________________
શ્રીમદ્ રાજચંદ્ર m
પ્રકારનાં કષ્ટો વેઠીને પણ અપૂર્વ ગુરુભક્તિ અને ઉગ્ર સાધના દ્વારા મહાન આત્મકલ્યાણ કર્યું.
25
શ્રીમદે પણ તેઓને પોતાના આત્મીય ગણીને મુંબઈમાં સમાધિશતકની ૧૭ ગાથાઓ સમજાવી ‘આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે' એ મંત્ર આપ્યો હતો અને પછી પણ ઈડરમાં અને વસોમાં ઘનિષ્ઠ અને વિશિષ્ટ બોધ આપ્યો હતો, જેને શ્રી લઘુરાજસ્વામીએ અંતરમાં ધારણ કરી રોમ રોમ ગુરુભક્તિ અને આત્માની ધૂન જગાવી હતી.
ઉદાર અને વિશાળ ગુણગ્રાહક દૃષ્ટિથી અને જીવમાત્ર પ્રત્યેના વાત્સલ્યથી તેઓએ સ્થાપેલા અગાસ આશ્રમના માધ્યમ દ્વારા ચરોતરની સામાન્ય, સાદી અને સ૨ળ જનતાને તેમણે શ્રીમદૂના તત્ત્વજ્ઞાનની ચાલુ ગામઠી ભાષામાં સમજણ આપી. તેમના યોગબળથી ઘણા મનુષ્યોને શ્રીમદ્ના સાહિત્યની અને વ્યક્તિત્વની શ્રદ્ધા થઈ, જેનો પુરાવો આજે પણ અગાસ આશ્રમમાં ચાલતો નિયમિત ભક્તિક્રમ છે.
પોતાના દીર્ઘકાળના સંયમી જીવનના પ્રત્યક્ષ સમાગમથી શ્રીમદૂના વ્યક્તિત્વ અને કૃતિત્વને બહોળા પ્રમાણમાં પ્રસારિત કરવાનું શ્રેય જેટલું તેમને ફાળે જાય છે તેટલું કોઈ અન્ય શિષ્યને ફાળે જતું નથી.
વિ. સં. ૧૯૯૨માં ખૂબ શાંત સમાધિભાવથી અગાસ આશ્રમમાં તેઓનો દેહોત્સર્ગ થયો, જ્યાં તેમનું સ્મારક બનાવવામાં આવ્યું છે. (૩) શ્રીમદ્ અને શ્રી અંબાલાલભાઈ
મૂળ ખંભાતના વતની અને શ્રી જૂઠાભાઈ દ્વારા શ્રીમદૂના સંપર્કમાં આવેલા આ સજ્જન જિજ્ઞાસુએ સેવાથી, ભક્તિથી, પ્રશંસનીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org