SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ અનુશીલન [ ૧૦૯૧ દુખરૂપ નથી લેખ. આવો વિવેકી પણ આગમાં શૈત્યને કે બરફમાં આગ અનુભવ નથી કરતો. તેની ઈનિ અન્યની પેઠે છે તે રૂપે જ વસ્તુને અનુભવે છે. પણું એમ બને કે એક અવિવેકી આગ. ઝેર કે શાળીથી પ્રતિકૂલ વેદના થતાં જ જીવનમેહને લીધે હાયહાય પિકારી ઊઠે. જ્યારે વિવેકી એ પ્રતિકૂળ વેદના અનુભવવા છતાં મન ઉપર એટલે કાબૂ રાખે કે તેથી તેની પ્રસન્નતામાં ફેર ન પડે. સિક્રેટિસને ઝેર તે કડવું જ લાગેલું, એનો કેફ પણ ચડે, પણ કોઈ ઉચ્ચ સિદ્ધાન્ત અને આદર્શના પાલનની ખુમારીમાં તેને એ દુઃખ સહ્ય બનેલું. એ જ વાત ક્રાઈસ્ટ અને બીજાને લાગુ પડે છે. સુખદુઃખ એ માનસિક સંવેદન છે. મનને જેવું ઘડવું હોય તે પ્રમાણે છેવટની અસર થાય. એટલે જગતની સુખ કે દુઃખરૂપતા માનસિક ઘડતર પર અવલંબિત છે. જગત પોતે નથી સુખરૂપ કે દુઃખરૂપ. એ તે અવ્યક્ત અને અવક્તવ્ય જેવું છે. જીવનની ધારામાં અનેક સ્થૂળ-સૂક્ષ્મ તત્તને સમાવેશ છે. તેમાંથી કોઈ એક અંશને પૂર્ણ જીવન માની પૂરા જીવનની વ્યાખ્યા કરી ન શકાય. વળી, વ્યાખ્યા પણ અધિકારી પ્રમાણે જ થાય છે. આ લેખ જેટલે સુસ્પષ્ટ છે તેટલે જ સુપઠ અને ભ્રમનિવારક હોઈ પ્રથમથી અંત સુધીના તસ્વજિજ્ઞાસુને માટે ઉપયોગી છે. તે સ્કૂતિ આપે છે ને નિરાશા નિવારી પુરુષાર્થ પ્રેરે છે. ૨. જીવનને અર્થ જીવનને અંતિમ ઉદ્દેશ શું છે? તેનો ઉત્તર કલ્પનાઓથી અનેક રીતે અપાવે છે. એને અનુભવ હેત તે મતભેદ ન હોત. તેથી જીવનને અર્થ શ છે એ જાણવા કરતાં જીવન શું છે અને તે કઈ રીતે જીવી શકાય –બીજાની સુખ-સગવડને ખલેલ ન પહોંચે એમ કેવી રીતે જીવી શકાય એ જ જાણવું હિતાવહ છે; તે શક્ય પણ છે. જે વસ્તુને લેખક સંયમ અને વિવેક કહે છે તેને એક શબ્દમાં વર્ણવવી હોય તે જીવનકલા શબ્દથી વર્ણવી શકાય. જીવનકલાને અર્થ સ્થળ નથી, પણ બહુ સૂક્ષ્મ અને વ્યાપક છે. જેમ જીવનકલામાં પિતાના જીવનની સલામતી તેમ અન્યના જીવનની પણ સલામતી સમાય છે. એમાં નથી ભયને કે કાર્પષ્યને સ્થાન; એમાં તેજસ્વી પુરષાર્થ અને કરુણાત આવે છે. એટલે સંક્ષેપમાં કઈ રીતે જીવન જીવવું એ ઠીકઠીક જાણ્યું હોય તે વનને અંતિમ હેતુ (જે તે હશે તે) આપ આપ જણાઈ જશે. જીવન સાથે જ જિજ્ઞાસા, કલ્પના, સર્જકતા, સંકલ્પશકિત અને શ્રદ્ધાળુ આશા–એ પચે સિદ્ધિઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249270
Book TitleSansar ane Dharmnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages16
LanguageGujarati
ClassificationArticle & Ceremon
File Size277 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy