Book Title: Prem Pank
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 395
________________ પ્રેમ-પાંક ૩૬૭ માગે છે, અને તેથી જ બ્રાજૉન ઈંગ્લેંડમાં રહે તેવું રાજા ઈચ્છે છે, તે વાત છેવટે ચાર્લ્સ લ્યૂસીને જણાવી. “સરકાર, તમે તેથી કરીને મૅરી ગ્રાફ્ટનને બ્રાજલૉનને પ્રેમ કરવા પરવાનગી આપી છે?” 56 ‘હા, હા; હું ઇચ્છું છું કે, બ્રાજ્હૉન મારા દરબારની એ ગુણવી, સ્વરૂપવતી રમણીને પોતાનું હ્રદય અર્પે.” “મેરી જે રીતની ભાવુક વ્યક્તિ છે, તે જોતાં બ્રાજલૉનને જરૂર તેનો પ્રેમ સ્વીકારવો જ પડશે.' “ના, ના, મને તેવી ખાતરી નથી; હજુ પરમ દિવસે જ બ્રાલૉને ફ્રાન્સ પાછા જવા પરવાનગી માગી હતી.” “પણ રાજાજીના હુકમ વિના ન જવાય એમ કહી, તમે ના પાડી ખરું?” લ્યૂસીએ પૂછયું. એટલામાં જ પહેરાવાળો ડ્રાંસથી આવેલા દૂતને લઈને અંદર દાખલ થયો. રાજાએ તેની ચિઠ્ઠી વાંચી તરત જ બકિંગ્સામને બોલાવ્યો, અને પેલા દૂતને યોગ્ય સરભરા માટે વિદાય કર્યો. બકિંગ્ઝામ આવતાં જ રાજાએ તેને પૂછ્યું : તમારા મિત્ર બ્રાજલૉનની શી ખબર છે?” “મને તેના વિષે ભારે નિરાશા થાય છે, સરકાર. “કેમ,કેમ ?” “મિસ ગ્રાફ્ટન તેના ઉપર હૃદયભરીને પ્રેમ કરવા લાગી છેજેણે મારા કે આપના પ્રેમને નકાર્યો હતો – પરંતુ, પેલો બિલકુલ નામરજી બતાવે છે, અને મેં તેને સમજણ પાડીને કહ્યું કે, તેની પ્રેમિકા લા વાલિયર તેને છેતરી રહી છે, તેમ છતાં. પરંતુ હવે તેનાથી ઇંગ્લેંડ છોડી શકાય એમ નથી, એવું મે તેને જણાવી દીધું, એટલે કદાચ તે મિસ મૅરી ગ્રાફ્સન તરફ વળે તો વળે. ’ << Jain Education International For Private & Personal Use Only ,, www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408