Book Title: Rajchandrani Jivan Sadhna
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 40
________________ ॥ શ્રીમદ્ રાજચંદ્ર D ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો ! જેમણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમપદનો જય કર્યો. ૪. સત્સંગ સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે. સત્સંગનો સામાન્ય અર્થ એટલો કે ઉત્તમનો સહવાસ ... આત્માને સત્યરંગ ચઢાવે તે સત્સંગ. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે. સત્પુરુષોનો સમાગમ એ પણ સત્સંગ છે. સત્સંગથી પ્રાપ્ત થયેલું એક વચન અમૂલ્ય લાભ આપે છે... જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાનધ્યાનની સુકથા થાય, જ્યાં સત્પુરુષોનાં ચરિત્ર પર વિચાર બંધાય, જ્યાં તત્ત્વજ્ઞાનના તરંગની લહરીઓ છૂટે, જ્યાં સ૨ળ સ્વભાવથી સિદ્ધાંતવિચાર ચર્ચાય, જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય એવો સત્સંગ તે મહાદુર્લભ છે. 39 મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો દૈઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. પોતાની સન્માર્ગને વિષે યોગ્યતા જેવી છે, તેવી યોગ્યતા ધરાવનારા પુરુષોનો સંગ તે સત્સંગ કહ્યો છે. મોટા પુરુષોના સંગમાં નિવાસ છે, તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ. કારણ કે એના જેવું પરમ હિતસ્ત્રી સાધન આ જગતમાં અમે જોયું નથી અને સાંભળ્યું નથી. જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આથી આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50