Book Title: Rajchandrani Jivan Sadhna
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 14
________________ 13 1 શ્રીમદ્ રાજચંદ્ર | ઉમરથી માંડીને ક્રમે ક્રમે ખીલ્યું હતું તે આપણે આગળ ઉપર યથા અવસર જોઈશું. શ્રીમન્ના આધ્યાત્મિક વિકાસના સંદર્ભમાં અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે કીર્તિના શિખરને પામવાનું, ધનાદિની સહજપ્રાપ્તિનું અને વિશાળ ચાહકવર્ગ ઊભો કરવાનું જેનાથી વિપુલ પ્રમાણમાં બની શકે તેમ હતું તેવી આ અદ્ભુત શક્તિઓનો પ્રયોગ કરવાનું શ્રીમદે અનુક્રમે ૨૦ વર્ષ અને ૨૪ વર્ષની વયે બિલકુલ બંધ કરી દીધું. અવધાનપ્રયોગથી લોકસંપર્ક વધી જવાનું બનવાની સંભાવના હતી જ, તેમ વળી જ્યોતિષ દ્વારા માત્ર ભૌતિક ઉન્નતિની જ વિશેષ સંભાવના હતી જેથી તે બંનેને તેઓએ “કલ્પિત'ની શ્રેણીમાં મૂકી દીધાં અને આત્માર્થસંપન્નતા માટે શમ, વૈરાગ્ય, અધ્યયન, ચિંતન અને એકાંતચર્યાને જ પોતાના જીવનનું મુખ્ય ધ્યેય બનાવ્યું. વેપાર અને વ્યવહારમાં ગૃહસ્થ અવસ્થામાં શ્રીમદે હજારોનો વેપાર ખેડ્યો, પણ નાનપણથી જ તેમનામાં નીતિન્યાયના જે સંસ્કાર હતા તે ક્રમશઃ શાસ્ત્રાધ્યયનાદિથી વિકાસ પામતા ગયા. મોક્ષમાળાના શિક્ષાપાઠ૧૨માં તેઓએ શ્રાવકનાં જે લક્ષણો કહ્યાં છે, તે બધાં તેમણે જીવનમાં આચરીને સિદ્ધ કર્યા હતાં. શ્રી રેવાશંકર જગજીવન તથા શ્રી માણેકલાલ ત્રિવેદીના સહયોગથી ચાલતી તેમની ઝવેરાતની પેઢીએ પોતાનો વેપાર રંગૂન, અરબસ્તાન, ઇંગ્લેન્ડ તથા યુરોપના દેશો સુધી વિસ્તાર્યો હતો, તેમાં નાણાવિષયક અને યુરોપીય દેશો સાથેનું કામકાજ શ્રીમને હસ્તક હતું. માલ પોતે જાતે જ તપાસીને ખરીદવો, એક જ વેચાણભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50