Book Title: Samprat Sahchintan Part 09
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 20
________________ ગન કંટ્રોલ ૧૧ બચી જવાય અને પાસે બંદૂક હોય તો જ થઇ શકે છે. આમ બંદૂક એ નિશ્ચિત મૃત્યુ આણનાર ઘાતક શસ્ત્ર છે. લાઠી, તલવારમાં દુશ્મનની નજીક જવાની જેટલી જરૂર પડે છે તેટલી જરૂર બંદૂકમાં પડતી નથી. પોતે સુરક્ષિત રહીને બીજાને મારી નાખી શકાય છે. અલબત્ત, ટોળકીઓ વચ્ચે સામસામી ગોળીઓની રમઝટ થાય ત્યારે એટલી સુરક્ષિતતા રહેતી નથી. યોજનાબદ્ધ કાવતરું ગોઠવીને ઓટોમેટિક ગનમાંથી ગોળીઓ છોડીને માણસને અવશ્ય મૃત્યુને ઘાટ ઉતારી શકાય છે. વર્તમાન જીવનની આ એક ગંભીર ચિંતાજનક સમસ્યા છે. દુનિયાભરમાં વધતી જતી આ ધાતક પ્રવૃત્તિ સામે એટલો જ ઉહાપોહ હવે થવા લાગ્યો છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઑસ્ટ્રેલિયા જેવા દેશો એ વિશે ગંભીરપણે વિચારતા થયા છે. ભારતમાં ગનનો પ્રશ્ન એટલો વ્યાપક નથી, તો પણ આ ચળવળમાંથી એણે ઘડો લેવા જેવું જરૂર છે. રોનાલ્ડ રેગન જ્યારે અમેરિકાના પ્રમુખ હતા ત્યારે એમના ઉપર કોઇક પાગલ માણસે બંદૂકમાંથી ગોળી ચલાવી હતી. રેગનને નજીવી ઇજા થઇ. તેઓ બચી ગયા હતા. પરંતુ રેગન સાથેના સ્ટાફના વડા અધિકારી જીમ બ્રેડી સારી રીતે ઘાયલ થયા. તેઓ પણ બચી ગયા, પરંતુ કંઇક અપંગ જેવા થઇ ગયા. આ એક ઘટનાએ જીમ બ્રેડીના વિચારમાં ક્રાન્તિકારી પરિવર્તન આણ્યું. તેઓ ત્યાર સુધી એમ માનતા હતા કે દરેક નાગરિકને ગન ધરાવવાનો અધિકાર છે. પરંતુ આ ઘટના પછી તેમને લાગ્યું કે દરેક નાગરિકને એમ સરળતાથી ગન રાખવા દેવાથી ઘણા ભયંકર અનર્થો થાય છે. અસ્થિર મનના, ઉશ્કેરાટભર્યા ચિત્તવાળા ક્રૂર માણસો દ્વારા અચાનક કેટલાયે નિર્દોષના પ્રાણ જાય છે. એમણે પોતાના વિચારનો ચારે બાજુ પ્રચાર કર્યો. એમણે Gun Controlની હિમાયત માત્ર અમેરિકા જ નહિ, દુનિયાના બધા દેશો માટે કરી. એમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154