Book Title: Samkit Shraddha Kriya Moksh
Author(s): 
Publisher: Hindi Granth Karyalay

View full book text
Previous | Next

Page 8
________________ વહાલા દીકરાને... શ્રીમતી વીણાબેન તથા ભાનુચંદ્રભાઈ ભણસાળી મુંબઈ ૧/જૂન/૨૦૧૫ વહાલા... અમિત તમારા જીવનમાં ધર્મભાવના ઉત્તરોત્તર વધતી ગઈ. મમ્મી-પપ્પાને આનાથી વધારે ખુશી કઈ હોઈ શકે? અમારે ખાસ આજે એ વાત કરવી છે. અમિતભાઈ નાના હતા. સ્કૂલનું ભણતા. સાથે સાથે સંત/સતીજીના દર્શન કરવા જતાં. વહોરાવવું ગમતું, વગેરે ધર્મના પ્રાથમિક ગુણો અમે તેમનામાં જોયા. મોટા થઈ ધંધામાં લાગ્યા. ત્યાર પછી, લક્ષ્મીનો સન્માર્ગે ઉપયોગ કરવા લાગ્યા જેમ કે દાન કરવું, ઉપાશ્રય બનાવ્યા, પાંજરાપોળમાં પશુપાલન માટે ધનનો સદ્ધપયોગ કરવો અને સંત/સતીજીની સેવા ભક્તિ કરવી આ બધું જોઈ અમને આનંદ સમાતો ન હતો. અમારા સુસંસ્કારો તેમનામાં પણ આવ્યા તેવું લાગતું પણ આ સંતોષ અહીં સુધી જ ન અટકતાં હજુ પણ અમિતભાઈની ધર્મભાવના આગળ વધતી ચાલી. તેમણે પોતાનું ધ્યાન બે બાબત ઉપર કેન્દ્રિત ક્યું. (૧) જ્ઞાનપ્રાપ્તિ અને (૨) ક્રિયાની રુચિ. જ્ઞાન મેળવવું – વાંચવું – લખવું અને કંઠસ્થ કરવું તેમાં તેમણે સામાયિક, પ્રતિક્રમણ, પુચ્છિન્નુણે, મોટી સાધુવંદણા કંઠસ્થ ક્ય ૧૦૦ થોક સંગ્રહની બુક સમજ્યા. ક્રિયા રુચિમાં તે હંમેશા ગુરુદેવ પાસે દરવર્ષે ૧૨વ્રત આદરતા સાથે દસમું વ્રત ઉપાશ્રયે રહીને કરતા અને શ્રાવક ધર્મને સ્વીકારતા. ઓફિસેથી આવે કે તરત પ્રતિક્રમણ કરી લેવું ગમતું. આઠમ પાણીનું પ્રતિક્રમણ ક્યારેય ન ચૂક્તા. આ બધી ક્રિયાઓ તેમનામાં અમે જોઈ અને આનંદની લાગણી અનુભવી. જ્ઞાન અને ક્રિયામાં આગળ વધતા વધતા આજે જ્યારે Ph.D.ના અભ્યાસ સુધી પહોચ્યાં એ જોઈને અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ. અંદાજિત છેલ્લાં ચાર વર્ષથી અનેક જવાબદારી

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 388