SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ અનુશીલન [ ૧૦૯૭ ભગવનાર માન અને ભોગની લાલસામાં ભક્તોનું પતન નિહાળી નથી શકતા. ભક્તો પણ ગાડરિયા પ્રવાહથી વધારે ને વધારે પડતા જાય છે. તેથી જાગ્રત કરવા માટેની બીજી શુદ્ધ દૃષ્ટિ છે, જે એવા પતનથી બચાવે ખરી. ઈશ્વર કે ખુદા એ સાવ જુદી વસ્તુ છે એવું દૃષ્ટિબિંદુ ક્રિશ્ચિયન, મુસલમાન અને યાદીનું છે. જેઓ ઈશ્વરને સ્વતંત્ર વ્યક્તિ ન માનતા માનવમાત્રમાં પ્રયત્નસાધ્ય ઈશ્વરત્વ માને છે તેઓ કોઈને અવતાર માને છે ત્યારે એનો અર્થ એટલે જ છે કે તેણે પ્રયત્નથી ઈશ્વરત્વ સિદ્ધ કર્યું. બીજા પણ તેમ કરી શકે. એટલે તેના પ્રત્યે બહુમાન વધે છે, પણ તે સીમિત નથી રહેતું. ગુરુને તો તેઓ ત્યાં લગી જ માને છે, જ્યાં લગી તેનામાં ગુખ્ય સદ્ગણો હોય. એટલે ગુમાં ઈશ્વરને વારસે માનવાની ભૂલથી બચી જાય છે. ગુરુને ઈશ્વર જેવા માનવાને પરિણામે સવપણની ભાવનામાંથી અનાચાર પિોષાય છે, એટલે એ દષ્ટિનું સંશોધન ઈષ્ટ છે. અવતાર કે ગુસમાં ઈશ્વરની માન્યતાને જે લાક્ષણિક કે આલંકારિક અર્થ છે તે લેખકે બહુ સરસ રીતે સ્કુટ કર્યો છે. કનક-સુવર્ણ અને જલ– સમુદ્રનાં દષ્ટા સમર્થક છે. આ લેખમાં માન્યતા પાછળની દૃષ્ટિનું સંશોધન છે. તત્ત્વજ્ઞાન કે દૃષ્ટિસંશોધન આચાર ઘડે છે. આચારનું પીઠબળ જ એ છે. પણ એક વાર આચાર સ્થપાયા પછી તેની પ્રેરક દૃષ્ટિમાં ફરી કોઈ સંશોધન કરે ત્યારે નવા સંશોધન પ્રમાણે પુનઃ આચાર જલદી જલદી બદલાતું નથી. એટલે દષ્ટિમાં સંશોધ થતાં રહે છે અને જૂની આચારપ્રણાલિઓ પણ ચાલુ રહે છે. તત્ત્વજ્ઞાન આગળ વધે છે અને આચાર પાછળ જ પડ્યો રહે છે. અદ્વૈતનું તત્વજ્ઞાન ખરું, પણ જીવનમાં સ્પર્શાસ્પર્શ આચાર માત્ર દેતપ્રધાન જ છે. અત વ્યવહાર વર્ણધર્મમાં નથી. એ સૂચવે છે કે આચારનું ખોખું જૂનું અને અત ભાવના પાછળની. અત ઉપર જ પ્રથમથી આચાર ઘડાય હેય તે આ સ્પર્શાસ્પર્શ આવી ન શકે. ભ્રાતૃભાવનો સિદ્ધાંત દલીલમાં છે. તભૂલક તેને આચાર પણ પ્રથમથી જ છે. એ સિદ્ધાંત અને આચાર સાથે સાથે ચાલે છે, જ્યારે હિંદુ ધર્મમાં તેમ નથી. મૂર્તિમાં ઈશ્વરત્વ માનવાની વિરુદ્ધ દષ્ટિ નવા સંપ્રદાય દ્વારા આવી, પણ સાધારણ સમાજ મૂર્તિ માનતે ન અટકો. યત્ર નાર્યસ્તુ પૂરાસે એ વિચાર ક્યારેક સ્થિર થયે, પણ વ્યવહારમાં નારીની અવગણના જ ચાલુ રહી. અવગણના નહિ તે તેનું ઊતરતું સ્થાન તે ખરું જ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249270
Book TitleSansar ane Dharmnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages16
LanguageGujarati
ClassificationArticle & Ceremon
File Size277 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy