________________
૧૧૦૦ ].
દર્શન અને ચિંતન આચર્યું છે તેને ટૂંકમાં પડે છે. એમણે તત્વજ્ઞાન વિષે, સમાજ-સુધારા વિષે, જીવનના અર્થ વિષે, ઈશ્વરનિષ્ઠા વિષે કે સપ્રદા વિષે જે કાંઈ વિસ્તારથી લખ્યું છે, તેને સાર જ આમાં આવ્યો હોય એમ લાગે છે. એટલે નવી દષ્ટિવાળા લેખ સૂત્રાત્મક છે. બીજા ઘણું લેખે એનાં ભાળે છે. અભ્યાસી પ્રથમ નવી દષ્ટિ વાંચે અને પછી તે મુદ્દા કે નિયમ પર જે અન્ય લેખે હોય તેને વાંચે તે અભ્યાસમાં, સમજણમાં સરળતા પડે. દા. ત. “નવી દષ્ટિમાં જીવનને અર્થ નવેસર સમજવાનું કહ્યું છે. આ માટે વાચકે “જીવનને અર્થ” એ લેખ વાંચ ઘટે. કર્મ વ્યક્તિગત કે સમાજગત એને ઉત્તર “ઈશ્વર વિષે કેટલાક શ્રમ” એ લેખમાંથી મળે. એમ કહી શકાય કે આ લેખ નાની જીવનપોથી છે. ૩. શાસૂદષ્ટિની મર્યાદા
આ લેખમાં સંતદષ્ટિની અગર તો અનુભવની કે વિવેકશક્તિની શ્રેષ્ઠતા સ્થાપી છે, જે સામર્થગની કોટિમાં આવે. કેમકે એ પ્રત્યક્ષ પ્રમાણ છે. શાસ્ત્રાવલંબી દષ્ટિ ગમે તેવી વિદ્વત્તાવાળી હોય તેય તે પરોક્ષ છે અને આસપાસના દબાણથી કે અનુસરણથી મુકતપણે વિચારી શકતી નથી. ગમે તે વિદ્વાન પણ પરંપરાને ઓળંગી નથી શકત; જ્યારે સંતમાં એ સામર્થ હોય છે. શાસ્ત્રાવલંબન લેકભક્તિમાં પરિણમે છે. તે અનુસ્રોત પ્રવૃત્તિ છે; જ્યારે સંતદષ્ટિ તેથી ઊલટી છે. તેમાંથી જ શાસ્ત્રો અને વિદ્વાનોને ખોરાક મળી રહે છે. લેકે સંતની દૃષ્ટિને આવકારે છે ત્યારે એમ નથી જોતા કે એણે કેટલાં શાસ્ત્રો વાંચ્યાં છે કે વિદ્વાન જ્યારે તેઓ વિદ્વાન પાસે તેની અપેક્ષા રાખે છે. શાસ્ત્રદષ્ટિવાળા માણસનું આત્યંતિક સમર્થન કરીને પણ છેવટે સંતના પગમાં જ પડે છે, કેમકે તે બંધનમુક્ત છે. આ લેખ દરેક સામ્પ્રદાયિક મનેત્તિવાળા માટે ભારે મનનીય છે.
૪. શાસ્ત્ર વિવેક . આમાં અનુભવ અને શાસ્ત્ર, આપ્તવાક્ય તેમ જ અનુમાન વચ્ચેનું
તારતમ્ય બતાવ્યું છે, જેને નહિ જાણવાથી મૂઢતા આવે છે. આ અને શાસ્ત્રદષ્ટિવાળે લેખ બંને એકબીજાના પૂરક છે. બંને દ્વારા સામર્થ્ય યોગનું જ મહત્વ બતાવાય છે અને તે માટે યોગની અનિવાર્યતા પણ સૂચવાય છે. ૫. ધર્મસંમેલનની મર્યાદા - આ લેખમાં ધર્મસંમેલનની મર્યાદા એક સાચા સત્યાગ્રહીને શેભે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org