Book Title: Prem Pank
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 398
________________ ૩૭૦ પ્રેમ-પંક આટલું કહી, તે તેને નમન કરી ચાલતો થયો. બકિંગ્ડામે મૅરીને પૂછયું, “એ તમને આ વટી શાની આપી ગયો?” “ડયૂક, એ લગ્નની વીંટી નથી; એના જેવા માણસો મારા જેવી સ્ત્રીને નિષ્ફળતાના આશ્વાસન તરીકે કદી ન સ્વીકારે, એ જાણી રાખજો.” તો શું તે કદી પાછો નહિ આવે; એમ તમે માનો છો?” કદી પાછા નહિ આવે.” એમ કહી મેરીનો શ્વાસ રૂંધાઈ જતાં તે ચૂપ થઈ ગઈ. ૫૪ કારમી ચીસ સેંતેશ્નોના ઓરડામાં હવે એક ચિત્રકારને નિયમિત લાવવામાં આવતો, અને લા વાલિયેરની એક સુંદર છબી ચિતરાવી શરૂ થઈ હતી. માલિકૉને હોશિયારીથી રાજાને અને લા વાલિયરને એકાંતના લાંબા ગાળા મળે, એવી પેરવી કરવા માંડી. આજે એવા ગાળા દરમ્યાન રાજાએ હિંમત કરીને લા વાલિયેરને પ્રથમ ચુંબન કર્યું. તે જ ઘડીએ ઉપરના માળ તરફ ભારે ખળભળાટ જેવું સંભળાયું. લાઇઝા તરત જ “કોઈ ઉપર આવ્યું છે,” એમ કહેતી રાજાના હાથમાંથી છૂટી થઈને ઉપર નાસવા ગઈ. પણ હું અહીં આવ્યો જ છું ને? ઉપર આવેલું ભલે રાહ જુએ,” રાજાએ મીઠો આગ્રહ કરતાં કહ્યું. તે જ ઘડીએ ઉપર વધુ જોરથી અવાજ આવ્યો. મતાનો અવાજ સંભળાય છે,” એમ કહેતી લુઇઝા ઉતાવળે સીડી ચડવા લાગી; “કાંઈક અગત્યનું બન્યું હશે, ત્યારે જ તે મને આમ ઉપર તાકીદે બોલાવતી હશે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408