________________
અનીલન
[ ૧૦૯૩ સ્થાન” આ લેખ પણ વિશાળ છવનની દષ્ટિએ મૃત્યુની ઉપકારકતા, આવશ્યકતા અને અનિવાર્યતા વર્ણવે છે. એ દેખીતું નિરાશા અને શાકજનક મરણ પણ વસ્તુતઃ તેવું નથી; ઊલટું, તે વિશાળ જીવનને વિકસવાને તેમ જ વ્યવસ્થિત ચાલવાને રસ્તો મોકળે કરે છે. આ વસ્તુ બિલકુલ સુમ દૃષ્ટિથી વિચારતાં અનુભવસિદ્ધ જ લાગે છે. ખરી રીતે “સંસારમાં રસ” અને “જીવનમાં મૃત્યુનું સ્થાન” એ બન્ને મુદ્દાઓ પાછળ એક જ દષ્ટિ રહેલી છે, અને તે એ કે વૈયક્તિક તેમ જ સંકુચિત જીવન પૂરતી પિષિાયેલી અને પિછાતી દષ્ટિને વિસ્તારવી અને અન્ય જીવન સાથે તેને અભેદ અથવા સુમેળ સાધવો. ધર્મદષ્ટિક તત્વદૃષ્ટિ આવા વિશાળ જીવનના અર્થમાંથી જ ફુરે છે. વિશાળ જીવનને અર્થ અને તેને વૈયક્તિક જીવન સાથે મેળ અથવા તે સમષ્ટિજીવનથી વ્યષ્ટિજીવનની અભિન્નતા અને અભેદમૂલક પરિણામે ન સમજાય ત્યાં લગી સંસારમાં સદા વૈરાગ્યપૂત રસ અને મૃત્યુ નિર્ભયતા આવે નહિ. વૈરાગ્ય એટલે વૈયક્તિક તૃષ્ણાને વિલય કરી સર્વ સુખ માટે તેમ જ વિશાળ જીવનના વિકાસ માટે રસ કેળવો અર્થાત્ તૃષ્ણાનું વ્યાપક અને શુદ્ધ ઉષ્યકરણ કરવું. એ જ રીતે મૃત્યુ નિર્ભયતા એટલે વિશાળ જીવનને ઉપકારક થવાની અગર તેની સાથે સુમેળ સાધવાની હોંશ અને તમન્ના. જેમ એકલે બ્રહ્મચારી સ્વપ્રવૃત્તિમાં સંતુષ્ટ હોય અને પછી તે બુદ્ધિપૂર્વક ગાઉંધ્ય સ્વીકારે ત્યારે બ્રહ્મચર્યાશ્રમ પૂરતું તેનું મરણ પણ વસ્તુતઃ શાહ-જીવનનું ઉપકારક હેઈ અનેકનાં જીવન સાથે સુમેળ સાધે છે અને તેથી તે બ્રહ્મચર્યાશ્રમને પરિત્યાગ દુઃખદ નથી લેખાતે, ઊલટું વધાવી લેવાય છે, તેમ જ મૃત્યુનું છે. બીજી રીતે કહીએ તે ઘરે બેસી કમાતે માણસ વધારે કમાવા પ્રવાસ કરે ત્યારે તેને પ્રવાસ મૂળ હેતુને સાધક હાઈ આવકારદાયક બને છે તેમ મૃત્યુ વિશે છે.
આવી વિશાળ દષ્ટિ કેળવવી એ જ લેખને આશય છે. જે આવી દૃષ્ટિ કેળવવી હોય તે વાસનાઓને વધારે શુભ અને શુદ્ધ કરવી જ જોઈએ. એમ થયું એટલે આંતરજગત બદલાયું. એને જ સ્વર્ગ માની જૂના અર્થો નવેસર ધટાવવા.
૧. મૃત્યુ પર જીત
સાર્વજનિક કલ્યાણ, જે મહાયાનની ભાવનારૂપ છે અને જે દીર્ધકાળે જ સિદ્ધ થઈ શકે અને જે એકલે હાથે કે એક જ જન્મમાં સિદ્ધ થઈ ને શકે, તેને જ શ્રેય માનવાની વ્યાપક દષ્ટિ પ્રકટી હોય ત્યારે મરણને જીતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org