Book Title: Prem Pank
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 407
________________ અલકઝાન્ડર ડૂમા પ્રેમશૌર્યની તથા અનેક અદભુત કથાઓ લખનાર અલેકઝાન્ડર ડૂમાનો જન્મ ક્રાન્સના એક ગામડામાં ૨૪–૭–૧૮૦૨ના રોજ થયેલો. તેના પિતા, નેપોલિયનના લશ્કરમાં સેનાપતિપદે હતા. ડૂમા ચાર વર્ષનો હતો ત્યારે પિતાનું મૃત્યુ થયેલું. બાપે કુટુંબની આજીવિકા માટે કંઈ જોગવાઈ કરેલી નહિ. એટલે ડૂમાનું બચપણ ગરીબાઈમાં વીતેલું. ડૂમાએ લગભગ વીસ નાટકો લખ્યાં છે. પરંતુ તેની અક્ષચ્ચ કીતિના આધારસ્તંભ તે તેની નવલકથાઓ છે. ૧૮૪૪માં તેની ઐતિહાસિક નવલકથા ૬ શ્રી મસ્કેટિયર્સ બહાર પડી. આ અદભુત અને રોમાંચક નવલકથામાંથી ડૂમાની કીર્તિ ક્રાંસની સરહદે ઓળંગી દૂર યુરોપ અને ખાસ કરીને ઈંગ્લેન્ડમાં પ્રસરી. જગતની શ્રેષ્ઠ કૃતિઓમાં આની ગણના થાય છે. ડૂમાએ લગભગ ચાલીસ વર્ષ સુધી સતત લખ્યાકર્યું છે. માનવી માટે લગભગ અશક્ય ગણાય તેટલું બધું તેણે લખ્યું છે. કાઉન્ટ ઑફ મેન્ટેક્રિસ્ટ” પણ તેની મશહુર નવલકથા છે. Jain E Private

Loading...

Page Navigation
1 ... 405 406 407 408