Book Title: Pudgalno Parihar Parmarthni Prapti
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 12
________________ શ્રી ચિદાનંદજી કૃત પુદ્ગલગીતા શ્રી ચિદાનંદ સદ્ગુરુભ્યો નમઃ પુદ્ગલનો પરિહાર : ૫રમાર્થની પ્રાપ્તિ શ્રી ચિદાનંદજીએ પુદ્ગલનું લોભામણું સ્વરૂપ જોઈને તથા તેની લીલામાં જગતને એકાકાર થતું જોઈને તે પુદ્ગલની વાસ્તવિકતા શું છે, તેનું વિસ્તારથી વર્ણન કર્યું છે. વળી સવિશેષ સંતોને ઉદ્દેશીને પ્રારંભ કર્યો છે. કારણ કે સંતોએ તેની વાસ્તવિકતાની સમજથી સંસારત્યાગ કર્યો છે. સંસારની રચના એટલે જ પુદ્ગલો તમાસો. સંતો દેખીયે બે, પરગટ પુદ્ગલ જાલ તમાસા. પુદ્ગલ ખાણો પુદ્ગલ પીણો, પુદ્ગલ હૂંથી કાયા; વર્ણ ગંધ ૨સ ફરસ સહુ એ, પુદ્ગલફુંકી માયા. (બે) અરે સંતજનો ! જુઓ, ચક્ષુથી પ્રત્યક્ષ દેખાતી આ પુદ્ગલની રચના કેવી નાટક-ખેલ-તમાસા જેવી છે ? પૂરો સંસાર એની જાળમાં ફસાયેલો છે. હે સંતો ! તમે આ ફસાયેલા સંસારનું નાટક જોઈને આશ્ચર્યચકિત થયા અને તેને સલામ કરી ચાલી નીકળ્યા. આ પુદ્ગલની જાળમાં ફસાયેલા જીવોની ચેષ્ટા પણ કેવી છે ? પોતે જ શરીરરૂપે પુદ્ગલ છે. તે જે જે પદાર્થોને આરોગે છે, તે પુદ્ગલ ક્યાં તો સજીવ જીવોના શરીર અને ક્યાં તો તેમણે છોડેલા લેવો છે. અને તે જે કંઈ પ્રવાહી પીએ છે તે પણ પુદ્ગલો છે. આમ જીવ અજ્ઞાન, પરવશતા, પરભાવ કે પરવૃત્તિને કારણે પુદ્ગલને ખાય છે, પીએ છે અને પૂરા પુદ્ગલરૂપી કાયામાં માયા કરીને રાચે છે. માયા તેને મૂંઝવે છે. માયા, કાયાની છાયા બનીને તેના ગુણગાન ગાયા જ કરે છે. પણ તેને પાયાની હકીકત જ ખબર નથી કે આ પ્રગટ દેખાતી પુદ્ગલની માયા છાયારૂપે છે તે ક્યારે પકડાતી નથી. પોતાની થઈ નથી. પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only ૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 180