Book Title: Rajchandrani Jivan Sadhna
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 35
________________ 34 1 શ્રીમદ્ રાજચંદ્ર | અને બીજે દિવસે મનસુખભાઈને સત્સંગનો લાભ આપ્યો. જ્ઞાનીની નિષ્કારણ કરુણા તે આ. મનને નવરું ન રાખવું એક વખત મુનિ મોહનલાલજીએ શ્રીમદ્દ પ્રશ્ન કર્યો કે, “મન સ્થિર થતું નથી, તો શો ઉપાય કરવો ?” - શ્રીમદે ઉત્તરમાં જણાવ્યું કે, “એક પળ પણ નકામો કાળ કાઢવો નહીં. કોઈ સારું પુસ્તક ન હોય તો છેવટે માળા ગણવી. પણ જો મનને નવરું રાખશો તો ક્ષણવારમાં સત્યાનાશ વાળી દે તેવું છે. માટે તેને સવિચારરૂપ ખોરાક આપવો. જેમ ઢોરને કાંઈ ને કાંઈ ખાવાનું જોઈએ, દાણાનો ટોપલો આગળ મૂક્યો હોય તો તે ખાધા કરે છે, તેમ મન ઢોર જેવું છે. બીજા વિકલ્પ બંધ કરવા માટે સર્વિચારરૂપ ખોરાક આપવાની જરૂર છે. મન કહે તેથી ઊલટું વર્તવું, તેને વશ થઈ તણાઈ જવું નહીં, તેને ગમે તેથી આપણે બીજે ચાલવું.” ઉપસંહાર આમ શ્રીમદ્ રાજચંદ્રજીનું મુખ્ય વ્યક્તિત્વ આધ્યાત્મિક રહ્યું છે, અને તેમના ટૂંકા આયુષ્યને લીધે તેમનો જીવનસંદેશ તેમના વિદ્યમાનપણામાં બહુજન સમાજ સુધી પહોંચી શક્યો નથી. પરંતુ આપણે એ ન ભૂલીએ કે તેઓ માત્ર એક મહાન સંત જ નહીં પણ એક પ્રબુદ્ધ કેળવણીકાર, જન્મજાત કવિ, લોકોત્તર સ્મરણશક્તિધારક, વિશિષ્ટ તર્કપટુતાના સ્વામી, અનેકવિધ અતીન્દ્રિય જ્ઞાનના અધિકારી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50