Book Title: Prem Pank
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 388
________________ ૩૬૦ પ્રેમ-પંક વામાં આવ્યા છે, અને ઇંગ્લેંડનું જે મોંઘામાં મોં રત્ન – તું, તેને એમના તરફ વાળવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અલબત્ત, રાજાજી જ તને તો ઇચ્છતા હતા, પણ તે તેમના પ્રેમનો અસ્વીકાર કર્યો છે, એ હું જાણું છું–જેમ ડયૂકના પ્રેમનો પણ તે અસ્વીકાર કર્યો છે, એમ હવે લાગે છે.” મૅરી ગ્રાફટન શરમથી લાલચોળ થઈ ગઈ. “હવે હું સમજી હશે કે, વર્ષે ત્રણ લાખ પાઉંડની આવકની વારસદાર, તથા ભવિષ્યની ડચેસ એવી જે તું, તેને બ્રાજલૉનના રસ્તામાં શા માટે મૂકવામાં આવી છે. ખરી રીતે એ એક પ્રેમ-કાવતરું જ છે!” મેરી ગ્રાફટને હસતાં હસતાં એટલું જ કહ્યું, “રાજાજીનો આભાર માનું છું, ઘૂસી !” “પણ ડયૂક ઑફ બકિંગહામ ઈર્ષાથી દાઝવા લાગ્યા છે, એ યાદ રાખજે!” પણ એટલામાં ડયૂક પોતે જ તે તરફ આવી પહોંચ્યો અને બોલ્યો, “ખોટી વાત છે, મિસ ઘૂસી! મને ઈર્ષા નથી આવતી. મિસ મેરી, મારે તમારાં સખી મિસ ઘૂસી ટુઅર્ટ સાથે થોડી વાત કરી લેવાની છે, તો તેમને મારી સાથે આવવા દેશો? અને મિસ ભૂસી, તમે મારો હાથ પકડી મારી સાથે આવશો? રાજાજી ત્યાં ગ્રીષ્મ-ઘરમાં તમારી સાથે વાત કરવા માગે છે.” મૅરી ગ્રાફટન એકલી પડી એટલે થોડી વાર વિચારમાં પડી હોય એવી મનોહર અદાથી બ્રાજલૉન તરફ જોઈ રહી; પણ પછી મનમાં કંઈક નિશ્ચય કરી લઈ, સ્થિર પગલે તેના તરફ તે આગળ વધી. રાઓલ તેનાં પગલાં સાંભળી, એકદમ ઊભો થઈ ગયો અને તેનો સત્કાર કરવા હાથ લાંબો કરી, સામો આવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408