Book Title: Samprat Sahchintan Part 09
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 118
________________ કાધર બાલાશેર ૧૦૯ હજુ સશક્ત હતા. એમણે તે દિવસે ઉદ્ધોધન પણ સરસ કર્યું. કાર્યક્રમ પછી ફાધર બધાંને મળવા માટે ઊભા રહ્યા હતા. ગુજરાતી વિષયના અધ્યાપકોમાંથી હું હતો. મરાઠી, હિંદી અને સંસ્કૃત ભાષાના અધ્યાપકો પણ આવ્યા હતા. વિજ્ઞાન શાખાના અધ્યાપકો પણ હતા. અમે બધા હવે અધ્યાપનકાર્યમાંથી નિવૃત્ત થઈ ગયા હતા. ફાધર કૉલેજમાં હતા ત્યારે એકેએક અધ્યાપકને અંગત રીતે નામથી ઓળખતા. દરેકના કાર્યની ઘણી માહિતી એમને રહેતી. પરંતુ તે દિવસે કાર્યક્રમ પછી અમે ફાધરને મળ્યા તો ફાધર અમને ઓળખી શક્યા નહિ. પરંતુ એમ બનવું સ્વાભાવિક હતું, કારણ કે ફાધરે આચાર્યની પદવી છોડી તે પછી ત્રીસેક વર્ષનો સંપર્ક વિનાનો ગાળો પસાર થઈ ગયો હતો. ફાધર ઘણાં વર્ષોથી મુંબઈ છોડીને સિકંદરાબાદ રહેવા ચાલ્યા ગયા હતા. વળી નેવું વર્ષની ઉંમરે માણસની યાદશક્તિ ક્ષીણ થવા લાગે એમ બનવું પણ સ્વાભાવિક હતું. ફાધર મેલ્કિઓર બાલાગેરનો જન્મ ૧૫મી મે ૧૯૮૦માં સ્પેનમાં થયો હતો. પંદર વર્ષની વયે દીક્ષિત થઈ તેઓ સોસાયટી ઓફ જીસસમાં જોડાયા હતા. જેસ્યુઈસ્ટ સંઘમાં જોડાઈને ફાધરે લગભગ ૮૨ વર્ષ એ સંઘમાં પૂરાં કર્યાં હતાં. મુંબઈમાં કોઈ રોમન કેથોલિક પાદરીએ આટલાં બધાં વર્ષ સંઘમાં પૂરાં કર્યા હોય એવું જાણવામાં આવ્યું નથી. ફાધર બાલાગેરે બાળ બ્રહ્મચારી તરીકે ખ્રિસ્તી સંઘમાં દીક્ષિત થઈને સુદીર્ઘકાળનું સેવાપરાયણ સંયમજીવન પસાર કર્યું હતું. અનેકવિધ પ્રવૃત્તિઓથી અને સિદ્ધિઓથી તેમનું જીવન સફળ બન્યું હતું. ફાધર બાલાગેર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સ્પેનથી હિંદુસ્તાન આવ્યા હતા. હિંદુસ્તાન એટલે એમને માટે અજાણ્યો દેશ. વળી અજાણ્યા લોકો, અજાણી ભાષાઓ, અજાણ્યા સંસ્કાર અને રીતરિવાજવાળો દેશ. ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154