Book Title: Samkit Shraddha Kriya Moksh Author(s): Publisher: Hindi Granth Karyalay View full book textPage 7
________________ મંગલ-કામના ગુરુદેવ વતી પ.પૂ. પ્રકાશકમુનિજી મ.સા. તા. ૧/જુલાઈ/૨૦૧૫ સુરેન્દ્રનગર - ગુજરાત – ધર્માનુરાગી, દેવ, ગુરુ, ધર્મની, ભક્તિથી ભીંજિત સુશ્રાવક શ્રી અમિતભાઈ અત્રે આચાર્ય ભગવંત પૂ.શ્રી.વીરેન્દ્રમુનિજી.મ.સા.આદિ ઠાણા ૫. સુખશાતામાં વિરાજે છે. આપ સૌને ધર્મધ્યાનનો શુભસંદેશ પાઠવે છે. વિશેષમાં આદર્શ વિચારક, ધર્મનિષ્ઠ શ્રાવકવર્ય શ્રી અમિતભાઈ અઢળક ભૌતિક સમૃદ્ધિની વચ્ચે પણ પોતાના અતિ વ્યસ્ત Business Time Table માંથી પણ સમય ફાળવી આત્માની જન્મમરણની શ્રૃંખલાને અટકાવવા સમ્યક્દર્શન અને તેની મહત્તા દર્શાવતો નિબંધ ખૂબજ સુંદર રીતે પૂર્ણ ર્યો છે. આ ‘‘સમકિત નિબંધ’’ વાંચન-ચિંતન-અનુપ્રેક્ષણ દ્વારા અનેક ભવ્યાત્માઓને માટે મિથ્યાત્વના તિમિર ટાળી સમ્યક્ત્વનો પ્રકાશ પાથરવામાં નિમિત્ત બની રહે તથા અનાદિકાળની ભવયાત્રાનો અંત લાવી ભગવંત બનાવે એ જ મંગલકામના સહ શુભભાવના. પૂ.આચાર્ય ગુરુદેવ વતી પ્રકાશકમુનિજી મ.સા. દરિયાપુરી આઠકોટી. સ્થા. જૈન સંપ્રદાયPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 388