Book Title: Prem Balidan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gyanjyoti Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકનુ નિવેદન કોઈ મહાન લેખકનાં પુસ્તકો જેમ જેમ વાંચતા જઈએ છીએ, તેમ તેમ દરેક નવું પુસ્તક આગળ વાંચેલ પુસ્તક કરતાં વધુ સારું લાગે છે. એવું જ વિકટર હ્યુગાનાં પુસ્તકોની બાબતમાં પણ બને છે. પરંતુ એટલું કહેવું જોઈએ કે, આ વાર્તામાં ખંત અને ચીવટપૂર્વક આગળ વધ્યા પછી જ તેના રસ જામતા જાય છે; અને તેના પૂરો રસ તો છેવટનું પાન વાંચીએ ત્યારે જ આવીને ઊભા રહે છે તે પ્રસંગે આપણું મગજ જાણે શૂન થઈને ઊભું રહે છે. પ્રેમના આવા અનેાખા અને અનુપમ બિલદાનની કથા વાંચવા મળ્યાથી પણ આપણે ધન્ય થઈ ગયા, એમ વાચકને લાગ્યા વિના રહેતું નથી. આપણા ક્ષત્રિય-રાજપૂત ઇતિહાસમાં પ્રેમ-શૌર્યની અનેાખી વાર્તા સંઘરાયેલી પડી છે. પરંતુ હ્યૂગાએ આલેખેલા પ્રેમ-શૌર્યની આવી સુંદર વાર્તાની કલ્પના તો આપણે આ વાર્તા વાંચીએ ત્યારે જ આવી શકે છે. સંપાદકશ્રીએ આ વાર્તા ગુજરાતી વાચકોને સુલભ કરી આપીને ગુજરાતી ભાષાની સેવા બજાવી છે, એમ કહ્યા વિના ચાલતું નથી. આ નવલકથાથી આપણા તે સાહિત્યમાં કીમતી ઉમેરો થયા છે. આ વાર્તા દરિયાનાં તાફાની મેાજાંની માફક વાચકને વાર્તાના રસ-પ્રવાહમાં ખેંચી જાય છે; અને વાચકના મનને તેને વેગ, વમળ, વળાંકો, પ્રસંગાનું ગાંભીર્ય અને ઊંડાણ કુંઠિત કરી ક્ષણભર સ્તબ્ધ અને સ્થગિત કરી દે છે. વાર્તાની શૈલી સરલ અને ભાવવાહી છે; એટલે એકી બેઠકે વાર્તા પૂરી કરવી જ પડે છે. આ વાર્તાની ખૂબી એ છે કે, વાચક અવશ ३ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 282