Book Title: Prem Pank
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 386
________________ ૩૫૮ પ્રેમ-પંક લા વાલિયેર માં નીચું કરી રડવા લાગી. મતાલે જાણતી હતી કે, આ ભલી છોકરી લૂઈને પ્રેમ કરતી હતી, તે કંઈ એ રાજા હતો તે કારણે નહિ; ઉપરાંત એ પ્રેમમાં કેવળ હીણપત, નામોશી અને તિરસ્કાર સિવાય બીજું કાંઈ છેવટે તેને ભોગવવા મળે તેમ નહોતું. તે તેના કપાળ ઉપર એક ભાવભર્યું ચુંબન કરીને ચાલતી થઈ. ૫૩ પ્રેમ– પંક રાજા ચાર્લ્સ-રને લંડનથી બારેક માઈલ દૂર આવેલ હેપ્ટન કોર્ટનો વસવાટ વધુ પસંદ હતો. અને સગવડ હોય ત્યારે તે ત્યાં જ પોતાનો દરબાર લઈ જતો. ઇંગ્લેંડના રાજદરબારની બે અદ્ભુત સ્વરૂપવતી રમણીઓ અત્યારે હેપ્ટન કોર્ટના બગીચામાં આમતેમ ટહેલતી હતી. એકનું નામ ઘૂસી ટુઅર્ટ હતું અને બીજીનું નામ મૅરી ગ્રાટન. “આપણે કયાં જઈએ છીએ?” ગ્રાફટને પૂછ્યું. “જ્યાં પેલા ફેંચ જુવાન નિસાસા નાખતા અને વિલાપ કરતા બેઠા છે ત્યાં.” મારે ત્યાં નથી જવું, ટુઅર્ટ.” “પણ મારે ત્યાં જ જવું છે; અને ખુલાસો મેળવવો છે કે, વાઈકાઉટ દ બ્રાજલૉન હંમેશાં ફરતી વખતે અચૂક તારી સાથે જ શા માટે હોય છે, તથા તું પણ અચૂક તેમની સાથે કેમ હોય છે!” અને એટલા ઉપરથી તું એ નિર્ણય તારવવા માગે છે કે, કાં તો તે મને ચાહે છે, અથવા હું તેમને ચાહું છું, ખરું?” કેમ નહીં? એમના જેવા દેખાવડા અને માયાળુ સાથી બીજા ભાગ્ય મળે. પણ આપણી વાતો કોઈ સાંભળતું તો નથી ને?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408