Book Title: Pudgalno Parihar Parmarthni Prapti
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 6
________________ પ્રાસંગિક સમસ્ત સૃષ્ટિના પ્રાણીમાત્રમાં જીવનનાં બે વહેણ છે. એક છે પૌગલિક-ભૌતિક-પાર્થિવ કે નિર્જીવ. બીજું છે પરમાર્થ-આત્માર્થ-મોક્ષાર્થ અને ચૈતન્ય. પીગલિક તમામ પદાર્થો નિર્જીવ-જડ છે. તે સ્પર્ધાદિ લક્ષણવાળા છે. સ્થૂલ નજરે જણાય તેવા છે. અને અભ્યાધિક સમયે નાશ થવાવાળા છે. આ પૌગલિક પદાર્થો એટલે ભૌતિક પદાર્થો, જેની આ વૈજ્ઞાનિક યુગમાં વિપુલતાની વૃદ્ધિ છે. અને પ્રતિષ્ઠા છે. તેથી માનવ તેના પ્રત્યે આકર્ષણ પામી તે પદાર્થો વધુ ને વધુ મેળવવા પ્રયાસ કરે છે. તેમાંથી સ્પર્ધા, અજંપો અને અશાંતિ પેદા થાય છે. જો તે મેળવવામાં સફળતા મળે તો સુખી થાય છે. નિષ્ફળતા મળે તો દુઃખી થાય છે. વળી વૈજ્ઞાનિક ક્ષેત્રની ખૂબી એ છે કે નિત નવી નવી શોધો કરી નવું નવું આપ્યા જ કરે છે. તેથી માનવને નવું મેળવવા મથવું પડે છે. આમે આત્મારૂપી આ હંસલો ઘણુંયે સમજાવ્યા તોયે નવું પિંજરું માંગતો જ રહ્યો છે. પરિણામે નવા દેહ ધારણ કરીને ક્યારેક સુખ અને પ્રાયે દુઃખ અનુભવે છે. પરંતુ પૌદ્ગલિક પદાર્થોની મૂછ છોડી શકતો નથી. આ પૌદ્ગલિક પદાર્થો એટલે દેહ અને દેહને તથા મનની ઈચ્છાને પોષનારા બધા જ જડ પદાર્થોનો એમાં સમાવેશ થાય છે. ચારે દિશામાં તેનો પથારો પ્રસરેલો છે. અને અનાદિકાળથી જીવ તેનો પરિચયી રહ્યો છે. ગ્રંથકાર શ્રી ચિદાનંદજીએ પુગલગીતા'માં પુદ્ગલની જાળ અને તમાસો કેવા અજબગજબના છે તેનું તાદેશ્ય અને તલસ્પર્શી વર્ણન કર્યું છે. વળી તેનાથી શું પ્રાપ્તિ છે, શું હાનિ છે તે પણ ઉપદેશ્ય છે. તેથી સમજાય છે કે માનવ પુદ્ગલ ઘણો પ્રભાવિત થયો છે. • પાંચ ઇન્દ્રિયો વડે સેવાતા સર્વ પદાર્થોનો સમાવેશ પુદ્ગલના પારાયણમાં થાય છે. પુદ્ગલમાં જડતા હોવા છતાં માનવચેતના તેનાથી અત્યંતે પ્રભાવિત થયેલી છે. તે પ્રભાવમાં ચૈતન્યનું સામર્થ્ય નબળું પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 180