________________
અનુશીલન
[૧૧૦૩ એમ કરતાં જ્ઞાન અને ચારિત્રની એવી સ્થિતિ આવે છે કે પછી કર્મ તેના ઉપર કોઈ પણ જાતની અસર કરી શક્તાં જ નથી. આ જ સ્થિતિ મોક્ષ છે.
આ લેખમાં સભાન દાન આપનાર અને સભાનપણે પામનાર વચ્ચે જે વૃત્તિભેદને કારણે ફેર બતાવ્યો છે તે જૈન પરંપરાના ગ્રન્થ સમજવામાં ઉપયોગી છે. વળી ક ખ ગ ઘ એ ચારે દાનકમદિ છોડી દે અને ૫ ફ બ ભ ચારે અન્ન ન પામે, ભૂખ્યા રહે તે ત્યાં પણ જુદી જુદી અસર દેખાય છે. એટલે પ્રવૃત્તિ કે પરાવૃત્તિમાં ફેર નથી પડતે; પણ જે કોઈ શુદ્ધ આશયથી સભાનપણે એ ચારે દાન આપે અને ચારે લે તે તેમાં કાંઈ ભેદ નહિ જાય. ચારે લેનાર કે દેનારનાં જ્ઞાન કે ચારિત્ર ઉપર કુસંસ્કારની રજ નહિ પડે, ઊલટાં તે વધારે જળહળશે. કારણ કે એની પાછળ વિવેક, સમભાવ, કર્તવ્યબુદ્ધિ અને અહંકાર છે. આ લેખ બહુ જ ગેરસમજ દૂર કરનાર હવાથી સર્વોપયોગી છે, અને એ ભ્રમણાનિસાસ કરાવનારે છે. કમજોર સાત્ત્વિકતાની પેઠે આ લેખ ધર્મવર્ગમાં ચલાવવા જેવું છે, અથવા અધિકારીને વાંચવાની ભલામણ કરવા જેવા છે.
તત્વજ્ઞાનના કેટલાક ગહન લેખે અમુકને માટે જ ઉપયોગી છે, જ્યારે કમજોર સાત્વિકતા અને કર્મક્ષયવાળા લેખ સર્વગમ્ય જેવા છે. તેથી એ ઉચ્ચ વર્ગમાં સમજાવવા લાયક છે. આ બે અને બીજા એવા કેટલાય લેખે અમુક કક્ષાના જિજ્ઞાસુની દૃષ્ટિએ જુદા તારવી છપાવવા અને ધર્મવર્ગમાં ચલાવવા જેવા છે. એમાં સંકલ્પસિદ્ધિ અને જપ જેવા લેખને પણ સ્થાન છે. ૧૭. ધર્મ અને તત્ત્વજ્ઞાન
આધ્યાત્મિક શેધ કરતી વખતે અંતરવલોકન, પૃથકકરણ અને વાસનાશોધન તે સ્વપૂરતું જ-વ્યક્તિ પૂરતું જ, પ્રત્યગતિમાન પૂરતું જ કરવાનું હોય છે. એ જેમ જેમ થાય તેમ તેમ વ્યક્તિત્વ કે જીવત ઓસરતું જાય છે અને તેમાંથી પરિણમત આચાર તેટલા પ્રમાણમાં વ્યાપક અને મહાયાની બને છે. અને છેવટે સર્વના કલ્યાણથી અતિરિક્ત સ્વકલ્યાણ કે સ્વમુક્તિ ભાસતી જ નથી. જે જગતના મૂળમાં એક જ ચૈતન્ય છે એમ માન્યું હોય તે કઈ પણ મુમુક્ષુ વ્યક્તિગત મક્ષ કલ્પી શકે નહિ. તેમાં જ સંતુષ્ટ રહી શકે. અને જે જગતના મૂળમાં અનેક ચેતન છતાં તે સમાન છે એમ માન્યું તે પણ કઈ મુમુક્ષુ વૈયક્તિક મેક્ષ આદર્શ સાથી સંતુષ્ટ થઈ શકે નહિ; કેમકે તે તે તેનો સમાનતાને સિદ્ધાન્ત જ હણાય. એકચૈતન્યવાદી હોય કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org