Book Title: Pudgalno Parihar Parmarthni Prapti Author(s): Sunandaben Vohra Publisher: Sunandaben Vohra View full book textPage 7
________________ ४ તેથી ગ્રંથકારે તેનો પરિહાર બતાવી પરમાર્થની અત્યંત વિશિષ્ટતા બતાવી છે. પરમાર્થ એટલે અનુપમ અને અદ્વિતીય તત્ત્વ. શુદ્ધઆત્માનું પ્રાગટ્ય તે પરમાર્થ છે. જેમાં પરમ રહસ્ય કે પરમ ઐશ્વર્ય રહ્યું છે. પરમાર્થ માર્ગને મોક્ષમાર્ગ કહેવાય છે. પરનું અહમ્ અને મમત્વ જવાથી પરમાર્થ પ્રગટ થાય છે. પરમાર્થ એટલે આત્માના સંપૂર્ણ વૈભવને તથા સામાને જણાવતું રહસ્ય છે. જે રહસ્ય પામ્યા પછી કશું પામવાનું જીવને બાકી રહેતું નથી. પરમાર્થ ચૈતન્યમય હોવાથી તેમાં અજડત્વ છે. પુદ્ગલનો વાસ જડમાં છે. પરમાર્થનો વાસ ચૈતન્યમાં છે. આમ બંને પરસ્પર છેડાનાં તત્ત્વો છે. ૫રમાર્થ ચૈતન્યમય હોવાથી આનંદ અને સુખનું નિધાન છે. તેની પ્રાપ્તિ માટે પુદ્ગલના પદાર્થોનો પરિત્યાગ-પરિહાર આવશ્યક છે. પૌદ્ગલિક સુખ અને પારમાર્થિક સુખ બંને સાથે રહી શકે તેવી જગતમાં વ્યવસ્થા નથી. પૌદ્ગલિક પદાર્થો છૂટે, તેની મૂર્છા ઘટે, પરમાર્થ માર્ગના પ્રયોજનનો પુરુષાર્થ કરે, જ્યારે અંતરંત શુદ્ધિ થાય ત્યારે પરમાર્થનું અનુપમ સુખ પ્રાપ્ત થાય. જડ પદાર્થો સાથેનું જીવનું તાદામ્ય પરમાર્થ માર્ગને બાધક છે. જડત્વ અને જીવત્વને મેળ નથી. શુદ્ધ જીવત્વ એ પરમાર્થ છે. મહાપુરુષોએ તે પરમાર્થ સ્વરૂપ સુખની પ્રાપ્તિ માટે મહાસાહસ કર્યા છે. સુખ, સંપત્તિ, સમૃદ્ધિને સત્તા જેવાં કારણોને છોડ્યાં છે. અતિ પ્રિય એવા દેહને પરમાર્થ પ્રાપ્તિનું સાધન માની, સંયમ વડે સમત્વ સાધી જન્મમરણની સમાપ્તિ કરી છે. પરમાર્થનું પ્રયોજન જ ચમત્કારી છે. તે માર્ગે જેઓએ સાહસ કર્યું તેઓ સિદ્ધિ પદને પામ્યા છે. પરમાર્થનું અંતરંગ સાધન જ્ઞાનમય શુદ્ધતા છે. જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય અને ભક્તિ આદિ પરમાર્થની સાધનાનાં સાધનો છે. પરમાર્થની પ્રાપ્તિ પછી કોઈ પદાર્થ પ્રાપ્ત કરવાનું પ્રયોજન શેષ રહેતું નથી. સુનંદાબહેન વોહોરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 180