Book Title: Sambodhi 1978 Vol 07
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 354
________________ તરંગલેલાં હોવાનું જણાય છે. તેમાં તરંગવતીને પ્રારંભ પત્ર ૧૪૪ ૨ પરથી થાય છે. પાઠને સંબંધ પત્ર ૧૪૯૪ની ઉપાંત્ય પંક્તિથી વટે છે, તે પછી જEાવીને કઈક બીજો અંશ જોડાઈ ગયો છે. તરંવતનું અનુસંધાન તો પત્ર ૧૨૬ ઉપર મળે છે. ત્યાંથી પાછી શરૂ થઈને કથા પત્ર ૧૨૯૯ના મધ્યમાં પૂરી થાય છે.... (સદ્દગત મુનિ જિનવિજયજીએ આ પ્રત જોસેલી અને તેમણે પાઠ જ્યાંથી તૂટે છે ત્યાં તેનું કયા પત્ર પર અનુસંધાન છે તેની નોંધ મૂકેલી છે.) પાછળથી પાટણના ભંડારની મૂળ તાડપત્રીય પ્રત પણ ઉપયોગ માટે મળી શકી (સંધવી પાડાના ભંડારની એ પ્રત સંવત ૧૪૯૭માં લખાયેલી છે.). | સરખામણી કરતાં જણાયું કે વડોદરા વાળી નકલ પુર્ણપણે તેના મૂળને વફાદાર છે પાટણની પ્રતમાં પણ તારીને પાઠ વડદરના પ્રત પ્રમાણે જ વચેથી તટેલે છે અને અન્યત્ર સંધાય છે. પ્રત ઘણી જાની અને તાડપત્રની હોવા છતાં અનેક સ્થળે પાઠ ભષ્ટ છે. અક્ષરો વચ્ચે ગરબડ, અનુસ્વારનું ઠેકાણું નહીં, ક્યાંક અત્રર પડી ગયો હોય તો કયાંક વધારાને હાથે આવી બધો કચાશે તેમાં જોવા મળે છે. હસ્તપ્રતોમાં તળવતોનો પાઠ કેટલે ભષ્ટ છે તેને ખ્યાલ અહીં પૂ. ૨૫૯-૨૭૨ : ઉપર આપેલા ભ્રષ્ટ પાઠો પરથી મળી રહેશે. અનેક સ્થળે શુદ્ધ પાઠની અટકળ કરવાની રહે છે. કેટલાંક સ્થળે પાછળથી પાઠશુદ્ધિ સૂચવતા તેવાં સ્થળોનો પણ શુદ્ધિ પત્રમાં સમાવેશ કરી લીધો છે. મુદ્રણની અશુદ્ધિ ગણી રહી ગઈ છે, જે માટે પાઠકની ક્ષમા માગલાની છે. ઋણસ્વીકાર તારાના પ્રસ્તુત સંપાદનકાર્યમાં વિવિધ રીતે સહાયભૂત થવા માટે હું નીચેની યક્તિઓ અને સંસ્થાઓ પ્રત્યે મારી આભારની ઊંડી લાગણી અહીં વ્યક્ત કરું છું : ડહેલાના ભંડારની હસ્તપ્રતનો ઉપયોગ કરવા દેવા માટે તે ભંડારનાં વ્યવસ્થાપકે પ્રત્યે અને તે પ્રતનો પત્તો લગાડીને સુલભ કરી આપવા માટે શ્રી જેસિંગભાઈ ઠાકર પ્રત્યે; તરંગોઢાની અન્ય પ્રતો માટે જનાનંદ પુસ્તકાલય (સૂરત) પ્રત્યે અને લા દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર પ્રત્યે; ભદ્રેશ્વરની તરંવતની અન્ય પ્રતનો ઉપયોગ કરવા દેવા માટે પ્રવર્તક કાંતિવિજયજીના ભંડારના વ્યવસ્થાપકે પ્રત્યે અને તે પ્રત મેળવી આપવા માટે શ્રી લક્ષ્મણભાઈ ભેજક પ્રત્યે; ગ્રંથ પ્રકાશિત કરવા માટે લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના અધ્યક્ષ ડે. નગીનદાસ શાહ પ્રત્યે તથા મારા મિત્ર પ્રા. દલસુખભાઈ માલવણિયા પ્રત્યે; મુદ્રણ વેળા વિવિધ રીતે અનુકળ થવા માટે સ્વામીનારાયણ મુદ્રણમંદિરના શ્રી કે. ભીખાલાલ ભાવસાર પ્રત્યે. હરિવલ્લભ ભાયાણી અમદાવાદ ફેબ્રુઆરી ૧૯૭૯ ૧૦. કસ્તવિજયજી ની આવૃિતની પ્રસ્તાવનામાં હી.૨. કાપડિયાએ gaોના આપેલા વૈરાવતીના સંક્ષેપને નિર્દેશ કર્યો છે (પૃ.૧૮) અને ગ્રંથપાઠને અંતે ભ. ત.ની છેલ્લી બે ગાથા ટાંકી છે. ૧. જુઓ દલાલ અને ગાંધી સંપાદિત “પાટણ કેટેગ ઍવ મેનસિકસ, ૧૯૭૩, ૫. ૨૪૪, ક્રમાંક ૪૦૩. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358