Book Title: Samprat Sahchintan Part 09
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 135
________________ ૧૨૬. સાંપ્રત સહચિંતન -- ભાગ૯ ફાધરે કહ્યું “મેં મારું કર્તવ્ય બનાવ્યું છે. હું ભારતવાસી થઈને રહ્યો છું. ભારતીય સંસ્કારો મારા લોહીમાં આવ્યા છે. ભારત પાસેથી બદલાની કોઈ આશા માટે રાખવાની ન હોય. મારે જો માગવાનું હોય તો એટલું જ માંગું કે મારા મૃત્યુ વખતે મારા શરીરને દફનાવવા માટે છ ફૂટની જગ્યા જોઈશે. આ છ ફૂટની જગ્યા સિવાય બીજું કશું મારે જોઈતું નથી.' ફાધર દિવસે દિવસે વધારે અંતર્મુખ બનતા જતા હતા. તેઓ આધ્યાત્મિકતા તરફ વધુ ઢળવા લાગ્યા હતા. તેઓ પ્રાર્થના અને ધ્યાન માટે અગાઉ કરતાં વધુ સમય આપતા હતા. પોતાનું મૃત્યુ નજીક આવી રહ્યું છે એમ તેમને લાગતું અને તે માટે તેઓ સજ્જ હતા. તેઓ કહેતા કે સંસારના લોકોની નજરમાં મોટા દેખાવું એના કરતાં પરમાત્માની નજરમાં મોટા દેખાવું એ વધારે સારું છે.” ફાધર પુનર્જન્મમાં માનતા હતા. છેલ્લે છેલ્લે તેઓ કહેતા કે “મારો પુનર્જન્મ આ પૃથ્વીની બહાર, વિશ્વના બીજા કોઈ ભાગમાં થવાનો છે, એમ મને લાગ્યા કરે છે.” ફાધર બાલાગેર માનવ નહિ પણ મહામાનવ જેવા હતા. એમની પ્રતિભા વિરલ હતી. એમનું વ્યક્તિત્વ અનેકને પોતાના તરફ ખેંચે એવું હતું. બીજાનું હૃદય જીતવાની કળા એમને સહજ હતી. મુંબઇમાં અને પછી સિકંદરાબાદમાં એમના ગાઢ સંપર્કમાં આવેલી વ્યક્તિ ખ્રિસ્તી હોય કે બિનખ્રિસ્તી હોય તે દરેકને એમ લાગતું કે ફાધર અમારા છે. ફાધર બાલાગેર મારે માટે તો વાત્સલ્યસભર ફાધર જેવા જ હતા. એમને યાદ કરું છું ત્યારે એમનાં અનેક સ્મરણો નજર સામે તરવરે છે. ફાધર બાલાગેરના દિવ્યાત્માને માટે શાન્તિ પ્રાણું છું ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154