Book Title: Prem Pank
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 393
________________ ૩૬૫ પ્રેમ-પંક આ કાગળ નીચે સહી નથી, એટલે તેને સાચો માનવાની જરૂર નથી.” મૅરીએ જણાવ્યું. પણ મારા મિત્ર દ ગીશનો પત્ર આવ્યો છે, તેમાં તે કહે છે કે, “હું ગંભીરપણે ઘાયલ થયો છું તથા પથારીવશ છું, માટે એકદમ ચાલ્યા આવો.” “તમારો ઇરાદો શો છે?” “હું તો એ પત્ર મળતાં જ રાજાજીની રજા લેવા ગયો હતો; પરંતુ રાજાજીએ જવાબ આપ્યો કે, તમારા રાજાજીએ તમને મોકલ્યા છે, એટલે તેમનો હુકમ ન આવે ત્યાં સુધી તમારાથી પાછા ન ફરી શકાય.” “તો તમે અહીં જ રહેવાના ખરું?” એવું જ લાગે છે.” “તમે જેના ઉપર પ્રેમ કરો છો, તેના કાગળો તમારા ઉપર આવે છે ખરા?” “કદી નહિ.” “તો પછી તમે તેને શી રીતે ચાહો છો?” આમ મૅરી આગળ બોલવા જતી જ હતી, એટલામાં બકિંગહામ ત્યાં આવી પહોંચ્યો. તેણે તરત જ બંનેને સંબોધીને કહ્યું, “તો પછી તમે લોકો કંઈ સમજૂતી ઉપર આવ્યો કે નહિ?” “શાની સમજૂતી?” જેથી તમે મિસ મૅરી ગ્રાફટન ખુશ થાઓ, અને રાઓલ ઓછા દુ:ખી બને.” તમારું કહેવું મને સમજાયું નહિ, લૉર્ડ,” રાઓલે કહ્યું. મૅરીએ તરત જ વચ્ચે કહ્યું, “મેં૦ દ બ્રજલોન ખુશ જ છે; કારણકે તે કોઈને પ્રેમ કરે છે, અને તે વ્યક્તિ તેમને પ્રેમ કરે છે. એટલે ખુશ થવા માટે તેમને મારી કંઈ જ જરૂર નથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408