Book Title: Samprat Sahchintan Part 09
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 128
________________ ફાધર બાલાગેર ૧૧૯ હું અસ્વસ્થ ચિત્તે સ્ટાફરૂમમાં આવીને બેઠો. દસેક મિનિટ થઈ હશે ત્યાં સંદેશો આવ્યો કે “ફાધર તમને બોલાવે છે.”હું પહોંચ્યો. ફાધરે મને બેસાડ્યો અને મારા હાથમાં પત્ર આપતાં કહ્યું, “પ્રો. શાહ, તમે મારા હદયને હલાવી નાખ્યું. તમારે માટે તરત જ ફુલટાઈમ એપોઈન્ટમેન્ટનો લેટરટાઇપ કરાવી નાખ્યો. આતમારો એપોઈન્ટમેન્ટલેટર.' આ કૉલેજ માટેની તમારી લાગણી મને સ્પર્શી ગઈ છે. તમારા કામ માટે મને બહુ આદર છે. એન.સી.સી.માં પણ તમારું કામ વખણાય છે. આશા રાખું છું કે હવે તમારે બીજે ક્યાંય જવાનો વિચાર નહિ કરવો પડે.” કુલટાઈમ એપોઇન્ટમેન્ટનો પત્ર મળતાં ફરી મારી આંખમાંથી આંસુ વહ્યાં. સ્ટાફરૂમમાં આવી મનસુખભાઈ તથા ઝાલાસાહેબને એપોઈન્ટમેન્ટનો પત્ર મેં વંચાવ્યો. તેઓ બંનેને બહુ આશ્ચર્ય થયું. તેઓએ કહ્યું અમે ફાધર સાથે ઘણી માથાકૂટ કરીને થાક્યા અને તમારા જવાથી આ પત્ર તરત આપી દીધો!” મેં જે પ્રમાણે બન્યું તે કહ્યું. સમસ્યાનો સુખદ અંત આવ્યો એ માટે તેઓએ પણ પોતાનો હર્ષ વ્યક્ત કર્યો. આ ઘટના પછી ફાધર બાલાગેર સાથે મારી આત્મીયતા વધી ગઈ. તેમાં પણ તેઓ વારંવાર એન.સી.સી.ની પરેડ જોવા આવતા અને એન. સી.સી.ના કેમ્પમાં પણ આવતા. એથી પણ આત્મીયતામાં ઉમેરો થતો રહ્યો હતો. ઝેવિયર્સ કૉલેજમાં એન.સી.સી.ના અમારા કેડેટોની કંપની તે “બી” કંપની હતી. એ.બી.સી. અને ડી.એ ચાર કંપનીના બેટેલિયનના વાર્ષિક કેમ્પમાં સ્પર્ધાઓ થતી અને તેમાં શ્રેષ્ઠ કંપનીની ટ્રોફી અમારી બી કંપનીને મળતી. તેમાં ફાધર બાલાગેરનું પ્રોત્સાહન ઘણું રહેતું. એન.સી.સી.માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154