Book Title: Rajchandrani Jivan Sadhna Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 4
________________ પ્રકાશકીય શિષ્ટ, સંસ્કારપ્રેરક અને જીવનનાં ઉચ્ચ મૂલ્યો પ્રત્યેના અભિગમની પ્રેરણા મળે તેવું વૈવિધ્યપૂર્ણ અને રસમય સાહિત્ય જનતા જનાર્દન અને જિજ્ઞાસુઓની સેવામાં રજૂ કરવું એ આ સંસ્થાની તેના સ્થાપનાકાળથી જ પ્રણાલી રહી છે. આ પરંપરામાં જે યુગપુરુષનું નામ આ સંસ્થા સાથે સંકળાયેલું છે તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને કૃતિત્વને સંક્ષિપ્તમાં રજૂ કરતી આ લઘુ પુસ્તિકા વાચકવર્ગ સમક્ષ રજૂ કરતાં અમો સાત્ત્વિક આનંદનો અનુભવ કરીએ છીએ. આ પુસ્તિકાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને અને યુવાનોને તેમજ સામાન્ય જનતાને મહાપુરુષના જીવન વિષે સામાન્ય, સરળ અને સંક્ષિપ્ત જાણકારી થાય તે જ છે. આ કારણથી જ આ પુસ્તિકામાં તેઓશ્રીના ગહન તત્ત્વજ્ઞાનની કે ઉચ્ચ અધ્યાત્મ સાધનાની ગહન વિગતો રજૂ કરેલ નથી. વિશેષ અભ્યાસીઓએ તે માટે અન્ય વિસ્તૃત જીવનચરિત્રો આલેખન કરતાં પુસ્તકો વાંચવા નમ્ર વિનંતી છે. આ પુસ્તિકા પૂર્વે શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયેલ; તેની તૃતીય આવૃત્તિ પ્રકાશિત કરવાની પ્રેમ પરવાનગી આપવા બદલ તે ટ્રસ્ટના માનદ્ મંત્રી ડૉ. શ્રી કુમારપાળભાઈ દેસાઈનો અમો અંતરથી આભાર માનીએ છીએ. આવા મહાપુરુષોના જીવનમાંથી મૂલ્યલક્ષી અને સત્ત્વશીલ જીવન જીવવાની સૌ કોઈને પ્રેરણા મળે એવી ભાવના ભાવીએ છીએ. અને સંસ્થાની રજત જયંતી નિમિત્તે આ પુસ્તિકા તેમના કરકમળમાં વંદન સહિત અર્પણ કરી તેમના ઉત્તમ ગુણોનું સંસ્મરણ કરી વિરમીએ છીએ. સાહિત્ય પ્રકાશન સમિતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 50