________________
૨૮૬
તરંગલોલા , ભદ્રેશ્વરની “ કહાવલી ”માં આવેલી “ તરંગવાઈ કહા' અહીં પરિશિષ્ટમાં આપેલ છે.. ‘કલાવલીમાં પ્રદ્યોત, શિવા પેઠા ને ચેલણાની કથા પછી તરંગવતીની કથા એમ કહીને આપેલી છે કે ચેલણાની જેમ તરંગવતીને પણ તેનો પતિ ચોરીછુપીથી પરણેલો. કથાને અંતે વિધાન છે કે ‘ણિક અને ઉદયનના રાયકાળમાં થયેલી તરંગવતીની રમ્ય અને ભદ્ર કથા, જે ભદ્રશ્વરસૂરિએ રચેલી છે, તે સમાપ્ત થઈ. આ ઉપરથી વાચકને એવું સમજાય કે તરંગવતીની કથાનું વસ્તુ લઈને ભદ્રેશ્વરે સ્વતંત્ર રચના કરી છે, પણ હકીકતે તે આ પાદલિપ્તની ‘તરંગવતી’ને જ સક્ષેપ છે. “સંત”ને મુકાબલે “ભ.ત. ચોથા ભાગની (આશરે સાડા ચાર ગાથા) છે. “સંત”માં થી તેવો કેટલોક કથાના ભાગરૂપ અંશ “ભ.ત.'માં છે તે જોતાં ભદ્રેશ્વરે “સંત.”થી સ્વતંત્રપણે સંક્ષેપ કરેલ હોવાનું માની શકાય. વળી કેટલાક પાઠભેદ હોવાથી ભદ્રેશ્વર પાસે જુદી પરંપરાની હસ્તપ્રત હોવાનો સંભવ ખરો. “ભ.ત. મૂળના કથાસૂત્રને જાળવતે સામાન્ય સંક્ષેપ છે. વન અને વિગતોની સાથે મોટા ભાગનું કાવ્યતત્વ પણ તેમાંથી ચળાઈ ગયું છે. ભદ્રેશ્વરના સમયે બાબત મતભેદ છે, પણ તે અગિયારમી શતાબ્દીથી અર્વાચીન નથી જણાતા.1
સંપાદિત પાઠને આધાર આ કરતૂરવિજયજીએ પોતાના સંપાદન માટે જે પાંચ પ્રતે ઉપયોગમાં લીધેલી તેમાંની ત્રણ એક પરંપરાની અને બે બીજી પરંપરાની હોવાનું નિવેદનમાં જણાવેલું છે. પહેલા જુથની જુની અને મૂળભૂત પ્રત પાલિતાણાના અંબાલાલ ચુનીલાલ જ્ઞાનભંડારની લેખન સ વત વિનાની (પણ અટકળે અઢારમી શતાબ્દીની) પ્રત છે. બાકીની બે તેના ઉપરથી સીયાર કરેલી હોવાનો સંભવ ઉપર્યુક્ત નિવેદનમાં વ્યક્ત કર્યો છે. અહીંના પાઠ માટે મેં પાલિતાણાની ઉક્ત પ્રતની ફોટો નકલને ઉપયોગ કર્યો છે, અને સૂરતના જેનાનંદ પુસ્તકાલયના ભંડારની પ્રત આ પ્રતની જ નકલ હોવાની ખાતરી કરી છે. બીજા જૂથની તેમાંથી ડહેલાના ઉપાશ્રયની પ્રત પણ મેં ઉપયોગમાં લીધી છે. પાલિતાણાવાળી પ્રતથી એ જુની જણાય છે, તેમ છતાં બંને પ્રતને પાઠ અત્યંત સમાન છે, અને “સંત. 'ની ઉપર્યુક્ત સઘળી પ્રતો કઈ એક જ હાપ્રત ઉપરથી તયાર થયેલી હોવાનું નિશ્ચિત છે. એ મૂળ પ્રતને લહિયો પણ કાચું હોય અને તેગે નકલ બેદરકારીથી તૈયાર કરી હોય (કેટલાક અક્ષરાને સંજમ, કેટલીક ગાથાએ નકલમાં છુટી ગયેલી, વગેરે ). ઉપગમાં લીધેલી પ્રતિમાંથી પહેલાના ઉપ શ્રયવાળી પ્રત વધુ વિશ્વાસપાત્ર છે, અને તેને લહિયે ઘણો અણઘડ હોવા છતાં તેની આધારભૂત પ્રત બારમી શતાબ્દી આસપાસની હોવાનો સંભવ હેઈને અહીં તેને જ આધારે પાઠ આપેલ છે. કઈ પાઠાંતરો નથી; જે કોઈક સ્થળે પાઠાંતર હોવાનું લાગે છે, ત્યાં પણ તે આધારભૂત પ્રતને લહિયા સરખો વાંચી ન શકયો તેનું, અથવા તે લહિયાની ભૂલનું કે લેખનપ્રસાદનું પરિણામ જણાય છે.
કસ્તૂરવિજયજીએ પાલિતાણ વાળી પ્રતને મુખ્ય આધાર તરીકે રાખી દેવાનું જણાય છે. ડહેલાના ઉપાશ્રય. વાળી પ્રત કરતાં એ પ્રતનો લહિયા ઘણે વધુ બેદરકાર અને અણઘડ છે, ૬ ૨૩પુનમહાપુરિવરિય (સં. અમતલાલ ભેજક, ૧૯૬૫), પ્રસ્તાવના પૃ. ૪૧. ૭ જુઓ ઉપર ટિપ્પણુ ૫,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org