________________
માંગી-તંગી
૨૩
છે. પહાડ ઉપર માંગીગિરિનું શિખર લગભગ ૨૨૫ ફૂટ ઊંચું છે અને તે અર્ધવર્તુળાકાર જેવું છે. દુંગીગિરિનું શિખર બરણી કે સિલિન્ડર જેવું ગોળ છે અને તે આશરે ૨૭૫ ફૂટ ઊંચું છે. બંને શિખરો સહિત પહાડનું દશ્ય દૂરથી જોઇએ તો જાણે પગ લંબાવીને બેઠેલા સિંહ જેવી કે એવા વિશાળકાય અન્ય પ્રાણી જેવી આકૃતિ જણાય. પહાડનો દેખાવ નજરને ભરી દે એવો છે. તુંગીગિરિ બાજુનો પહાડ દૂરથી જોતાં જાણે કુદરતી પિરામિડ હોય એવો દેખાય છે. પહાડ ઉપર એ બાજુત્તુંગીગિરિની ચૂલિકા એટલે જાણે પર્વતની ટોચ પર સ્થાપેલું મોટું શિવલિંગ! -
માંગીતંગીના પહાડ ઉપર મારાં પત્નીથી સંધિવાને કારણે ચડીને જાત્રા થાય એમ નહોતી, તથા પગ વાળીને ડોળીમાં બેસવાનું પણ ફાવે એમ નહોતું. એમણે નીચે મંદિરમાં સ્તુતિ કરી. મેં તથા શ્રી જગદીશભાઇએ ડોળીમાં બેસીને અને શ્રી રમેશભાઈએ પગથિયાં ચડીને જાત્રા કરવાનું ઠરાવ્યું. અમે પહાડ તરફ પ્રયાણ કર્યું.
માંગીનુંગીનું ચડાણ સીધું અને કપરું છે; એટલે ડોળીવાળા ચાર હતા, બે ઊંચકનાર અને બે ડોળીને નીચેથી પકડીને સહેજ ઊંચી કરનારા કે જેથી ઊંચકનારને ભાર ન લાગે, જો આ બે મદદનીશ ડોળીવાળા ન હોય તો ઊંચકનાર ગમે ત્યારે સમતોલપણું ગુમાવી બેસે. ડોળીમાં પાછા ઊતરતી વખતે બેસનારે અવળું મોઢું રાખીને બેસવું પડે, નહિ તો આગળના ડોળીવાળા પર વધુ પડતો ભાર આવી જાય અને તે ગબડી પડે.
માંગીનુંગી અને એની આસપાસના પર્વતો ‘ગાલના પહાડી' (Galna Hills) તરીકે ઓળખાય છે. નાસિક, મનમાડ, ધુલિયા, માલેગાંવ, અમલનેર વગેરે શહેરોની વચ્ચે જંગલમાં આવેલી આ ગિરિમાળા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org