________________
કેટલાક પ્રેરક પ્રસંગો
શાંતિનો પ્રભાવ ખંભાતના શ્રી છોટાલાલ માણેકચંદ વગેરે સાથે એક વખત શ્રીમદ્ ધર્મજથી વીરસદ જતા હતા. રસ્તામાં એક સાંકડી કેડી આવી. તે પરથી બધા પસાર થતા હતા. તે વખતે તેઓએ તે કેડી પર સામેથી બે સાંઢને લડતા લડતા આવતા જોયા. સામેથી ધસી આવતા સાંઢને જોઈને બીજા સર્વેને ગભરાટ છૂટ્યો, પણ શ્રીમદે બધાને જણાવ્યું કે સાંઢ નજીક આવશે ત્યારે શાંત થઈ જશે. તેમ છતાં ભયને લીધે છોટાભાઈ વગેરે સાથીઓ પાસેના ખેતરમાં છુપાઈ ગયા. માત્ર શ્રીમદ્ અને તેમની પાછળ શ્રી સૌભાગભાઈ તથા ડુંગરશીભાઈ શાંતિથી આગળ વધ્યા. બંને સાંઢ નજીક આવતાં જ શાંત બની ઊભા રહી ગયા, અને બધા શાંતિથી પસાર થઈ ગયા.
આત્માની ચિંતા એક જિજ્ઞાસુએ શ્રીમદુને પ્રશ્ન કર્યો : “પૃથ્વીને શાસ્ત્રમાં સપાટ કહી છે અને હાલમાં શોધકો ગોળ કહે છે, તેમાં ખરું શું?”
શ્રીમદે સામો સવાલ પૂછયો : તમને સપાટ હોય તો ફાયદો કે ગોળ હોય તો ફાયદો ?”
જિજ્ઞાસુએ કહ્યું : “હું એ જ જાણવા માગું છું.”
શ્રીમદે પૂછ્યું : “તમે તીર્થકર ભગવાનમાં શક્તિ વધારે માનો છો કે હાલના શોધકોમાં ?”
જિજ્ઞાસુએ જણાવ્યું : “તીર્થકર ભગવાન પર.” શ્રીમદે કહ્યું : “તીર્થંકર પર શ્રદ્ધા રાખો અને શંકા કાઢી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org