________________
તરંગલેલા
વણને વાળી ગાથાઓ છેડી દઈને સળંગ કથાસૂત્ર પ્રસ્તુત કરતી ગાથાઓ સંક્ષેપકારે યથાતથ જાળવી રાખી છે. એટલે “સં. તરં.'ની ઘણીખરી ગાથાઓને આપણે પાદલિપ્તની રચના તરીકે લઈ શકીએ.
આ વસ્તુને અસંદિગ્ધ સમર્થન એ હકીકતથી થાય છે કે ભદ્રેશ્વરે “કહાવલીમાં ૫ દલિપ્તની તરંગવતી’નો જે ૪૨૫ ગાથા જેટલે સંક્ષેપ આપેલ છે તેની આશરે ૨૫૫ ગાથાઓ (એટલે કે ૬૦ ટકા) “સં. તર.'ની ગાથાઓ સાથે શબદશઃ સામ્ય ધરાવે છે.. અને “ભ, તર.'ની બાકીની ઘણીખરી ગાથાઓ પણ “સં. તરં.'માં આંશિક સામ્ય સાથે મળે છે. અનેક સ્થળે પાંચથી સાત ગાથાઓના ગુણ બંને સંક્ષેપમાં તેના તે જ છે. ભદ્રેશ્વર “સં. તર.”થી સ્વતંત્રપણે જ સંક્ષેપ કરેલ છે તે હકીકત એ રીતે સ્થાપિત થાય છે કે “સ.. તર'ની તુલનામાં “ભ. તર'.' ચોથા ભાગ જેટલી હોવા છતાં તેમાં કેટલાક કથાંશ એ મળે છે જે “સં. તરં.’માં નથી, અને વિષય, સંદર્ભ વગેરે જોતાં એ અંશ ભદ્રેશ્વરે કરેલે ઉમેરો નહીં, પરંતુ મૂળ કૃતિમાંથી જ લીધેલ હોવાનું દર્શાવી શકાય તેમ છે. આથી, સં. તરં.' અને “ભ. ત.' વચ્ચે જેટલી ગાથાઓ સમાન છે (એટલે કે બેચાર ગાથાઓ જોડીને કરેલા થોડાક સંક્ષેપ બાદ કરતાં બાકીની “ભ. તર'ની બધી ગાથાઓ) તે અસંદિગ્ધ પણે પાદલિપ્ત ની જ છે, અને તે ઉપરાંત “સં. તર.'ની બાકીની પણ મોટા ભાગની ગાથાઓને પાદલિપ્ત ની રચના ગણવામાં કશે દેષ જણાતું નથી.
નવમી શતાબ્દીના સ્વયંભૂદેવના “સ્વયંભૂ છંદમાં (પૂર્વબાગ, ૫,૪) પાદલિપ્તના નામ નીચે જે ગાથા ટાંકી છે, તે ‘સં. તરં.'માં ૫૪ મી ગાથા તરીકે (થોડાક પાઠફેર સાથે) મળે છે. આ હકીકત પણ “સં. તરં.'ની પ્રામાણિકતાને સમર્થિત કરે છે.
તરંગવતીકથાની પ્રાચીનતા સં. તર.” દ્વારા પ્રતીત થતાં મૂળ ‘તરંગવતીકથા’નાં સામાન્ય સાહિત્યિક વલણ, ભાષાપ્રયેગે અને શૈલીગત લક્ષણો પરથી પણ ‘તરંગવતી’ એક પ્રાચીન કૃતિ હોવાની દૃઢ છાપ પડે છે. ઘટનાઓ, પાત્રાલેખન અને વનની બાબતમાં “તરંગવતી'માં સમકાલીન જીવનનું અનુસરણ કરવાનું જે પ્રબળ વાસ્તવલક્ષી વલણ આપણે જોઈએ છીએ તે પ્રાચીન પ્રાકૃત કથા-સાહિત્યની વિશિષ્ટતા છે. પાછળના સમયની રચનાઓમાં કથાવસ્તુ, પાત્ર, વન વગેરેની બાબતમાં સમકાલીન જીવનથી વિદૂર રહીને વધુને વધુ સ્વરૂપ પ્રધાન, આલું, કારિક અને પરંપરારૂઢ બનવાનું વલણ છે. વસ્તુતત્વ પ્રબળ અને રસાવહ હોય, તત્કાલીન જીવન ના સંસ્પર્શથી નિરૂપણું જીવંત અને તાજગીવાળું હોય એ પ્રકારની લાક્ષણિકતા ઈસવી સનની આરંભની શતાબ્દીમાં રચાયેલી ગુણાઢયની “બૃહત્કથામાં (અને તેના જૈન રૂપાંતર “વસુદેવદિંડીમાં) આપણે જોઈએ છીએ. ‘તરંગવતી' પણ આ વિષયમાં તેની સાથે કૌટુંબિક સામ્ય ધરાવે છે.
પાદલિપ્ત એક મહત્ત્વના પ્રાચીન પ્રાકૃત કવિ હેવાનું હાલકવિના “ગાથાકેશ પરથી પ્રત્યક્ષ તેમ જ પક્ષ રીતે આપણને જાણવા મળે છે. ભુવનપાલ, પીતાંબર વગેરેની હાલના ‘ગાથાકોશ' પરની વૃત્તિઓમાં જે ગાથાકારોનાં નામ આપેલાં છે, તેમાં વારિત (રૂપાંતરે વાઢિ, વાતિ, વરિન્ય વગેરે)ને પણ સમાવેશ થયેલો છે, અને એક કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org