Book Title: Prem Pank
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 383
________________ રોગ-વિજોગ ૩૫૫ પણ એ યોજના અધવચ જ પકડાઈ ગઈ. અને માલિકૉર્નની મેંશ્યોરના ઘરમાંથી નોકરી ગઈ એ નફામાં! અલબત્ત, રાજાજીએ તેને નુકસાની પેટે પચાસ હજાર ફ્રાંક બક્ષિસ આપ્યા, અને પોતાના જ ઘર-કારભારમાં તેને નોકરી ગોઠવી આપી. અર્થાત્ મોંશ્યોર કરતાં રાજાજીના ઘર-કારભારમાં નોકરી મળવાથી માલિકૉર્નનો દરજજો વધ્યો. માલિકૉર્ન હવે મન દઈને મૅડમની ભૂહરચના તોડવા પ્રયત્ન કરવા માંડયો. પ્રથમ તો તેણે માંતાલને સૂચવ્યું કે, તેણે રાતભર નિસાસા નાખ્યા કરવા, ડૂસકાં ભર્યા કરવાં, અને દશ દશ વખત મોટેથી નાક સાફ કરવું. મૅડમ કારણ પૂછે તો એ બતાવવું કે, માલિકૉનને કાઢી મૂકવામાં આવ્યો, તેથી તેના વિયોગ-દુ:ખની મારી પોતે ગાંડી થઈ જવા બેઠી છે. મૅડમથી રાતને વખતે જરા પણ ડખલ સહન થઈ શકતી નહિ. એટલે તેમણે મતાલને દૂર રહેવા કાઢી. પછી તો લા વાલિયેર એકલી પડી એટલે તેણે પણ શીખવ્યા મુજબ રાતે ડૂસકાં ભરવા માંડ્યાં. એટલે છેવટે તેને પણ દૂર કાઢવી પડી. પરંતુ મેડમે યુક્તિ એવી કરી કે, રાજાજીના માણસોને રહેવાનો જે હિસ્સો હતો, તેના છેક ઉપરના માળ ઉપર તેને કમર નક્કી કરી આપ્યો. અને તે માળ ઉપર જવાના નાના દાદરા આગળ જ પોતાની બીજી વિશ્વાસુ બાઈને રહેવાનું ગોઠવી આપ્યું, જેથી ઉપરને માળ છૂપી રીતે કોઈ જઈ શકે નહિ. માલિકૉને લા વાલિયરના ઓરડાની નીચેના દ ગીશ માટે ખાલી રહેલા ઓરડામાં સેંતેશ્નોને રહેવા મોકલી દીધો. પછી થોડા દિવસ બાદ, સૌને રાજાજી સાથે એક રાત બહાર ફરવા જવાનું ગોઠવી, આંખે પાટા બાંધેલા સુતારો અને કારીગરો સેંતેશ્નોની ઓરડીમાં દાખલ કરી લીધા. પેલાઓએ રાતોરાત ઉપરની લાકડાની છતમાં એક દાદરના બારણા જેવું બાકું વહેરી નાખ્યું. એ બાકા ઉપર, એકદમ ખબર પણ ન પડે તેવું બારણું ગોઠવી દીધું તથા એટલા ભાગની આગળ એક પડદો લટકાવવાની વ્યવસ્થા પણ કરી દીધી; જેથી એ ઓરડીમાં બહારથી આવનારને નીચે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408