SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ] દર્શન અને ચિંતન ભાવ છે. એને બહુ ગ્ય રીતે લેખકે નવા ભજનમાં સ્ફટ કર્યો છે. બે દિવસનું જીવન એ કથનને તાત્પર્યાર્થી જ્યારે નવા ભજનમાં બહુ ખૂબીથી વ્યક્ત થાય છે ત્યારે જૂના અને નવા ભજન વચ્ચે વિરોધ નથી રહેતું. પહેલેને બંગાથે બીજાને વાચ્યાર્થ બને છે. એટલું ખરું કે સ્થૂલદષ્ટિ લેકો બે દિવસનું જીવન” એટલા કથન ઉપરથી વર્તમાન જીવન પ્રત્યે વૈરાગ્ય કે ઉદાસીનતા કેળવે તો તેમાં સામષ્ટિક જીવનનું કલ્યાણ સાધવાની છૂર્તિ નથી પ્રગટતી. જ્યારે નવું ભજન એ સંસ્કાર ઊભું કરે છે કે તે એવી સ્મૃતિ પ્રગટાવે. ખરી રીતે પ્રાચીન ઉદ્ગારેના ગૂઢ અર્થે ન સમજાયાથી જે દે ઉત્પન્ન થાય છે તે આવા સ્પષ્ટીકરણથી જ દૂર થાય. “હંસલે નાને ને દેવળ જૂનું રે થયું' એ ઉદ્દગાર કેટલે અર્થવાહી છે! પણ તેનું લેખકે કરેલ ભાષ્ય ન હોય તો બહુ ન સમજાય; રૂપકથી આગળ ન વધી શકાય. ખંડ બીજો ૧. અવતારભકિત આમાં જે વિચાર મૂક્યો છે તે બહુ કામને છે. અવતાર અને ગુરુભક્તિને નામે જે વિકૃતિઓ જામી છે તેનું નિવારણ થવું જ જોઈએ. અને આ લેખ તે માટે બહુ ઉપયોગી છે. જ્યાં દેખે ત્યાં અવતાર અને ગુરુભક્તિને નામે સંપ્રદાય ચાલે જ છે. ખૂબી તે એ છે કે એક સંપ્રદાય બીજાના અવતાર અને ગુરુને ભક્તિપાત્ર નથી લેખતે; જ્યારે બધા અત્યંત વિરોધી રૂપે પ્રવર્તે છે. આ લેખમાં બ્રાહ્મણમાનસની જે કલ્પના ચાતુરી, જે વિદક શૈલી અને જે રૂપકવર્ણનની હથોટીને ઉલ્લેખ છે તે સાચે છે. આ લેખ સ્ત્રીપુરુષ દરેકને–ખાસ કરી ભેળા શ્રદ્ધાળુને—માટે બહુ કામને છે. ૨. બે દૃષ્ટિએ * બે દૃષ્ટિમાં એક નૈગમ યા વ્યવહાર યા મિશ્રિત કે આપિત દષ્ટિ છે, જ્યારે બીજી શુદ્ધ અને નિશ્ચયષ્ટિ છે. આરોપિત દષ્ટિ પ્રમાણે અવતાર અને ગુરુને પરમેશ્વર માનવામાં આવે છે. એનો મૂળ ઉદ્દેશ તે અવતાર અને ગુરુનું બહુમાન વધારવા અને ભક્તિ પોષવાને છે, પણ અવિવેક ભળતાં જ તેનું પરિણામ અનિષ્ટ આવે છે. બહુમાન પામનાર અને બહુમાનનું ફળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249270
Book TitleSansar ane Dharmnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages16
LanguageGujarati
ClassificationArticle & Ceremon
File Size277 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy