________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮ થી ૩૧૧]
[૩૧ ચારિત્રની અપેક્ષાએ એના ક્રમની વાત કરી છે. પરંતુ દષ્ટિમાં તો પુણ્ય-પાપના ભાવ એકસમાનપણે જ હોય છે કેમકે બન્નેય બંધનનાં જ કારણ છે.
-પુણ્ય-પાપના ભાવ બન્ને વિભાવભાવ છે, ચંડાલણીના પુત્ર છે. -તે બન્ને આસ્રવ અને બંધ તત્ત્વ છે.
–તે બને ભાવ જડ પુદ્ગલમય છે અને એનું ફળ પણ પુદ્ગલ છે. માટે બન્ને હેય છે, આદરણીય નથી–એવું શ્રદ્ધાન જ વાસ્તવિક શ્રદ્ધાન છે.
અહીં કહે છે-જીવનો એક જ્ઞાનાનંદસ્વભાવ છે. તે પોતાના સ્વભાવની પર્યાયપણે ઉપજે એ તો બરાબર છે, પરંતુ રાગના પરિણામે ઉપજે વા રાગના પરિણામનું તે કારણ થાય એવું એનું સ્વરૂપ નથી. એ તો પછી કળશમાં કહેશે કે આ બંધ થાય છે તે કોઈ અજ્ઞાનનો મહિમા છે. અહા ! એને નિજસ્વરૂપની ખબર નથી માટે અજ્ઞાનથી બંધ થાય છે, બાકી કાંઈ જ્ઞાનસ્વભાવ છે તે બંધનું કારણ નથી.
અહાહા...પોતે અંદર શુદ્ધ એક ચૈતન્યના પ્રકાશસ્વરૂપ પ્રભુ છે; એકલા જ્ઞાન અને આનંદના સ્વભાવથી ભરેલો પોતે ભગવાન છે, તેને ઉપાદેય માનીને તેનાં દષ્ટિ ને અનુભવ જેણે કર્યા તે જીવ કલ્યાણના પંથે છે. ભલે એને હજુ કાંઈક રાગ હોય, પણ તેને એ (પોતાની) કાંઈ ચીજ નથી. પોતાને ઇષ્ટ એવા શુદ્ધોપયોગપણે ઉપજ્યો તેને શુભાશુભ (પોતાના) કાંઈ નથી. એમાં (શુભાશુભમાં) હેયબુદ્ધિ છે ને! તેથી ધર્મી પુરુષને એનું સ્વામિત્વ હોતું નથી.
અરે ભાઈ ! જરા વિચાર કર! ક્ષણમાં આંખો મિંચાઈ જશે; અને તું ક્યાંય ચાલ્યો જઈશ પ્રભુ! આ બધા અહીં તને અભિનંદન આપે છે ને? બાપુ! એ તને કાંઈ કામ નહિ આવે. પુણ્યના યોગથી કદાચિત્ પાંચ-પચાસ લાખનો સંયોગ મળી જાય તો એય કામ નહિ આવે. જે ક્ષણમાં છૂટી જાય તે શું કામ આવે? અંદર શાશ્વત મહાન ચૈતન્યદેવ વિરાજે છે તેનાં દષ્ટિ ને અનુભવ વર્તમાન ન કર્યો તો બાપુ! તું ક્યાં જઈશ? ત્યાં તને કોણ શરણ? ભાઈ ! આ બધું તું પોતે જ તારા હિત માટે વિચાર; અત્યારે આ અવસર છે.
અહાહા..! કહે છે-સર્વ દ્રવ્યોને અન્યદ્રવ્ય સાથે ઉત્પાધ-ઉત્પાદકભાવનો અભાવ છે. ભાઈ ! આ તો ત્રણલોક ત્રણકાળના સર્વ અનંતા પદાર્થોના કારણકાર્યનું સ્વરૂપ થોડા શબ્દોમાં બતાવ્યું છે. આ લોકોને અનાજ ઔષધ અને કપડાં અમે આપ્યાં ને અમે ખૂબ દેશ સેવા કરી-એમ લોકો કહે છે ને! ધૂળેય સેવા કરી નથી સાંભળને. એ અન્યદ્રવ્યનાં કામ તું કેમ કરે? વળી આણે જૈનધર્મની ખૂબ સેવા કરી એમ કહે છે ને! પરંતુ જૈનધર્મની સેવા એટલે શું? અહાહા...! શુદ્ધ એક જ્ઞાયક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com