Book Title: Samprat Sahchintan Part 09
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 126
________________ ફાધર બાલાશેર ૧૧૭. અગાઉથી એપોઈન્ટમેન્ટ આપવી પડે છે. આ ચાર મહિનાનો પગાર તો વગર ભણાવ્યે જ કૉલેજને આપવો પડે છે. એટલે હાલ પાર્ટટાઈમ એપોઈન્ટમેન્ટ આપી છે.” મેં કહ્યું, “કૉલેજે વગર ભણાબે એ પગાર આપવો પડે છે. પરંતુ હું તો બીજી ફુલટાઇમ નોકરી છોડીને કૉલેજના કામ માટે તાલીમ લેવા જાઉં છું. મને તો આર્થિક નુકસાન થાય છે.' પરંતુ ફાધરે મને આગ્રહ કર્યો અને જૂનથી ફૂલટાઈમ કરી આપવાનું વચન આપ્યું. છેવટે ફાધરની વિનંતી મારે સ્વીકારવી પડી. એન.સી.સી.ની તાલીમ લઇ હું મુંબઈ પાછો આવ્યો અને કોલેજમાં જોડાઈ ગયો. જૂનમાં મને કુલટાઇમ કરવાની વાત કૉલેજે કરી નહિ એટલે મેં મનસુખભાઈ અને ઝાલાસાહેબને વાત કરી. તેઓ ફાધર પાસે ગયા. વાતવાતમાં બે મહિના નીકળી ગયા. પછી એક દિવસ ફાધરને મળી આવીને તેઓએ મને કહ્યું, “રમણભાઈ, ફાધર તો કુલટાઈમ કરવાની ના પાડે છે. હેડ કલાર્કે કહ્યું કે ફુલટાઈમ થવા માટે તમારે ભાગે અઠવાડિયે દસ લેકચર લેવાનાં હોવાં જોઈએ. પણ તમારી પાસે તો નવ લેકચર છે.” પણ હું તો તેર લેકચર લઉં છું.” પણ કલાર્કે કહ્યું કે યુનિવર્સિટીના નિયમ પ્રમાણે તમારે ભાગે નવ લેકચર આવે છે. તમને કૉલેજે વધારાનાં જે લેકચર આપ્યાં છે તેની યુનિવર્સિટીના નિયમ પ્રમાણે જરૂર નથી. એ તમારે ન લેવાં હોય તો તમે ના પાડી શકો છો.' મેં મનસુખભાઈ અને ઝાલાસાહેબને કહ્યું, ‘હું મારી ફુલટાઇમ નોકરી છોડીને કૉલેજમાં આવ્યો તે વખતે તમે મને ફુલટાઇમની વાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154