SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ અનુપાલન [ ૧૦૯ ઢાળને અને હિમાલયને દાખલે સમર્થક છે. તેથીયે વધારે સમર્થક તે ગરમ પાણીથી આગ ગરમ ન થાય ત્યારે ગરમ પાણીને ભાંડવાને દાખલ છે. - દુઃખને નિવારવા મથવું અને સુખની સમૃદ્ધિ વધારવા યત્ન કરે એને અર્થ છેવટે તે એટલે જ છે કે આત્મા સુખસ્થિતિ જ પસંદ કરે છે–ભલે તે ઉત્તરોત્તર પ્રગતિશીલ હોય. અને દુઃખ નિવારવા મથે છે તેને અર્થ સ્વગત વૈયક્તિક સ્થિતિને નિવારવા મથે છે એટલે જ થશે. અને તે જ સ્થિતિ સંસાર છે. એટલે જે દાર્શનિકોએ સંસારને દુઃખરૂપ કહ્યો હોય તે તે ખોટું નથી. એમણે સંસારમાં સુખનું અસ્તિત્વ કબૂલ્યું છે પણ તે સુખને દુઃખ કેટિનું માન્યું છે, કારણ કે તે સ્થાયી સંતોષ નથી આપતું. એટલે સ્થાયી સતિષ કે વિકસતા સતિષને જ દાર્શનિકે એ સુખ કહ્યું છે. કોઈએ એ જ વસ્તુને દુખાભાવરૂપે વિશેષ દૃષ્ટિએ વર્ણવી છે તે કઈ એ ભાવાત્મક સુખરૂપે. પણ આ વર્ણન તે મુક્તિદશાનું છે. સંસારદશામાં તે બધાએ સુખ અને દુઃખ મિશ્રિત જ માન્યાં છે. એમાં દુ:ખભાવના કરવાને ઉપદેશ વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે છે. એટલે તે ઉપદેશ કે ભૌતિક સુખમાં પૂર્ણતા ભાની તેમાં રાચી રહેવાનો નિષેધમાત્ર કરે છે. વ્યવહારદશામાં સાપેક્ષ સુખ અને દુઃખનું અસ્તિત્વ બધા જ સ્વીકારે છે અને બધા જ વિવેક અને પુરુષાર્થ ઉપર ભાર આપે છે. અલબત્ત, આ ભાર આપવાની દૃષ્ટિ અત્યારે કમલેગમાં પણ ઘટાવી શકાય. પહેલાં તે ભક્તિ અને જ્ઞાનયોગમાં પણ ઘટાવાતી. સાર્વજનિક કલ્યાણને પરમ ધ્યેય અને શ્રેય માની તે માટે જ વિવેક અને પુરુષાર્થ સેવવો હોય તે પણ એ દષ્ટ અને શક્ય છે. ગમે તે સત્કાર્ય—પછી તે વૈયક્તિક હોય કે સામૂહિક હોય–તેમાં વિવેક અને પુરુષાર્થ આવશ્યક છે જ. લેખકે આ મુદ્દાનું વિશદીકરણ પિતની ઢબે કર્યું છે એટલું જ. એ વિશદીકરણ તાજગી તે આપે જ છે. પરિશિષ્ટ ૫, ૪૬, ના મેં ઘા રો વિના' આના ઉત્તરમાં લેખકે જે હિંદી ભજન રચ્યું છે તે ભારે આકર્ષક અને ગેય છે. ખરી રીતે બે દિવસનું જીવન એને શબ્દાર્થ લેવાને નથી, માત્ર અલ્પ જીવનને જ પૂર્ણ માની તેને સુખનું સાધન લેખનાર રાગી અને નાસ્તિકને તે ભજન ચીમકી આપે છે અને સૂચવે તે એ છે કે શરીરજીવન એ શાશ્વત જીવનની સિદ્ધિઓ મેળવવાનું એક સાધન છે. એને ઉપયોગ એ રીતે જ કરે. માત્ર વર્તમાન સુખમાં મહાછવનની સિદ્ધિઓ ન વિસરવી. બ્રહ્માનંદને એ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249270
Book TitleSansar ane Dharmnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages16
LanguageGujarati
ClassificationArticle & Ceremon
File Size277 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy