Book Title: Sansar Setu Author(s): Jaibhikkhu Publisher: Jaibhikkhu Sahitya Trust View full book textPage 6
________________ અનેકાન્ત દૃષ્ટિ જૈનોની આગવી દષ્ટિ છે : અને એ દૃષ્ટિવાળો કોઈ પણ સર્જક સંપ્રદાયના ખાબોચિયામાં રાચી ન શકે. એ વિશ્વધર્મનો નહિ, તો સર્વધર્મનો સમન્વયકારી હોવો જોઈએ. મારી આ નવલકથા દ્વારા જૈનોને પોતાની પૂર્વ મહત્તાનું ભાન થાય ને એ માર્ગે કંઈ રચનાત્મક પ્રયત્ન સેવે; તેમજ જૈનેતર વાચકો આમાંથી ભારતની ભવ્ય ત્યાગપ્રધાન સંસ્કૃતિનું એક તંદુરસ્ત ચિત્ર મેળવી શકે તો મારો શ્રમને સફળ થયો લેખીશ. પટેલનો માઢ, માદલપુર, એલિસબ્રિજ, અમદાવાદ-૬ જયભિખ્ખું તા. ૧૧-૭-૪૧ પ્રચારક જ્ઞાતપુત્ર મહાવીરની ઉપદેશધારા ક્યાં ક્યાં ને કેવી રીતે વહી હતી, તેનું એક સળંગ દર્શન પ્રાપ્ત થયું. અને એ બધામાંથી આજના યુગને માટે ગુરુમંત્ર સમાન એક બોધપાઠ મળ્યો. જે યુગમાં માનવીમાત્રને મન સમર્પણભાવના - કંઈ કરી છૂટવાની તમન્ના - હોય છે, એ યુગ જ મહાન હોઈ શકે છે. દ્રવ્ય, સત્તા કે કીર્તિ મેળવવા કરતાં માનવી માનવી માટે કરવામાં મહત્તા સમજતો હોય, ત્યાગ એ જ ધર્મ હોય ત્યારે જગત નવક્રાન્તિનાં દર્શન પામી શકે છે. મને લાગે છે કે ભગવાન મહાવીર ને ભગવાન બુદ્ધનો એવો સમર્પણભાવ પ્રધાન યુગ હતો, અને એનું જ કારણ છે, કે એ યુગે જે આપ્યું છે, એ આજે બન્ને અઢી અઢી હજાર વર્ષ વીત્યે હજી કોઈ આપી શક્યું નથી. આ નવલકથાનો કાળ અહિંસાના પરમ ઉપદેશક મહાન તપસ્વી સાતપુત્ર મહાવીરની યુવાનીનો છે. આમાં નાયક મેતારજ છે, છતાં એનું જીવન એટલું સ્વલ્પ મેળવી શકાયું છે કે ઘણી વાર એનું નાયકપદ ઝાંખું પડતું જાય છે. કેટલીક વાર એ અન્ય પાત્રોની પીઠ પાછળ પડી જાય છે. છતાંય બધે એના જીવનસૂરનો એક તંતુ ચાલ્યો આવે છે, જે વાતાવરણને વિકસાવે છે. નાયકની આ દશા છે, જ્યારે નાયિકાનું તો ઠેકાણું જ નથી. વિરૂપા, શેઠાણી, દેવદત્તા, ચેલ્લણા, સુલસા ! સહુ સહુના વખતે સહુ પ્રમુખપદ મેળવે છે ને પછી લુપ્ત થઈ જાય છે. છતાંય સમર્પણની ધારા વહાવતાં એ સ્વલ્પ તોય રસભર્યા જીવનોમાંથી મારા જેવો એક આખી નવલકથી રચી શક્યો, એ ઓછું નથી. મને લાગે છે, એમાં મારી કલમની મહત્તાને બદલે એ જીવન સાથે જડાયેલા રાખવાની પાત્રોની જીવંત અદ્ભુતતા કારણભૂત છે. કર્મચૂર ને ધર્મશ્ર રોહિણેય, અલબેલી મેતરાણી વિરૂપા, છેલછબીલો માતંગ, નૃત્યકુશળ દેવદત્તા, પ્રબલ પરાક્રમી મગધેશ્વર ને બુદ્ધિનિધાન મહામંત્રી અભય : આ પાત્રો તો કોઈ કુશળ શિલ્પીને હાથે કંડારાવાને યોગ્ય છે, અને સાચો કાન્તદીપ પેટાવનાર જ્ઞાતપુત્ર મહાવીરના જ્ઞાનબલ ને તપોબલપૂર્ણ જીવનને તો કોઈ સંજીવની કલમનો સ્પર્શ કરાવવાની વાર છે. પણ શોકની વાત એ છે કે સંપ્રદાયજડતાએ આ વાત કોઈને સૂઝવા દીધી નથી, કોઈને સૂઝી છે તો સર્જવાની અને તમાં નથી. અને એનું જ આજે પરિણામ આવ્યું છે કે વિવેચકો સારા કે નરસા પણ સંપ્રદાયને લગતા એવા પુસ્તકને જોઈને - એમાંય કમનસીબે ખાસ કરીને જૈન પુસ્તકો જોઈને – ‘રાતું કપડું જોઈ ભેંસ ભડકે' એમ ભડકી ઊઠે છે. તેઓ સંપ્રદાયને નામે સારાં પુસ્તકને પણ તુચ્છકારીને અવમાનનાની ટોપલીને હવાલે કરે છે. પાંચમી આવૃત્તિ સમયે જયભિખ્ખું જન્મશતાબ્દી નિમિત્તે સર્જકની પ્રિય નવલકથા સંસારસેતુનું પુનઃ પ્રકાશન કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. આ નવલકથાની ત્રણ આવૃત્તિ મહર્ષિ “તારજ શીર્ષક હેઠળ પ્રગટ થઈ હતી. એ પછી ચોથી આવૃત્તિ સંસારસેતુ તરીકે પ્રગટ થઈ અને અત્યારે એની પાંચમી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે. અત્યંત આકર્ષક પાત્રસૃષ્ટિ ધરાવતી આ નવલકથા વાચકોને એક જુદી જ સૃષ્ટિ અને સંસ્કૃતિમાં લઈ જશે અને એના પ્રવાહી અને રંગદર્શી આલેખનને કારણે ભાવકચિત્તને રંગીન અને આલાદક સૃષ્ટિની અનુભૂતિ થશે. ટ્રસ્ટીમંડળ જયભિખ્ય સાહિત્ય ટ્રસ્ટPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 122