Book Title: Samprat Sahchintan Part 09
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 139
________________ ૧૩૦ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ એપલવ્હાઈટનું પૂર્વ જીવન બહુ સારું નહોતું, પરંતુ એક માંદગીમાં હોસ્પિટલમાં, મૃત્યુને દરવાજો ખખડાવીને પોતે આવ્યા તે વખતે પોતાને થયેલી કહેવાતી દિવ્ય અનુભૂતિ પછી એમનું જીવન પલટાઈ ગયું હતું. હોસ્પિટલની નર્સ પણ એમના અનુભવોથી અંજાઈ ગઈ હતી અને એમની સાથે નવો પંથ Heaven'sGate સ્થાપવામાં અને તેનો પ્રચાર કરવામાં જોડાઈ ગઈ હતી. પછી તો તેઓએ પોતાના વાસ્તવિક નામ છોડી દઈ “દો” અને “તી’ એવાં નામ પણ ધારણ કર્યા હતાં. એમની ઘણી બધી વિગતો બહાર આવી છે, પરંતુ તે અહીં પ્રસ્તુત નથી. એપલવ્હાઈટ કોઈ ચક્રમ માણસ નહોતા. તેઓ પોતાની માન્યતા પ્રમાણે અને પોતાને થયેલા અનુભવ અનુસાર પોતાની ખ્વાબી કે ગેબી દુનિયામાં રહેતા હતા. તેઓ પોતાને ઈશુ ખ્રિસ્તના અવતાર તરીકે માનતા હતા. પોતાને દિવ્ય અનુભવો થાય છે એવું તેઓ કહેતા. તેઓ પોતાના અનુયાયીઓને નિયમિત બાઈબલ વાંચવાનું, પ્રાર્થના કરવાનું કહેતા. એમના આશ્રમના નિવાસી અનુયાયીઓ માટે દારૂ કે કેફી દવાઓ લેવા પર પ્રતિબંધ હતો. બ્રહ્મચર્યનું પાલન દરેકે ફરજિયાત કરવાનું રહેતું. એકબીજાને ભાઈ કે બહેન કહીને બોલાવવાનું રહેતું. ટી.વી. પરતેઓને ફક્ત સમાચાર જોવાદેવામાં આવતા. છાપાંઓમાંથી વાંચવા જેવાં અમુક જ પાનાં તેઓને આપવામાં આવતાં. દરેકે ગુરુની આજ્ઞાનું પૂરેપૂરું પાલન કરવાનું રહેતું. જેનાથી આજ્ઞાનું પાલન ન થાય તે સ્વેચ્છાએ તરત છૂટા થઈ શક્તા. દરેકે રોજે રોજ અમુક જ પ્રકારનો પહેરવેશ પહેરવાનો રહેતો. હાથનાં મોજાં ચોવીસ કલાક પહેરેલાં રાખવાં પડતાં. આમ છતાં આ બધા અનુયાયીઓ કોઈ અભણ, ગરીબ નહોતા. બધા યુવાન, સુશિક્ષિત, સંપન્ન, કોમ્યુટર-ઈન્ટરનેટ પર કામ કરનાર અને બુદ્ધિશાળી હતા. એમાં કેટલીક મહિલાઓ પણ હતી. એ દરેકે સ્વેચ્છાપૂર્વક, સમજણપૂર્વક, પૂરી તૈયારી સાથે, ઉલ્લાથી, દિવ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154