________________
અનુલેખ
તરંગવતીકાર પાદલિપ્તાચાર્ય
જેન પરંપરામાં સંગૃહીત પાદલિપ્તાચાર્યના દંતકથાપ્રધાન ચરિત્રમાં તેમનાં જન્મ, દીક્ષા, સામ, વિહાર અને પ્રવૃત્તિ વિશે જે માહિતી મળે છે તેને સાર નીચે પ્રમાણે છે :
વૈરોટાદેવીના કહેવાથી કેસલાપુરીના શ્રાવક ફલ શ્રેષ્ઠીની નિઃસંતાન પત્ની પ્રતિમાઓ નાગહસ્તીમૂરિના ચરણોદકનું પાન કર્યું, અને તેને ઉત્તરોત્તર જે દશ પુત્ર થયા, તેમાંના સૌથી પહેલા અત્યંત પ્રતિભાશાળી નાગેન્દ્રને તેણે સૂરિને અર્પિત કરી દીધા. અસાધારણ બુદ્ધિ અને સ્મૃતિને કારણે તે બાળવયમાં જ વ્યાકરણ, સાહિત્ય, ન્યાય વગેર શાસ્ત્રોમાં તથા જૈન આગમ-સાહિત્યમાં પારંગત થઈ ગયો. એક વાર ગુરુની આજ્ઞાથી તે વહોરવા ગયો, અને કાંઈ વહોરીને પાછો આવતાં ગુરુએ તેને ઇયપથિકી “આયણ” (= આલોયના) કરવાનું કહ્યું, એટલે તેણે ‘આલોકના' (= અવલોકન) એવો અર્થ ઘટાવીને નીચેના અર્થની ગાથા કહી :
રતુમડી આંખો અને કુસુમકળી સમી તપંક્તિવાળી નવવધૂએ નવા ચોખાની, ખટાશયુક્ત, ગાંઠ પડયા વિનાની કાંજી શકોરા વતી મને આપી.” . આ સાંભળીને મુએ કહ્યું, “અહો! આ ચેલે તો શૃંગારરૂપી અગ્નિથી “જિન” (=પ્રદીપ્ત) છે.” આ સાંભળીને ચેલે બોલ્યો. “ભગવાન એક કાને વધારી દેવાની કૃપા કરી
એટલે કે ‘qfસ્ટરને બદલે મને ઝિર નામ આપો” ), ગએ તેની બુદ્ધિચતુરાઈથી પ્રભાવિત થઈને તેને ઔષધિઓથી પાલેપ કરીને આકાશમાર્ગે જવાની આકાશગામિની વિદ્યા આપી. ત્યારથી તે પાદલિપ્ત કહેવાયા. તે દસ વરસના થયા એટલે સંધની અનુમતિથી ગુરુએ તેને પિતાને પદે આચાર્ય તરીકે સ્થાપ્યા. પછી તીર્થયાત્રા કરવા તે મથુરા ગયા અને ત્યાંથી તે પાટલિપુત્ર ગયા. ત્યાંના મુડ રાજાને અનેક કેયડા ઉકેલી આપીને તેમણે પ્રભાવિત કર્યો જેવા કે દોરાના દડામાં ગુપ્ત રહેલો દોરાનો છેડો શોધી કાઢવો, એકસરખી ગોળાઈ વાળા દંડનાં મૂળ અને અંત શોધી કાઢવાં, દાબડાના ઢાંકણને ગુપ્ત સાંધે શોધી કાઢો વગેરે. વળી મુસંડરાજાની અસાધ્ય શિરોવેદના સૂરિએ પોતાના ઘૂંટણ પર ત્રણ વાર આંગળી ફેરવીને મંત્રબળે મટાડી. આ રીતે પાટલિપુત્રના રાજાને પ્રભાવિત કરીને પાદલિપ્તાચાર્ય પાર્શ્વનાથને વંદન કરવા મથુરા ગયા. ત્યાંથી તેઓ લાટદેશના એકારપુરમાં ગયા. ૧. આ માટેનો મુખ્ય આધાર પ્રભાચંદ્રાચાર્ય કૃત રામાવરિત (રચનાવર્ષ ઈ.. ૧૨૮;
સંપાદક મુનિ જિનવિજય, ૧૯૪૦) છે. આ ઉપરાંત ભદ્રેશ્વરકૃત વહાવહી, રાજરોખરફત વર્ષોશ, પુરાતનgવંધનંદ વગેરેમાં પણ ઓછાવતા વિસ્તાર અને કેટલીક વીગતફેર સાથે પાદલિપ્તનું ચરિત્ર મળે છે. નિર્વાણહિક્કાની ભૂમિકામાં પણ ઉપર્યુંકત આધારેમાંથી થોડાકને ઉપયોગમાં લઈને મે.ભ. ઝવેરીએ અંગ્રેજીમાં ચરિત્ર આપેલું છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org