત્યારે સર્વ. ભૂતહિતગામી ધર્માચારે પણ શુષ્ક થઈ જાય છે.* * શ્રી કિશોરલાલ મશરૂવાળા કૂત “સંસાર અને ધર્મ " ગ્રંથનું પંડિતજીએ કરેલ અનુશીલન,