Book Title: Pudgalno Parihar Parmarthni Prapti Author(s): Sunandaben Vohra Publisher: Sunandaben Vohra View full book textPage 5
________________ એને ‘પુદ્ગલ’ જાણવું. હે ચેતન ! પુદ્ગલભાવમાં હર્ષ-શોક ન કરવો. જે છાયા દેખાય છે, પ્રકાશ દેખાય છે, આકૃતિ દેખાય છે, તે બધા જ પુદ્ગલના પર્યાય છે. પુદ્ગલના ધર્મ છે સડવું, પડવું અને નાશ થવો - સડન-પડન-વિધ્વંસંન પુદ્ગલની નિયતિ છે. જેમ બે પિંડ એકઠા થાય છે અને કાળક્રમે વિખરાઈ જાય છે, જેને જીવાત્મા પોતાની ચર્મદૃષ્ટિથી જુએ છે, એ પુદ્ગલ છે. જે વધે છે, ઘટે છે, જેનું પૂણગલન થાય છે, એ જેનો સ્વભાવ છે તે પુદ્ગલ છે. એના અનંત પર્યાયો હોય છે, અને એ પર્યાયો કેવળજ્ઞાની જ જાણી શકે છે. પુદ્ગલપરિવર્તનશીલ હોય છે. શુભ અશુભ અને અશુભ શુભ થાય છે. પુદ્ગલભાવ સ્થિર ન રહે, માટે એના ઉપર રાગદ્વેષ નથી કરવાના. એના કારણે હર્ષ-શોક નથી ક૨વાના. પુદ્ગલ-રાગનું આવરણ દૂર થશે ત્યારે જ આત્મવિચાર પ્રગટ થશે. સમાધિશતક'માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે : રાગાદિક જબ પરિહરી કરે સહજ ગુણખોજ ઘટમેં ભી પ્રગટે તદા ચિદાનંતકી મોજ ! જો ભીતરમાં ચિદાનંત પામવો હોય તો આત્મચિંતન કરવું જ પડશે. આત્માના સહજ જ્ઞાનાદિ ગુણોનું ચિંતન કરવું જ પડશે, અને પરમાર્થદૃષ્ટિથી વિચારીએ તો માત્ર આત્મજ્ઞાનઆત્મબોધ જ મોક્ષમાર્ગ છે, શિવપંથ છે. સમાધિશતક'ના પ્રારંભે જ કહ્યું છે : કેવળ આતમબોધ હૈ પરમાર્થ શિવપંથ, સોઇ ભાવનિગ્રંથ. તા મેં જિનકી. મગનતા આત્મબોધમાં - આત્મજ્ઞાનમાં મગ્નતા જ ભાવસાધુતા છે. જો આત્મજ્ઞાનમાં મગનતા ન હોય તો ભાવસાધુતા ન આવે. ભલેને વ્રતોનું પાલન કરતા રહો યા ઉગ્ર તપશ્ચર્યા કરતા રહો. જ્ઞાનમગનતા વિના ભાવસાધુતા હોઈ શકતી નથી. આતમજ્ઞાને મગન જો સબ પુદ્ગલ ખેલ, ઇન્દ્રજાલ કરી લેખ ને મિલે ન તિહાં મન મેલ ! આત્મજ્ઞાનમાં નિમગ્ન આત્મા તમામ પુદ્ગલ-નિર્મિત ખેલોને ઇન્દ્રજાલ - જાદુ સમજે છે. એની સાથે એનું મન લાગતું જ નથી. એક વાર આત્મજ્ઞાનમાં મગનતાનો અપૂર્વ અનુભવ થતાં પુદ્ગલરચનાઓમાં મન લાગતું જ નથી. આત્મજ્ઞાનની મગનતાનું સુખ શબ્દાતીત છે. શબ્દો દ્વારા વર્ણવી શકાતું નથી. “પુદ્દગલગીતા’ પુદ્દગલનો પરિહાર એટલે પરમાર્થની પ્રાપ્તિનું વાચન-મનન અને ચિંતન કરી સહુ જીવાત્માઓ પુદ્ગલભાવોમાં અનાસક્ત બનો અને આત્મજ્ઞાનમાં અને ૫રમાર્થપ્રાપ્તિમાં નિમગ્ન બનો, એવી મંગલકામના સાથે વિરમું છું. ૬૫, શ્યામલ રોહાઉસ ૩-એ, ભદ્રગુપ્તસૂરિ સેટેલાઈટ, અમદાવાદ ૩૮૦ ૦૧૫ તા. ૨૪-૧૧-૧૯૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 180