Book Title: Samprat Sahchintan Part 09
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 144
________________ સામૂહિક આત્મઘાત ૧૩૫ અતિશય સંવેદનશીલ બની જાય છે ત્યારે આવા બનાવો બને છે. આવી સંવેદનશીલતા યુવક-યુવતીઓમાં જલદી ઉત્કટતા પામે છે. આવી self Immolationની ઘટનામાં પ્રૌઢો કે વૃદ્ધો કરતાં યુવાનો વધારે જોવા મળે છે. યુદ્ધના વખતમાં પકડાયેલા સૈનિકો કે જાસૂસો પોતાના રાષ્ટ્રની યુદ્ધના મોરચાની માહિતી ન આપવી પડે એટલે સંકલ્પ કરીને સામૂહિક આત્મઘાત કરી લે છે. હવે તો પોટેશિયમ સાઈનાઈડનું માદળિયું પહેરીને પોતાનાં વતન, ઘર્મ, પક્ષ ઇત્યાદિ માટે મરણિયા થયેલા માણસો પકડાઈ જતાં કે પકડાઈ જવાની બીક હોય ત્યારે બધા એકસાથે પોતપોતાનું માદળિયું ચૂસીને મોતને વરે છે. આમાં વ્યક્તિગત કોઈ દુઃખ હોતું નથી, પણ પોતાના પક્ષને બચાવાવની ભાવના જ મુખ્ય હોય છે. વર્મતાન સમયમાં શ્રીલંકાનાતમિલ ટાઈગરોએ આવી રીતે ઝેરનું માદળિયું ચૂસીને સામૂહિક આત્મવિલોપન કર્યું હોય એવા ઘણા દાખલા બન્યા છે. પોટેશિયમ સાઈનાઈડ અને એવાં બીજાં ઝેર એવાં છે કે જીભને તે અડતાં તત્કૃણ મૃત્યુ થાય છે. એક મિનિટ જેટલો સમય પણ તેમાં લાગતો નથી. તેમાં કોઈ શારીરિક પીડા હોતી નથી. જૂના વખતમાં યુદ્ધ સમયે પરાજય થવાનો સંભવ હોય ત્યારે રજપૂતોમાં કેસરિયા અને જૌહર કરવાની પ્રણાલિકા હતી. રજપૂત યોદ્ધાઓ દુમનના હાથમાં જીવતા ન પકડાઈ જવાય અથવા પકડાયા પછી જીવતા ન રહેવું પડે એ માટે પોતાના શરીરની એકાદ મોટી નસ ઉપર છેદ મૂકી, કેસરી વસ્ત્ર ધારણ કરી, ઈષ્ટ દેવદેવીનું સ્મરણ કરી,, જયનાદના ઉચ્ચારણ સાથે દુશ્મનની સામે શસ્ત્ર લઈને લડવા નીકળી પડે છે. લડતાં લડતાં પોતાની નસમાંથી વહેતા લોહીના કારણે છેવટે બેશુદ્ધ થઈ, ઢળી પડી મૃત્યુ પામે છે, પણ દુશ્મનના કેદી બનાવો વખત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154