________________
અભિનંદનનાં અમી છાંટણાં શ્રી રાજુભાઈ એમ. શાહ
અમદાવાદ
૨૦/જૂન/૨૦૧૫
શ્રી અમિતભાઈ
આપશ્રીએ જૈનધર્મના ખૂબ જ અગત્યના વિષય “સમકિત” ઉપર મહાનિબંધ તૈયાર ર્યો જે એક અપૂર્વ જ્ઞાન સેવા ક્ડી શકાય. યુનિવર્સિટી આજે જ્યારે આપશ્રી ને Ph.D.ની પદવી આપશે, મંજૂરીની મહોર મારશે, જેનો આનંદ સૌને છે.
સમકિત જેનું બીજું નામ સમ્યગ્દર્શન છે. આ જૈનધર્મનો અતિ મહત્ત્વનો વિષય છે. સમકિત પ્રાપ્ત કરી જીવ મોક્ષ મેળવી શકે છે. સમકિત વિના મોક્ષ મેળવવો અસંભવ છે. આ સમકિત એટલે સાચી દષ્ટિ, સાચી દષ્ટિ આવ્યા પછી જ જીવનું જ્ઞાન, આચરણ અને તપ સાચું બની શકે છે. અન્યથા તે મિથ્યા જ રહે છે, અને જ્યારે જ્ઞાન, આચરણ અને તપ સમ્યક્ બને છે ત્યારે જીવ ટૂંકા સમયમાં જ મોક્ષના શાશ્વત સુખોને પામી શકે છે. માટે સમકિત પ્રાપ્ત કરી બધું સમ્યક્ બનાવવું જીવ માટે અત્યંત આવશ્યક છે.
અમિતભાઈ આપશ્રીએ અથાક મહેનત કરી ક્યાંય ક્યાંયથી સમકિતને લગતી માહિતી શોધી, ભેગી કરી એક નવસર્જન ક્યું છે. સાથે સમકિત કેવી રીતે પ્રાપ્ત થાય તેનું મહત્ત્વ, તેના ફાયદા, વગેરે શાસ્ત્રીય વાતો સુંદર સમજાવી છે.
સમકિત આવ્યા પછી જીવનો પુરુષાર્થ પણ “સમ્યક્” બની જાય છે. તેની નાની ધર્મક્રિયા પણ ઊંચું ફળ આપનાર બને છે. સમક્તિ એ એકડાના સ્થાને છે તો ક્રિયાઓ શૂન્યના સ્થાને છે. એકડા પછી જેટલા શૂન્ય આવે તે દરેક શૂન્યનું મહત્તવ ગુણાત્મક રીતે વધી જાય છે.
આપશ્રીએ સળંગ ચાર વર્ષ મહેનત કરી લખવું, વાંચવું, શોધ, સંશોધન, ચર્ચા, વિચારણા અને સમાધાન કરી આ નિબંધ તૈયાર ર્યો છે. ખરેખર સાચે જ અમિતભાઈ આપે હીરા પારખતાં પારખતાં આત્મારૂપી હીરો પારખી તેના પર “સમકિત”ના પાસા પાડ્યા છે.
આ નિબંધને જરૂરથી જૈન સાહિત્યમાં ચોક્કસ મુખ્ય સ્થાન મળશે. આ પ્રસંગે હું હાર્દિક અભિનંદન આપું છુ.
શ્રી રાજુભાઈ એમ. શાહ M.A.Jainology