Book Title: Rajchandrani Jivan Sadhna
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 21
________________ 20 1 શ્રીમદ્ રાજચંદ્ર | કોઈ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટી ચાલ્યા જવું હોય તો કોઈનો અપરાધ કર્યો ન ગણાય.” આમ અનેક વિપરીત સંજોગો હોવા છતાં આત્મજ્ઞાન અને વૈરાગ્યના બળ વડે તેઓ પોતાના પુરુષાર્થમાં જરા પણ ન્યૂનતા આવવા દેતા નથી, અને ખૂબ જ સાવધાનીથી આત્માની નિર્મળતા જળવાય અને વૃદ્ધિ પામે તેવી સાવધાની રાખ્યા કરે છે જેથી સંયમ ગ્રહણ પ્રત્યે ઉદ્યમવંત બની શકાય અને મૈત્રી, પ્રમોદ આદિ પ્રગટેલી ભાવનાઓ વિશેષપણે વૃદ્ધિગત પામે. તેઓશ્રીની આ દશા જેમાં ત્યાગી જીવનની તીવ્ર ઝંખના છતાં વ્યવહારનો યોગ રહ્યા કરે છે, તેને સમજવા માટે આધ્યાત્મિક દૃષ્ટિથી જૈનમાર્ગની સમજણ આવશ્યક છે. આવી અધ્યાત્મજ્ઞાનયુક્ત દશાને તેઓએ પ્રયોગરૂપે પોતાના જીવનમાં કેવી રીતે ઉતારી હતી તેનું સૌમ્ય; સર્વાગી અને નિષ્પક્ષ દર્શન તેઓ પરમ-સખા શ્રી સૌભાગભાઈના પત્રમાં રજૂ કરે છે : “જ્ઞાનીપુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હોય નહીં, પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હોય; એમ છતાં પણ તેથી નિવર્તિવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે. જે રીતનો આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે અને તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એવો સંભવ રહે તેવો ઉદય પણ જેટલો બન્યો તેટલો સમપરિણામે વેદ્યો છે, જોકે તે દવાના કાળને વિશે સર્વસંગનિવૃત્તિ કોઈ રીતે થાય તો સારું એમ સૂઝયા કર્યું છે, તો પણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે તો અલ્પકાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય એમ જાણી જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે, પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે સકલ ગૃહવાસથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50