________________
તરંગલેલા
૨૮૩
(૧૦૯૫), વારમ (૧૧૦૩), વેઢવ (૧૧૦૩), નેણ (૧૧૫૮), નામ (૧૧૬૭), વાટ્ટાર (૧૧૭૫), તિવારી (૧૧૮૮, ૧૧૮૯), વિકાસ (૧૧૮૯), વરિયર (૧૨૦૧), ગુરુશ્રી (૧૨૧૮), છાયg (૧૨૩૬, ૧૨૭૧), સાવિત્રવનવું (૧૨૪૬), નર (૧૩૩૩), મંગુ (૧૩૩૮), વજુર (૧૩૭૪), નેત્રુ (૧૩૭૫), વિક્રય (૧૩૮૩),ત્તિ (૧૪૩૧), રિંછોરી (૧૪૬૮), દિધું (૧૪૮૨), છેવ (૧૫૪૮), વઢવલ્સ (૧૫૬ ૧), નીડુ (૨૦૧, ૪૩૭), નીમ (૧૧૫૧), નાહૂતિ (૧૭૬), પરીતિ (૧૩૪૮), તી (૫૪૮, ૧૨૦૧), ઉતીમ (૧૬ ૨૧), ૫રત (૩૨૨, ૩૫૩), કટ્ટરંતિ (૪૫૦), ૩ઘૂસરૂ (૫૧૩), afકંતિ (૫૪૯, ૭૦૦), વેઃ (૪૧૨. પ૩૩), વેતિ (૬૨), મવચારવંતે (૨૯), નિવાગામ (૮૧૩), નિઘાટ્ટૉા (૧૪૫૪) વગેરે.
તરગંવતીના સંક્ષેપમાં મળતાં આ લક્ષણોમાંથી મુખ્ય મુખ્ય લક્ષણોને આડોકું વાવેતકિની પ્રાકૃતમાંથી પણ તારવી બતાવ્યાં છે,કે અને તેમને આધારે તેમણે તે ભાષાને “પ્રાચીન જૈન માહારાષ્ટ્રી' એ નામે ઓળખાવી છે. કેટલાંક રૂપ તે સમગ્ર પ્રાકૃત સાહિત્યમાંથી પ્રથમ વાર વહુવકીમાં મળતાં હોવાનું તેમણે કહ્યું છે. હવે એ રૂપ “તરંગવતી'માં પણ વપરાયેલાં હોવાનું આપણે જોઈએ છીએ. આ પ્રાચીન જૈન માહારાષ્ટ્રી, જ્યારે અર્ધમાગધી સાથે હજી જેનની માહારાષ્ટ્રને સંબંધ જળવાયો હતો અને પાછળના કથાસાહિત્યમાં જે અત્યન્ત રૂઢ શૈલીની એકધારી તાકત મળે છે તેના વિરોધમાં બોલચાલની ભાષાનાં જીવંત રૂપોને પણ ભાષા હજી સ્વીકારતી હતી, તે કાળની પ્રાકૃત છે. આ વયુવહૂિંડીને ઈસવી ચોથી શતાબ્દી જેટલી છે તેથી પણ વધારે જૂની હોવાનું માને છે. વસુદેવહૂંડી અને “તરંગવતી'ના ભાષાપ્રયોગોનું સામ્ય જોતાં “તરંગવતી’ને પણ ઈસવીસનની આરંભની સદીઓમાં મૂકવાનું અનિવાર્ય બને છે. વળી આપણી પાસે તે ‘તરંગવતી’ના સંક્ષેપ ઉપરથી તારવેલું તેના ભાષાપ્રયોગોનું ખંડિત ચિત્ર છે. મૂળ કૃતિમાં તે પ્રાચીન પ્રકૃતના (અને દેશ્ય શબ્દોના) પ્રયોગોનું પ્રમાણ વિપુલ હેવાનું આપણે સહેજે સ્વીકારી શકીએ.
તરંગવતીની અસાધારણ ગુણવત્તા તરંગવતી'ના સંક્ષેપ ઉપરથી આપણે મૂળ કૃતિની ગુણવત્તાને જે ક્યાસ કાઢી શકીએ છીએ તેથી તે ધણી ઊંચી કોટિની કલાકૃતિ હોવા વિશે, અને પાદ'લતની તેજસ્વી કવિપ્રતિભા વિશે કશી શંકા રહેતી નથી. પ્રાચીન પરંપરામાં પાદલિપ્ત અને “તરંગવતી'ની વારંવાર જે ભારે પ્રશસ્તિ કરાઈ છે તેમાં કશી અતિશયોક્તિ નથી. ‘તરંગવતી’ લુપ્ત થયાથી પ્રાકૃત કથાસાહિત્યનું એક અણમોલ રત્ન લુપ્ત થયું છે.
‘તરંગવતી’નું કથાવસ્તુ પોતે જ ઘણું હૃદયંગમ છે. સમૃદ્ધ નગરીના રાજમાન્ય નગરશેઠની લાડકી કન્યા, તારુણ્ય અને કલાગ્રહણ, શરદઋતુમાં ઉદ્યાનવિહાર, પૂર્વભવમરણ, ચક્રવાકમિથુનનું પ્રણયજીવન, નિષાદકૃષથી ચક્રવાકની જોડીનું ખંડન, ચક્રવાકોનું અનુમરણ, પૂર્વભવના પ્રણયીની શેધ, ઓળખ, મિલન, પ્રેમીઓનું પલાયન, ભીલા વડે નિગ્રહ, દેવીના
૪. લુડવિગ આપ્ટેફ, “ધ વસુદેવહિડિ, સ્પેસિમેન એવા આકે “ક જ ન–માહારા દ્રી મુલેટિન ઓવ ધ સ્કૂલ ઑવ ઓરિએન્ટલ સ્ટડિઝ, ૮, ૧૯૩૬, પૃ. ૩૧૯-૩૩૩. આ લેખના મુખયાંશના ગુજરાતીમાં તારણ માટે જુઓ ભોગીલાલ સાંડેસરાનો વેમુવીનો અનુવાદ, ભૂમિકા., પૃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org